________________
અષ્ટક પ્રકરણ
૭૨
૪-અગ્નિકારિકા અષ્ટક
રાજ્ય વગેરેથી લાગેલા પાપને દાનથી શુદ્ધ કરીશું એમ માનતા નથી. કારણકે તેઓ મોક્ષ માટે જ પૂજા વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. મોક્ષ માટે ફરમાવાયેલા અને આગમને અનુસરનારા વીતરાગપૂજાદિ અનુષ્ઠાનનું મુખ્ય ફલ મોક્ષ જ છે. રાજ્ય વગેરે તો પ્રાસંગિક ફલ છે. તેથી ગૃહસ્થ પૂજા વગેરે કરવું જોઇએ. દીક્ષિત અને ગૃહસ્થ એ બેના અનુષ્ઠાનના ફલમાં આનન્તર્ય અને પારંપર્યથી કરાયેલો જ ભેદ છે. અર્થાતુ દીક્ષિતને અનંતર મોક્ષ મળે છે. અને ગૃહસ્થને પરંપરાએ મોક્ષ મળે છે. (આમ બંનેના અનુષ્ઠાનનું ફળ મોક્ષ જ છે. (૬)
दीक्षितस्यापि सम्पदर्थित्वे सति युक्ता द्रव्याग्निकारिकेत्याशङ्कानिराकरणायाहमोक्षाध्वसेवया चैताः, प्रायः शुभतरा भुवि । जायन्ते ह्यनपायिन्य, इयं सच्छास्त्रसंस्थितिः ॥७॥
वृत्ति:-'मोक्षो' निर्वाणं तस्याध्वा मार्गः सम्यग्दर्शनज्ञानचरणलक्षणस्तस्य सेवाऽनुष्ठानं 'मोक्षाદ્વસેવા' તયા, “ર” શઃ પુન:શબ્દાર્થઃ, તતનિશાપિશાયા: #ાર્યમૂતા: ૫ પાપયા મા, मोक्षाध्वसेवया पुनः शुभतरा भवन्तीत्यर्थो लभ्यते, अवधारणार्थो वा चशब्दस्तेन मोक्षाध्वसेवयैव नाऽग्निकारिकाकरणतः ‘एता' अनन्तरोदिता अग्निकारिकाफलभूताः सम्पदः, 'प्रायो'बाहुल्येन प्रायोग्रहणं च कस्यापि मोक्षाध्वसेवाभव(एव) निर्वाणभावान जायन्त एवेति ज्ञापनार्थम्, 'शुभतरा' अग्निकारिવરોગ્ય: સવાશાત્ શતતા, “પુવિ' કૃથિવ્યા, “ગાયને” મતિ, દિ' શબ્દો યાર્થ, બાનपायिन्यो'ऽपायवर्जिताः यस्मान्मोक्षाध्वसेवया प्रशस्ततरा अनपायिन्यश्च 'सम्पदो' जायन्ते, तस्मादियमग्निक्रिया नान्यथा युक्तेति प्रक्रमः । मोक्षाध्वसेवया शुभतरा एता भवन्तीति कथमिदमवसितमित्याशङ्कायामाह । 'इयं' अनन्तरोदिता, 'सच्छास्त्रसंस्थितिः' अविसंवादकागमव्यवस्था । यदाह-मोक्षमार्गप्रवृत्तस्य, महाभ्युदयलब्धयः । सञ्जायन्तेऽनुषङ्गेण, पलालं सत्कृषाविव ॥१॥" मुमुक्षूणां च शास्त्रं प्रमाणमेव । यदाह-"न मानमागमादन्यत्, मुमुक्षूणां हि विद्यते । मोक्षमार्गे ततस्तत्र, यतितव्यं मनीषिभिः ॥१॥" इति ॥७॥
- ભૌતિક સુખ માટે કરાતા ધર્મથી મળતી સંપત્તિથી
મોક્ષ માટે કરાતા ધર્મથી મળતી સંપત્તિ અધિક શુભ હોય છે. દીક્ષિતને પણ સંપત્તિની ઇચ્છા થાય તો તેને દ્રવ્યાગ્નિકારિકા યુક્ત છે, એવી આશંકાનું નિરાકરણ કરવા માટે કહે છે
શ્લોકાર્થ– પૃથ્વીમાં (=સંસારમાં) દ્રવ્યાગ્નિકારિકાથી મળતી સંપત્તિની અપેક્ષાએ મોક્ષમાર્ગના અનુષ્ઠાનથી વધારે શુભ સંપત્તિઓ પ્રાયઃ પ્રાપ્ત થાય છે. તથા આ સંપત્તિ અનર્થથી રહિત હોય છે. આ વ્યવસ્થા અવિસંવાદી આગમોની છે. અર્થાતુ હમણાં કહેલી વ્યવસ્થા અવિસંવાદી આગમોએ કરેલી છે. (૭). ૧ આ સંપત્તિ બે રીતે અનર્થથી રહિત હોય છે. (૧) સંપત્તિની પ્રાપ્તિ અને ભોગ અનર્થથી રહિત હોય છે. અર્થાત્ સંપત્તિને
મેળવવામાં અનીતિ, અધિકશ્રમ, બહુચિંતા વગેરે અનર્થો થતા નથી. સંપત્તિને ભોગવવામાં રોગ અને દુર્ગતિ વગેરે અનર્થો થતા નથી. (૨) સંપત્તિનો ભોગ મોક્ષમાર્ગમાં બાધક બનતો નથી.