________________
અષ્ટક પ્રકરણ
પટ
૩-પૂજા અષ્ટક
ઉત્તરપક્ષ- એ પ્રમાણે ન કહેવું. શેષ (ચાર) જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થ કેવળજ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. તેથી શેષ (ચાર) જ્ઞાન નિરર્થક હોવાથી નાશ પામ્યા એમ ઉપદેશ કરાય છે. કોઇક માને છે કે જિનબિંબની પ્રતિષ્ઠામાં જિનની ત્રણ અવસ્થાની કલ્પના કરાય છે. તેથી બાલ અવસ્થાને આશ્રયીને સ્નાન કરાય છે. દીક્ષાની અવસ્થાને ઉચિત પ્રભુને રથમાં બિરાજમાન કરાય છે, અને પુષ્પપૂજા કરાય છે. કેવલ્ય અવસ્થાને આશ્રયીને વંદન કરાય છે. આવું જેઓ માને છે તેમના મતનું ગાથાના આ પૂર્વાર્ધથી નિરાકરણ કરે છે. તે આ પ્રમાણે-આઠ અપાયોની વિનિમુક્તિ દ્વારા ( આઠ અપાયોની મુક્તિને લક્ષમાં રાખીને) કરાતી પૂજા ગૃહસ્થ અવસ્થાનો વિષય કરતી નથી, અર્થાતું ગૃહસ્થાવસ્થાને જણાવતી નથી, કિંતુ કેવલ્યાવસ્થાનો જ વિષય કરે છે = કેવલ્યાવસ્થાને જ જણાવે છે.
પૂર્વપક્ષ આઠ અપાયોથી વિનિર્મુક્તિનું આલંબન લઇને કૈવલ્યાવસ્થામાં પૂજા કરવી જોઇએ એ વિચારણીય છે. કારણ કે ચારિત્રીને સ્નાન વગેરે ન ઘટે. જો કેવલ્યાવસ્થામાં જિનને સ્નાન વગેરે ઘટી શકે તો તેની જેમ સાધુઓને પણ સ્નાનાદિનો પ્રસંગ આવે. અને જિનનું આચરણ આલંબન લેવા યોગ્ય નથી એવું નથી. અન્યથા (=જિનનું આચરણ આલંબન લેવા યોગ્ય ન હોય તો) ભગવાન મહાવીરથી આચરણનો નિષેધ કરવા માટે (પોતાના આચરણનું આલંબન લઇને સાધુઓ ખોટી પ્રવૃત્તિ ન કરે એ માટે) પરિણત (=અચિત્ત) થયેલા પાણી આદિનો નિષેધ કેવી રીતે કરાય ? સંભળાય છે કે એકવાર તળાવમાં રહેલા પાણીને સ્વાભાવિક રીતે જ અચિત્ત થયેલું, તલના સમૂહને અચિત્ત થયેલો, સ્થડિલના (=મળવિસર્જન કરવાના) પ્રદેશને અચિત્ત થયેલો જોઇને પણ ભગવાન મહાવીરે તેના પ્રયોજનવાળા પણ સાધુઓને (=સાધુઓને ખૂબ તરસ લાગી હતી તેથી અચિત્ત પાણીની જરૂર હતી, કેટલાક સાધુઓને ખૂબ ભૂખ લાગી હતી તેથી તલની જરૂર હતી, કેટલાક સાધુઓને મળવિસર્જન કરવાની જરૂરિયાત હતી, આમ તેના પ્રયોજનવાળા પણ સાધુઓને) તેના સેવન માટે (જલપાન કરવા આદિ માટે) પ્રવૃત્તિ ન કરાવી. તેનું કારણ એ છે કે અમારા આ જ આચરણનું આલંબન લઇને આચાર્યો અન્ય સાધુઓને તેમાં ન પ્રવર્તાવે, અને સાધુઓ તે જ પ્રમાણે પ્રવૃત્તિ ન કરે.
ઉત્તરપક્ષ તમારું કથન સાચું છે. પણ જિનપ્રતિમાનો કલ્પ ભિન્ન મનાય છે. અહીં ભાવ એ છે કે જેવી રીતે ભાવ અરિહંત પ્રત્યે વર્તન થાય તેવી જ રીતે સ્થાપના અરિહંત પ્રત્યે પણ વર્તન ન થાય. આથી જ ગૌતમ વગેરે સાધુઓ ભગવાનની પાસે રહેતા હતા. તેથી તેમની પ્રતિમાની પાસે રહેવા માટે તો તેમને નિષેધ કહ્યો છે. કહ્યું છે કે-“જો કે જિનમંદિર વગેરે ભક્તિથી કરાયું છે. આધાકર્મ (=સાધુઓ માટે કરાયેલું) નથી, તો પણ તેમાં રહેવાનો ત્યાગ કરનારાઓએ નિચ્ચે જિનેશ્વરની ભક્તિ કરી છે. અન્યથા (=સાધુઓ જિનમંદિરમાં રહે તો) જિનેશ્વરોની ઘણી આશાતના થાય. સ્નાન કરાયેલી પણ કાયા દુર્ગધ અને પરસેવાને ઝરાવે છે, તથા અધોવાયુનો અને ઉચ્છવાસ-નિઃશ્વાસનો સંચાર એમ શરીરમાં બે પ્રકારનો વાયુમાર્ગ છે. તે કારણથી સાધુઓ જિનમંદિરમાં રહેતા નથી.” (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા ૧૪૭-૧૪૯) તેથી જ સાધ્વીઓ દંડકને સ્થાપનાચાર્ય તરીકે સ્થાપે છે. અન્યથા (=ભાવજિન અને સ્થાપનાજિનમાં ભેદ ન હોય તો) સાધ્વીઓ જેવી રીતે ભાવાચાર્યની પાસે પ્રતિક્રમણ કરતી નથી. તેવી રીતે સ્થાપનાચાર્યની પાસે પણ ન કરે. સાધ્વીઓ પ્રવર્તિનીને સ્થાપે છે તેમ ન કહેવું. કારણ કે પ્રતિક્રમણના કાળે જ ચૈત્યવંદનના (દેવવંદનના) અવસરે શ્રી મહાવીર આદિની અવશ્ય કલ્પના કરવી જોઇએ. આથી તે દોષ (=રાતે ભગવાન પાસે રહેવાનો દોષ) સમાન છે. અર્થાત્ રાતે