________________
અષ્ટક પ્રકરણ
૧૧૦
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
यत्वान्मोक्षस्य । यदाह-"जम्हा न मोक्खमग्गे, मोत्तूणं आगमं इह पमाणं । विज्जइ छउमत्याणं, तम्हा तत्येव जइयव्वं ॥शा' किम्भूतेन 'अन्यव्यापारशून्येन' शास्त्रार्थकरणव्यतिरिक्तलोकयात्रादिकर्तव्यविरहितेन, व्यापारान्तरेण हि शास्त्रार्थकरणबाधा भवतीति, 'कर्तव्यो' विधेयः । किं प्रतिनियत (त) कालम् ? नेत्याह- 'सर्वदैव' सदैवाऽऽजन्मापीत्यर्थः, 'हिशब्दो' वाक्यालङ्कारार्थो यस्मादर्थो वा, ततश्च यस्माच्छास्त्रार्थ एव कर्तव्यस्तस्मात्प्रच्छन्नमेव भोजनं विधेयमिति प्रक्रम इति ॥७॥
શાસ્ત્રનો બાધ થાઓ એમ જો કોઇ કહે તો તે બરોબર નથી એમ ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ–મુમુક્ષુએ અન્ય વ્યાપારથી રહિત બનીને જીવન પર્યંત યથાશક્તિ પ્રયત્નથી શાસ્ત્રાર્થ (ત્રશાસ્ત્રમાં કહ્યા મુજબ ધર્મપ્રવૃત્તિ) કરવો જોઇએ.(૭)
ટકાથ– મુમુક્ષુ=મોક્ષને મેળવવાની ઇચ્છાવાળો. મુમુક્ષુએ શાસ્ત્રાર્થ કરવો જોઇએ. કારણ કે શાસ્ત્રાર્થ મોક્ષનો અસાધારણ ઉપાય છે. કહ્યું છે કે- “કારણ કે મોક્ષમાર્ગમાં છવસ્થજીવોને પરમાર્થથી એક આગમને છોડીને પ્રત્યાખ્યાન વિગેરે પ્રમાણ નથી, અર્થાત્ આગમના આધારે જ પ્રત્યાખ્યાન વગેરે પ્રમાણે છે. માટે કદાગ્રહને છોડીને આગમમાં જ પ્રયત્ન કરવો જોઇએ એટલે કે જિજ્ઞાસાપૂર્વક કર્મોથી આગમનું શ્રવણ કરીને આગમમાં કહ્યા પ્રમાણે અનુષ્ઠાનો કરવા જોઇએ. અગીતાર્થજનોની આચરણા પ્રમાણે કરનારા ન બનવું જોઇએ. (પંચવસ્તુ ૧૭૦૭).
અન્ય વ્યાપારથી રહિત બનીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અનુષ્ઠાનો કરવા સિવાય અન્ય લોકવ્યવહારથી થતાં કર્તવ્યોથી રહિત બનીને. લોકવ્યવહારથી થતાં કર્તવ્યોથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવામાં બાધા થાય છે, અર્થાતુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કરી શકાય.
જીવનપર્યત– શું પ્રતિનિયત કાળ સુધી શાસ્ત્રાર્થ કરવો જોઇએ ? ના, જીવનપર્યત શાસ્ત્રાર્થ કરવો જોઇએ.
યથાશક્તિ– સંઘયણ આદિથી હીન–અલ્પ સામર્થ્યવાળા જીવ માટે સંપૂર્ણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવું દુષ્કર છે. આથી આ ઉપદેશ અશક્ય અનુષ્ઠાન સંબંધી છે, અર્થાતુ ન આચરી શકાય તેવો છે. આના જવાબમાં અહીં કહ્યું કે યથાશક્તિ શાસ્ત્રાર્થ કરવો જોઇએ. યથાશક્તિ એટલે શરીરબળનું ઉલ્લંઘન ન કરવું. યથાશક્તિ શાસ્ત્રાર્થ કરવામાં આરાધના કહી છે. કહ્યું છે કે-“ચારિત્ર-તપ-કૃતમાં વીર્યને ન છુપાવતો જીવ ચરણ-તપશ્રુતનો વિરાધક બનતો નથી=આરાધક બને છે. જો સંયમમાં પણ વીર્યને ન છુપાવે તો ચારિત્રને હીન ન કરે, અર્થાત્ તેના ચારિત્રમાં ખામી ન આવે.” (આવ. નિ. ૧૧૬૯).
પ્રયત્નથી– ઘણા આદરથી. અનાદર કરવામાં ખેડૂતોની જેમ વિવલિત ફલની સિદ્ધિ ન થાય, અર્થાત્ જેમ ખેડૂતો ખેતીમાં અનાદર કરે તો ધાન્યપ્રાપ્તિ રૂપ ફળની સિદ્ધિ ન થાય તેમ મુમુક્ષુઓ શાસ્ત્રાર્થમાં અનાદર કરે તો મોક્ષ (વગેરે) ફળની સિદ્ધિ ન થાય. ६१. यस्मान्न मोक्षमार्गे मुक्त्वागममिह प्रमाणम् । विद्यते छद्मस्थानां तस्मात्तत्रैव यतितव्यम् ॥१॥ ૧. પંચવસ્તુક ગ્રંથમાં “મોમ ” એ પદના સ્થાને મને એવું પદ છે.