________________
અષ્ટક પ્રકરણ
૩૭
૨-સ્નાન અષ્ટક
૧) ભાવનું કારણ એવા શુભધ્યાનને આશ્રયીને થતું સ્નાન ભાવાન છે, અર્થાત્ શુભધ્યાન એ ભાવસ્નાન છે. ૨) અથવા શુદ્ધિ કરવા યોગ્ય ઉપયોગની સત્તારૂપ જીવને આશ્રયીને થતું સ્નાન ભાવથી સ્નાન છે, અર્થાત્
જેનાથી જીવની શુદ્ધિ થાય તે ભાવસ્નાન છે. ૩) અથવા દૂર કરવા યોગ્ય અને ઔદયિક ભાવનું કારણ એવાં જે કર્મો એ કર્મરૂપ મલની સત્તાને આશ્રયીને
અથવા કર્મમલરૂપ પદાર્થને આશ્રયીને (Fકર્મરૂપ મલને દૂર કરવા માટે) થતું સ્નાન ભાવથી સ્નાન છે. ૪) અથવા ભાવથી એટલે પરમાર્થથી.
નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ ચાર પ્રકારે પણ સ્નાન છે. પણ અહીં એ ચાર પ્રકારના સ્નાનનો ઉલ્લેખ કર્યો નથી. કારણ કે નામ અને સ્થાપના એ સ્નાન માત્ર પ્રરૂપણા કરવામાં જ ઉપયોગી છે. જેવી રીતે જિનના નામ અને સ્થાપના પ્રમોદનું કારણ હોવાથી અને પૂજાનો વિષય હોવાથી ( જિનના નામ-સ્થાપનાની પૂજા હોવાથી) ઉપયોગી છે તેવી રીતે સ્નાનના નામ અને સ્થાપના ઉપયોગી નથી.
અથવા મૂળ ગાથામાં રહેલ પવાર (=જ કાર) નો સંબંધ દિયા (બે પ્રકારે) એ પદની સાથે છે. તેથી અર્થ આ પ્રમાણે થાય– સ્નાન બે પ્રકારનું જ કહ્યું છે, સાત પ્રકારનું નહિ. જેમ કે કોઇક કહે છે કે-“બ્રહ્માએ જાતે જ બ્રહ્મચારી એવા રષિઓની દ્રવ્ય-ભાવ વિશુદ્ધિ માટે સાત પ્રકારનાં સ્નાન કહ્યાં છે.” (૧)
આગ્નેય, વારણ, બાહ્ય, વાયવ્ય, દિવ્ય, પાર્થિવ અને માનસ એમ સાત પ્રકારના સ્નાન કહ્યાં છે.” (૨) ૧) “ભસ્મથી (=શરીરે ભસ્મ લગાડીને) થતું સ્નાન આગ્નેય છે. ૨) પાણીનું અવગાહન કરીને ( નદી આદિના પાણીથી) થતું સ્નાન વારુણ સ્નાન છે. ૩) મંત્રથી (=મંત્રોચ્ચારથી) થતું સ્નાન બાહ્ય જ્ઞાન છે. ૪) ગાયોની (ઉડતી) રજથી થતું સ્નાન વાયવ્ય સ્નાન છે. ૫) સૂર્યથી જોવાયેલી વૃષ્ટિથી થતું સ્નાન દિવ્ય છે. ૬) માટીથી (=શરીરે માટી ઘસીને) થતું નાન પાર્થિવ સ્નાન છે. ૭) મનની શુદ્ધિ માનસ સ્નાન છે. એમ ઋષિઓ જાણે છે.” (૩)
આ રીતે સાત પ્રકારના સ્નાનનું કથન નિરર્થક છે. કારણ કે જે સ્નાન બાહ્ય મળને ધોવામાં સમર્થ છે તે સઘળું દ્રવ્ય સ્નાન જ છે. જે સ્નાન આંતરિક મલને દૂર કરવા માટે સમર્થ છે તે ભાવસ્નાન છે. પણ જે સ્નાન બીજી રીતે (=શરીરને પણ શુદ્ધ ન કરે તેવું) છે તે સ્નાન જ નથી. ગાયોની રજથી અને મંત્રથી મલ દૂર થાય તેવું જોવામાં આવતું નથી. આથી બરોબર કહેવાય છે કે સ્નાન બે પ્રકારે જ છે.
અથવા દ્રવ્યથી બે પ્રકારે જ અને ભાવથી બે પ્રકારે જ સ્નાન છે એમ થિી શબ્દનો પ્રયોગ છે. પ્રધાન અને અપ્રધાન એવા બે ભેદથી સ્નાન બે પ્રકારે છે, અને તે હવે પછી બતાવવામાં આવશે.
અથવા મૂળ ગાથામાં વ્યસ્ત માવતીએમ પાઠાંતર છે. પાઠાંતરમાં વંશા ઉપદર્શન અર્થમાં છે. તેથી અર્થ આ પ્રમાણે થાય- દ્રવ્યથી અને ભાવથી એ રીતે બે પ્રકારે સ્નાન તત્ત્વવેત્તાઓએ કહ્યું છે.