________________
અષ્ટક પ્રકરણ
૧૮૦
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક
विन्दसंरक्षणाय प्राकारादियत्नाः कर्तुं युज्यन्ते, अहिंसासाधनानि च सत्यादीनीति सर्वास्तिकानां सम्मतमेव, विशेषतो जैनानाम् । यथोक्तम्- "एक्कं चिय इत्य वयं, निद्दिटुं जिणवरेहिं सव्वेहिं । पाणाइवायविમાનવણેસા તરફ વળgnશા” તિ રૂા.
આ પ્રમાણે થયે છતે સત્ય વગેરેનું શું થાય તે કહે છે –
શ્લોકાર્થ – હિંસાનો સર્વથા (=સર્વપ્રકારોથી) અભાવ થવાથી અહિંસા પણ પરમાર્થથી ઘટતી નથી. અહિંસાના અભાવમાં સત્ય આદિ સઘળા ગુણો પણ ઘટતા નથી. કારણ કે સત્ય આદિ અહિંસાના સાધન છે=અહિંસાના પાલન માટે છે.(૩)
ટીકાર્થ– અહિંસા=હિંસાની નિવૃત્તિ.
“અહિંસા પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–આત્મા નિષ્ક્રિય હોવાથી કેવળ હિંસા ઘટતી નથી એમ નહિ, કિંતુ અહિંસા પણ ઘટતી નથી.
અહિંસા ભલે ન ઘટે, સત્ય વિગેરે ધર્મસાધનો થશે એવી આશંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે કે-કેવલ અહિંસા ઘટતી નથી એમ નહિ, કિંતુ સત્ય વગેરે સઘળા ગુણો પણ ઘટતા નથી. કારણ કે સત્ય વિગેરે ગુણો અહિંસાનાં સાધન છે. સાધ્યના અભાવમાં સાધનનું આચરણ નિરર્થક જ બને. આકાશપુષ્યના રક્ષણ માટે કિલ્લા વગેરેને બનાવવાનો પ્રયત્ન કરવો એ યોગ્ય નથી. સત્ય વગેરે અહિંસાનાં સાધનો છે એ સર્વ આસ્તિકોને સંમત જ છે. તેમાં પણ જેનોને વિશેષથી સંમત છે. કહ્યું છે કે, “સઘળા જિનવરોએ ધર્મમાં પ્રાણાતિપાત વિરમણ રૂ૫ એક જ વ્રત કહ્યું છે. બીજાં સત્ય વગેરે વ્રતો અહિંસાવિરમણ વ્રતના રક્ષણ માટે છે.”(૩).
यदि सत्यादीन्यपि हिंसाया अभावान्नोपपद्यन्ते ततः किमित्याहततः सनीतितोऽभावा-दमीषामसदेव हि । सर्वं यमाद्यनुष्ठानं, मोहसङ्गत्तमेव वा ॥४॥
वृत्तिः- 'ततः' इत्युपसंहारे, तस्मादेवं स्थिते सति, 'सन्नीतितः' शोभनन्यायानिष्क्रियोऽसावित्यादिनोक्तलक्षणात्, ‘अभावात्' अविद्यमानत्वात्, 'अमीषाम्' अहिंसादीनाम्, 'असदेव' अविद्यमानमेव न साद्भाविकम्, 'हिशब्दो' वाक्यालङ्कारे, 'सर्वम्' अशेषम्, 'यमाद्यनुष्ठानं' यमनियमासेवनम्, आपद्यत इति शेषः, तत्र यमा हिंसादिनिवृत्तयः, नियमास्तु शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि, अथोपचारात् सत्तदिष्यते तत्राह- 'मोहसङ्गतमेव वा', उपचारात् सदपि तदज्ञानयुक्तमेव, न पुनर्ज्ञानसङ्गतम्, तथाहिएकस्वभावस्यात्मनो मुक्तेरसम्भवात्तदर्थमनुष्ठानमज्ञानसङ्गतमेव, 'वाशब्दो' विकल्पार्थ इति ॥४॥
જો હિંસાનો અભાવ થવાથી સત્ય વગેરે ગુણો ઘટતા નથી તો શું થાય તે કહે છે–
લોકાઈ– આ પ્રમાણે નિશ્ચિત થયે છતે સુનીતિથી અહિંસા વગેરેનો અભાવ થવાથી યમ આદિનું સઘળું આસેવન અસત્ જ સિદ્ધ થાય છે, અથવા મોહ-યુક્ત જ છે. (૪). ९२. एकमेवात्र व्रतं निर्दिष्टं जिनवरैः सर्वैः । प्राणातिपातविरमणमवशेषाणि तस्य रक्षार्थाय इति ॥१॥