________________
અષ્ટક પ્રકરણ
:
૧૦૧
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક
બનાવનારા પણ હોય છે. કારણ કે કોઇ વિશિષ્ટ (=સ્મૃતિ આદિ શાસ્ત્રોને માનનારા) લોકોના ઘરોમાં મૃત્યુ આદિના કારણો સૂતક હોય તો પણ સૂતક ન હોય ત્યારે જેટલો આહાર બનતો હોય છે તેટલો જ આહાર દેખાય છે. જો બધા જ શિષ્ટો પુણ્ય માટે આહાર બનાવતા હોય તો દાન ન આપવાનો હોય તેવા (સૂતક વગેરેના) અવસરે એ (પુણ્યાર્થ) આહાર બનાવે નહિ. અથવા અલ્પ બનાવે. પણ તેવું (સૂતકાદિના પ્રસંગે અલ્પ આહાર બનાવતા હોય તેવું) કોઇ ઘરોમાં જોવામાં આવતું નથી. આનાથી એ સિદ્ધ થયું કે પોતાના કુટુંબાદિ માટે જોઇએ તેટલો આહાર બનાવનારા પણ હોય છે. તથા પોતાના કુટુંબ આદિ માટે જોઇએ તેટલો આહાર બનાવવામાં પણ યોગ્ય રીતે દાન થઇ શકે છે. લોકો પોતાના માટે બનાવેલા આહારમાંથી પણ કોળિયા વગેરે જેટલો આહાર સાધુઓને આપતા દેખાય છે.” (પચાશક-૧૩-૩૮).
પૂર્વપક્ષમાં પ્રસ્તુત અષ્ટકના બીજા શ્લોકમાં “જે પિંડ આપવાની બુદ્ધિથી પૂર્વે સંકલ્પિત નથી તેને કોઇ પણ દાતા કેવી રીતે આપે ?' ઇત્યાદિ જે કહ્યું, તથા ત્રીજા શ્લોકમાં “સગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા પણ નહી લઇ શકાય ઇત્યાદિ જે કહ્યું.” તેનું નિરાકરણ આ પ્રમાણે (આઠમા શ્લોકમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે) કર્યું.
લોકો પુણ્યાર્થ પાક કરતા નથી એ વિષે ગાથા આ છે-“જેઓ ધર્મના બહુ અર્થ નથી કે ધનનો વ્યય કરવાનું જાણતા નથી (=પણ છે) તેવા કેટલાક વિશિષ્ટ (સ્મૃતિ આદિ શાસ્ત્રોને માનનારા) લોકો પણ પુણ્યાર્થ આહાર બનાવતા નથી. તેમાં પણ ધર્મશાસ્ત્રોમાં કુશળ બુદ્ધિવાળા લોકો તો ખાસ પુણ્યાર્થ આહાર બનાવતા નથી. કારણ કે તે લોકો સમજતા હોય છે કે
संथरणंमि असुद्धं, दोण्हवि गेण्हंतदेंतयाणहियं । आउरदिट्ठतेणं, तं चेव हियं असंथरणे ॥२१॥
“જેમ કોઇ વેદ્ય જ્વરના રોગીને ઘેબર આપે તો આપનાર લેનાર બંનેને નુકશાન થાય છે. અને ભસ્મકરોગવાળાને ઘેબર આપે તો આપનાર લેનાર બંનેને લાભ થાય છે. તેમ જો શુદ્ધ આહારથી સાધુનો નિર્વાહ થઇ શકતો હોય તો અશુદ્ધ આહાર લેનાર-દેનાર બંનેને અહિતકર છે. તે (અશુદ્ધ) જ આહાર શુદ્ધ આહારથી નિર્વાહ ન થઇ શકતો હોય ત્યારે લેનાર-દેનાર બંનેને હિતકર છે.
આથી ભિક્ષા માટે ફરી જ ન શકાય એમ જે કહ્યું તે વચનમાત્ર છે, અર્થાત્ એવું કથન અર્થશૂન્ય છે. કારણ કે તેને સિદ્ધ કરનારી (પુણ્યાર્થ આહાર થાય છે એ) યુક્તિ એકાંતિક નથી.” (પંચાશક ૧૩-૪૨)
તેથી- અસંભવિત પિંડને ન કહેવાથી, અર્થાત્ સંભવિત પિંડને કહેવાથી.
આપણાની અસંભવિત પિડને કહેવાથી એવા હેતુથી જે અનાપ્તપણાની સંભાવના કરાઇ હતી, તે અનાપ્તપણાથી વિરુદ્ધ આપ્તપણાની.
યતિધર્મ અતિશય દુષ્કર છે– અસંકલ્પિત પિંડનો સંભવ હો, તો પણ અસંકલ્પિત પિંડથી જીવન નિર્વાહ કરવાનું દુષ્કર હોવાથી અસંકલ્પિત પિંડથી જીવનનિર્વાહ કરવાનું વિધાન કરનારા શાસ્ત્રના રચયિતાનું અનાપ્તપણું જ છે. આવી આશંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે કે (મૂળગુણ-ઉત્તરગુણોના સમુદાયરૂપ) યતિધર્મ અતિશય દુષ્કર (દુઃખપૂર્વક પાળી શકાય તેવું) છે એ પ્રસિદ્ધ જ છે. આનાથી (=દુષ્કર યતિધર્મ બતાવવાથી) આપ્તનું અનાપ્તપણું થતું નથી. કારણ કે મોક્ષનો યતિધર્મ સિવાય બીજો કોઇ ઉપાય નથી. જ્યાં