________________
૨૪-પુણ્યાનુબંધિપુણ્યાદિચતુર્ભગી અષ્ટક
वृद्धं येषां ते ज्ञानवृद्धाः तेषां प्रसादः प्रसन्नता 'ज्ञानवृद्धप्रसादः ' तेन, किमभिव्यक्तिमात्रमेव, नेत्याह‘વૃદ્ધિ ચ’ વિપુત્તતાં ચ, ‘રાજ્:’ સમુયે, ‘આખોતિ’ નમતે, ‘અનુત્તાં' અવિધમાનપ્રધાનતરાં, માર્ગगामित्वमिति प्रकृतमिति ॥७॥
અષ્ટક પ્રકરણ
૨૬૯
જો ચિત્ત વિશુદ્ધ ન થાય તો શું થાય તે કહે છે—
શ્લોકાર્થ— અસંક્લિષ્ટ ચિત્તરૂપ રત્ન આંતરધન કહેવાય છે. જેનું તે ચિત્તરત્ન દોષોથી ચોરાઇ ગયું તેને વિપત્તિઓ જ બાકી રહે છે. (૭)
ટીકાર્થ— અસંક્લિષ્ટ=રાગાદિ સંક્લેશોથી રહિત.
ચિત્તરૂપરત્ન— જેવી રીતે રત્ન નિર્મલ સ્વભાવવાળું હોય અને ઉપાધિથી તેમાં વિકારો ઉત્પન્ન કરાય છે, તેમ ચિત્ત પણ નિર્મલ સ્વભાવવાળું છે અને ઉપાધિથી તેમાં વિકારો ઉત્પન્ન કરાય છે. આમ નિર્મલ સ્વભાવ અને ઉપાધિથી વિકારોની ઉત્પત્તિ વગેરેની બંનેમાં સમાનતા હોવાના કારણે અહીં ચિત્તને રત્નની ઉપમા આપી છે.
આંતર=આધ્યાત્મિક.
દોષોથી=રાગાદિ દોષોથી.
વિપત્તિઓ જ બાકી રહે છે— અસંક્લિષ્ટ ચિત્તરૂપ રત્નના અભાવમાં હર્ષ-વિષાદ આદિ રૂપ વિપત્તિઓ કે કુગતિમાં ગમન રૂપ વિપત્તિઓ જ બાકી રહે છે. (૭)
બીજાઓ આ સાતમો શ્લોક કહેતા નથી. એના સ્થાને આ (=હવે કહેવાશે તે) શ્લોક કહે છે-આગમ વિશુદ્ધ ચિત્ત જ્ઞાનવૃદ્ધોથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું. તેમાં આવું ચિત્ત સદ્ (=વિદ્યમાન) ઉત્પન્ન થાય છે કે અસદ્ ? જો સદ્ ઉત્પન્ન થાય છે એવો પક્ષ છે તો એ પક્ષ યુક્ત નથી. કારણકે સદ્ની ઉત્પત્તિ ન થાય. આકાશની જેમ. જો સની પણ ઉત્પત્તિ થાય તો ઉત્પત્તિના અવિરામનો પ્રસંગ આવે, અર્થાત્ સતત ઉત્પત્તિ થયા જ કરે. હવે જો અસદ્ એ પક્ષ છે તો તે પણ યુક્ત નથી. કારણકે સર્વથા અસત્ની ઉત્પત્તિ ન થાય. આકાશ કમળની જેમ. અહીં ઉત્તર કહે છે—
શ્લોકાર્થ— ચિત્તનું સ્વભાવથી વિદ્યમાન પણ માર્ગગામિત્વ=આગમવિશુદ્ધિ જ્ઞાનવૃદ્ધોની પ્રસન્નતાથી અવશ્ય વ્યક્ત થાય છે અને અનુત્તરવૃદ્ધિને પામે છે.
ટીકાર્થ— વિદ્યમાન પણ— એ સ્થળે રહેલા પણ શબ્દથી પ્રગટપણે અવિદ્યમાન પણ સમજવું. ચિત્તની આગમવિશુદ્ધિ અપ્રગટપણે વિદ્યમાન છે અને પ્રગટપણે અવિદ્યમાન છે=વિદ્યમાન નથી. આનાથી એકાંતે સત્ત્વપક્ષમાં અને એકાંતે અસત્ત્વપક્ષમાં કહેલ દોષનો પરિહાર (=ત્યાગ) થાય છે.
જ્ઞાનવૃદ્ધોની પ્રસન્નતાથી ચિત્તનું માર્ગગામિત્વ અવશ્ય વ્યક્ત થાય છે એમ કહીને માર્ગગામિત્વને વ્યક્ત ક૨વામાં જ્ઞાનવૃદ્ધોની પ્રસન્નતા અવ્યભિચારી (=નિષ્ફળ ન બને તેવું) કારણ છે એમ કહ્યું.
જ્ઞાનવૃદ્ધ=શાનથી મહાન તે જ્ઞાનવૃદ્ધ. અથવા જેમનું જ્ઞાન વૃદ્ધ (=ઘણું) છે તે જ્ઞાનવૃદ્ધ. અનુત્તર=જેનાથી અન્ય ઉત્તર=પ્રધાન ન હોય તે અનુત્તર, અર્થાત્ બીજાઓમાં ન હોય તેવી માર્ગગામિત્વની વૃદ્ધિને પામે છે.