________________
અષ્ટક પ્રકરણ
૨૯૭.
૨૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક
અને કલ્પ છે એથી લીધેલા દેવદૂષ્ય વસ્ત્રનો અભાગ તેને આખો.
પ્રશ્ન- આ જ ગ્રંથમાં “અનુકંપાથી દીન આદિને આપવામાં (આગમમાં) પુણ્યબંધ કહ્યો છે.” (૭-૨) ઇત્યાદિથી સાધુને અસંયતને દાન આપવાનો નિષેધ કર્યો છે. તથા “સાધુ ગૃહસ્થની વેયાવચ્ચ ન કરે.” (દશર્વ. ચૂલિકા ર-ગાથા ૯) ઇત્યાદિથી આગમમાં સાધુને અસંયતને આપવાનો નિષેધ કર્યો છે. તેથી આ શ્રી મહાવીર ભગવાનનું) દાન કેવી રીતે વિરુદ્ધ ન થાય ?
ઉત્તર– “પોતપોતાની ભૂમિકાને ઉચિત હોય તે પ્રમાણે” (૨૭-૩માં) એવા વિશેષણનું ગ્રહણ કર્યું હોવાથી વિરોધ નથી. આ વિષયમાં લૌકિકો પણ કહે છે કે, “દેશ-કાળ અને રોગને આશ્રયીને તે અવસ્થા ઉત્પન્ન થાય છે કે જેમાં અકાર્ય કરવા જેવું થાય, અને કરવા જેવા કાર્યનો ત્યાગ કરે.” (૫)
एतदेव स्फुटयन्नाहइत्यमाशयभेदेन, नातोऽधिकरणं मतम् । अपि त्वन्यद् गुणस्थानं, गुणान्तरनिबन्धनम् ॥६॥
वृत्तिः- 'इत्थं' अनेनानन्तरोक्तेनावस्थौचित्ययोगलक्षणेन, यः 'आशयभेदो' अध्यवसायविशेषोऽनुकम्पाविशेषः कथमयं वराकः कर्मकान्तारोत्तारणेन निखिलासुखविरहभाजनं भविष्यतीत्यादिरूपस्तेन, 'न' नैव, 'अतो' असंयतदानात्, अधिक्रियते प्राणी दुर्गतावनेनेति 'अधिकरणं' दानेनासंयतस्य सामर्थ्यपोषणतः पापारम्भप्रवर्तनम्, 'मतं' इष्टं विदुषाम्, यतस्तदेवाधिकरणं यद् दुर्गतिनिबन्धनं, यत्पुनर्देहिनां बोधिनिमित्ततयापवर्गकारणं तत्कथं तदिति, अनेन च दानादनर्थस्यासंभव उक्तः । अथ अर्थप्राप्तिमाह'अपि तु' इत्यभ्युच्चये, 'अन्यत्' अधिकृतगुणस्थानकान्मिथ्याष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकम्, गुणानां ज्ञानादीनां स्थान विशेषो 'गुणस्थानं' मतमिति प्रकृतम्, किम्भूतम् ? विवक्षितगुणादन्यो गुणो गुणान्तरं सर्वविरत्यादिस्तस्य 'निबन्धनं' हेतु 'गुणान्तरनिबन्धनम' इति ॥६॥
આ જ વિષયને સ્પષ્ટ કરતા ગ્રન્થકાર કહે છે–
શ્લોકાર્થ– આ પ્રમાણે અધ્યવસાયવિશેષથી અસંયતદાનથી અધિકરણ (થાય એમ) ઇષ્ટ નથી, બલ્ક અન્યગુણોનું કારણ એવું અન્ય ગુણસ્થાન પ્રાપ્ત થાય) એમ વિદ્વાનોને ઇષ્ટ છે. (૬)
ટીકાર્થ– આ પ્રમાણે– હમણાં કહ્યું તેમ પોતપોતાની ભૂમિકાને ઉચિત હોય તે પ્રમાણે.
અધ્યવસાય વિશેષથી=આ બિચારો કર્મરૂપ જંગલને પાર પામવા વડે સર્વ દુઃખોના અભાવનું પાત્ર કેવી રીતે થશે ? એવી વિશેષ પ્રકારની અનુકંપાથી.
અધિકારણ- જેનાથી જીવ દુર્ગતિમાં જવાનો અધિકારી કરાય તે અધિકરણ. પ્રસ્તુતમાં અસંયતને દાન આપીને અસંયતની શક્તિનું પોષણ કરવા દ્વારા અસંયતને પાપવાળા આરંભમાં પ્રવર્તાવવો એ અધિકરણ છે. વિશેષ પ્રકારની અનુકંપાથી સાધુઓ વડે અપાતું અસંયત દાન આવું અધિકરણ બનતું નથી. કારણ કે તે જ અધિકરણ છે કે જે દુર્ગતિનું કારણ બને. પણ જે અસંયતદાન જીવોના બોધિનું કારણ હોવાથી મોક્ષનું કારણ