________________
અષ્ટક પ્રકરણ
૧૧૪
૮-પ્રત્યાખ્યાન અષ્ટક
એટલે પ્રવૃત્તિથી પ્રતિકૂળપણ, આ એટલે મર્યાદાથી, ખ્યાન એટલે કહેવું. (=પ્રતિજ્ઞા કરવી.)
- નિષેધથી (=મારે કંદમૂળ ન વાપરવું એમ નિષેધથી) કે વિધિથી (=મારે આજે દૂધ જ વાપરવું એમ વિધાનથી) પ્રતિજ્ઞા કરવી તે પ્રત્યાખ્યાન.
દ્રવ્યથી જો કે પ્રત્યાખ્યાનના વિષયમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ સચિત્ત આદિમાં, અથવા જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે અશન આદિમાં, અથવા પ્રત્યાખ્યાનનાં સૂત્રોનો ઉચ્ચાર કરવામાં હેતુ એવા તાળવું, હોઠ વગેરેમાં કરવામાં આવે છે. તો પણ અહીં દ્રવ્યશબ્દ–
(૧) અપ્રધાનતા (=અયોગ્યતા) અર્થમાં જાણવો. કારણકે આગમમાં ઘણીવાર ( મોટા ભાગે) અપ્રધાનતા અર્થવાળા દ્રવ્યશબ્દનો પ્રયોગ છે. કહ્યું છે કે-“શાસ્ત્રમાં કોઇ કોઇ સ્થળે અપ્રધાનતા (=અયોગ્યતા) અર્થમાં પણ દ્રવ્યશબ્દનો પ્રયોગ જોવામાં આવ્યો છે. જેમકે અંગારમર્દક દ્રવ્ય આચાર્ય છે. અહીં દ્રવ્ય આચાર્ય એટલે આચાર્યપદની યોગ્યતાથી રહિત હોવાથી અપ્રધાન દ્રવ્ય આચાર્ય.
પ્રશ્ન- અંગારામર્દક આચાર્ય આચાર્યપદને અયોગ્ય કેમ છે ? ઉત્તર– તે અભવ્ય હોવાથી આચાર્યપદને અયોગ્ય છે.”
(પંચાશક ૬-૧૩) તેથી દ્રવ્યથી પ્રત્યાખ્યાન એટલે અપ્રધાન ભાવને આશ્રયીને પ્રત્યાખ્યાન, અર્થાત્ અપ્રધાન પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનની અપ્રધાનતા પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનાં વિવલિત (=મોક્ષ વગેરે) ફલનું પ્રસાધક ન હોવાથી છે.
(૨) અથવા અહીં દ્રવ્યશબ્દ કારણ અર્થમાં છે. કહ્યું છે કે
“જે અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ બને તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ કહેવાય. કારણકે શાસ્ત્રમાં દ્રવ્ય શબ્દ પ્રાયઃ કોઇ જાતના ઉપચાર વિનાજ યોગ્યતા અર્થમાં પ્રસિદ્ધ છે, અર્થાત્ જેમાં ભાવરૂપે બનવાની યોગ્યતા હોય તેને દ્રવ્યશબ્દથી સંબોધવામાં આવે છે.
પ્રબ– દ્રવ્યશબ્દ યોગ્યતા અર્થમાં પ્રસિદ્ધ છે એમ શી રીતે જાવું?
ઉત્તર– શાસ્ત્રમાં અનેક પ્રકારે તેવા જુદા જુદા પ્રયોગો જોવા મળતા હોવાથી તેમ જાણ્યું છે. કોઇ કોઇ સ્થળે અયોગ્યતા અર્થમાં પણ દ્રવ્યશબ્દનો પ્રયોગ જોવા મળે છે. આથી જ અહીં પ્રાયઃ કહ્યું છે.” (પંચાશક ૬-૧૦)
માટીનો પિંડ દ્રવ્ય ઘટ છે. સુશ્રાવક દ્રવ્ય સાધુ છે. સાધુ દ્રવ્યદેવ છે. ઇત્યાદિ અનેક પ્રયોગો શાસ્ત્રમાં છે. માટીનો પિંડ દ્રવ્ય ઘટ છે એટલે માટીનો પિંડ દ્રવ્યથી યોગ્યતાથી ઘટ છે. માટીનો પિંડ સ્વરૂપે તો માટીનો પિંડ જ છે. પણ તેનામાં ઘટરૂપે બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્યઘટ કહી શકાય. સુશ્રાવક દ્રવ્યથી યોગ્યતાથી સાધુ છે, અર્થાત્ સુશ્રાવક સાધુ બનવાની યોગ્યતાવાળો હોવાથી દ્રવ્યસાધુ છે. સાધુ દ્રવ્યથી=યોગ્યતાથી દ્રવ્યદેવ છે, અર્થાત્ સાધુ દેવ બનવાની યોગ્યતાવાળો હોવાથી દ્રવ્યદેવ છે.”(પંચાશક ૬-૧૧)
તેથી દ્રવ્ય પ્રત્યાખ્યાન છે એનો અર્થ એ છે કે ભાવપ્રત્યાખ્યાનની યોગ્યતા હોવાના કારણે દ્રવ્યથી પ્રત્યાખ્યાન છે.