________________
અષ્ટક પ્રકરણ
૨૮૫
ર૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક
इति तस्मात् 'तदेव' बुद्धदानमसङ्ख्यातमेव, 'इह' दानविचारे, 'तत्' इति महादानम्, 'युक्तं' सङ्गतम्, कुत इत्याह- 'महच्छब्दोपपत्तितः' महध्वनेस्तत्रैव बुद्धदान उपपद्यमानत्वात्, सङ्ख्यातदानापेक्षया असङ्ख्यातदानस्यानुपचरितमहत्त्वसिद्धेरिति ॥२॥
આ પ્રમાણે જિનના મહાદાનનું વિરુદ્ધપણું =વિરોધ) કહીને બુદ્ધના મહાદાનની સંગતિને કહેવા માટે અન્ય કહે છે
શ્લોકાર્થ– બીજાઓ બીજાઓનું દાન અસંખ્ય છે એમ પોતાના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરે છે. તેથી અહીં બુદ્ધનું અસંખ્યાત દાન જ મહાદાન તરીકે સંગત છે. કારણ કે મહત્ (મહા) શબ્દ અસંખ્યાત દાનમાં જ ઘટે છે. (૨)
ટીકાર્થ– બીજાઓ=બોદ્ધો. બીજાઓનું મહાસત્ત્વોનું. અસંખ્ય- પરિમાણથી રહિત.
મહાસત્ત્વોનું દાન અસંખ્ય છે એમ બૌદ્ધો પોતાના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરે છે. તે આ પ્રમાણે“ફેલાયેલા અને પર્વતની સ્પર્ધા કરનારા આ સુવર્ણના ઢગલા છે. આ રનના સમૂહો સૂર્યની પ્રભાનો પરાભવ કરીને ( ઝાંખી કરીને) પ્રકાશે છે. મોટા મોતીઓના સમૂહથી રચેલા અને તારાઓની શ્રેણિ જેવા દેદીપ્યમાન આ હારો છે, કે જેમને ઇચ્છા પ્રમાણે લઇને લોક જાણે પોતાના ઘરમાંથી પોતાના લઇને જતો હોય તેમ
જાય છે.”
અહીં– દાનની વિચારણામાં.
મહતું (મહા) શબ્દ અસંખ્યાત દાનમાં જ ઘટે છે. કારણ કે સંખ્યાતદાનની અપેક્ષાએ અસંખ્યાતદાન ઉપચાર વિના (=પરમાર્થથી) મહાન તરીકે સિદ્ધ થાય છે. (૨)
ततः किमित्यत आहततो महानुभावत्वात्, तेषामेवेह युक्तिमत् । जगद् गुरुत्वमखिलं, सर्वं हि महतां महत् ॥३॥
वृत्तिः- यतो बोधिसत्त्वानां महच्छब्दोपपत्तितो महादानं युक्तं 'ततः' तस्मान्महादानयोगात्, 'महानुभावत्वात्' अचिन्त्यशक्तियुक्तत्वात्, 'तेषामेव' बोधिसत्त्वानामेव, न जिनस्य, 'इह' अस्मिन् लोके, 'युक्तिमत्' सोपपत्तिकम्, किं तदित्याह- 'जगद्गुरुत्वं' भुवनभर्तृत्वम्, किम्भूतमित्याह- अविद्यमानं खिलं गुरुत्वाविषयो यत्र जगद्गुरुत्वे तत् 'अखिलं' सर्वव्यापकं सम्पूर्णमिति यावत्, कुत एतदेवमित्याह- 'सर्व' निरवशेषं दानादिक्रियाजालम्, 'हि' यस्मात्, ‘महतां' महासत्त्वानाम्, 'महत्' सातिशयं भवति, अतो महादानयोगात् एव महानुभावा जगद्गुरवश्च भवन्ति नान्य इति, इह च तेषामिति धर्मी, जगद्गुरुत्वं साध्यम्, महानुभावत्वं हेतुः, महतां महदिति च हेत्वसिद्धतापरिहार इति ॥३॥