________________
અષ્ટક પ્રકરણ
૮૯
પ-ભિક્ષા અષ્ટક तरकरणासामर्थ्याच्च, उतावजितो हि प्रायः क्रियान्तरकरणासमर्थो भवति, पौरुषत्री वासौ,यतो न प्रव्रज्याप्रतिपन्नस्यैव सा,क्रियान्तरकरणसमर्थस्य अन्यस्याप्यशोभनारम्भस्य तस्या इष्टत्वात्पौरुषहननलक्षणान्वर्थयोगाच्च, अथवा तेषामत्यन्तावद्यभीरूणां संवेगातिशयवतां पुनः प्रव्रज्यां प्रति प्रतिबद्धमानसानां सर्वसम्पत्करीभिक्षाया बीजकल्पासौ स्यात् । तत्त्वं पुनरिह केवलिनो विदन्तीति ॥८॥
_| પશમાષ્ટવિવર સમાપ્તમ્ III અહીં ભિક્ષકોનું ભિક્ષાફલ ભિક્ષાના યથાર્થ (=અર્થ પ્રમાણે) નામોથી જ કહ્યું. હવે ભિક્ષાને આપનારાઓના ફલનું નિરૂપણ કરવા માટે ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– દાતાઓને પણ આ ભિક્ષાઓથી ક્ષેત્ર પ્રમાણે કે આશય પ્રમાણે ફલ જાણવું. વિશુદ્ધ આશય ફળ આપે છે. (૮)
ટીકાર્થ– દાતાઓને પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ ભિક્ષાના ગ્રાહકોને જ સર્વસંપત્તિનું કરવું વગેરે ફળ થાય છે=મળે છે એવું નથી, કિંતુ ભિક્ષા આપનારા ગૃહસ્થોને પણ આ ભિક્ષાઓથી ક્ષેત્ર પ્રમાણે કે આશય પ્રમાણે શુભકર્મબંધ વગેરે ફળ મળે છે.
ક્ષેત્ર પ્રમાણે– ક્ષેત્રો એટલે ધાન્યને વાવવાની ભૂમિઓ. ધાન્યને વાવવાના સમાનપણાથી સાધુ વગેરે જે ભિક્ષુકો છે તે પણ ધાન્યને વાવવાની ભૂમિઓની જેમ ક્ષેત્રો છે.
ક્ષેત્ર પ્રમાણે ફળ જાણવું એટલે ગુણવાન-ગુણરહિત પાત્રની અપેક્ષાએ ફળ જાણવું. તે આ પ્રમાણેગુણવાન પાત્રને અપાતું દાન મહા ફળવાળું થાય છે. કહ્યું છે કે-“હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા મહાને (=અહિંસકને) પ્રાસુક (=અચિત્ત) અને એષણીય (=ગોચરના દોષોથી રહિત) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે ? હે ગૌતમ ! તેને એકાંતે નિર્જરા થાય અને પાપકર્મ ન બંધાય.” (ભગવતી સૂ. શ. ૮ ઉ.૬ સૂ. ૩૩૩)
તથા ગુણરહિતને અપાતું દાન અશુભફળવાળું જ થાય. કહ્યું છે કે “હે ભગવંત જેણે પાપકર્મોને પ્રતિકત-પ્રત્યાખ્યાત કર્યા નથી તેવા શ્રમણને કે માહણને પ્રાસક કે અપ્રાક અને એષણીય કે અનેષણીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે ? હે ગૌતમ ? તેને એકાંતે પાપકર્મ બંધાય છે જરા પણ નિર્જરા થતી નથી.” (ભગવતી સૂ. શ. ૮ ઉ. ૬ સૂ ૩૩૨).
અંધ વગેરે નિર્ગુણ હોવા છતાં તેમને અપાતું દાન અનુકંપારૂપ શ્રેષ્ઠ ભાવપૂર્વક હોવાથી કંઇક શુભફળનું કારણ છે. કારણ કે અંધ વગેરેને દાન આપવાનું આગમમાં કહ્યું છે. આ વિષે કહ્યું છે કે“સમ્યગ્દષ્ટિ જીવ ભયંકર ભવસાગરમાં પ્રાણિસમૂહને દુઃખથી પીડાયેલો જોઇને (આ મારો છે અને આ
પડદય-પત્રીય-પાવવપદનો અર્થ આ પ્રમાણે છે–પ્રતિહત–સ્થિતિનો હ્રાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મનો વિનાશ જેણે કર્યો છે તેવા, પ્રત્યાખ્યાત=(મિથ્યાત્વ વિગેરે કર્મબંધના) હેતુઓનો અભાવ થયે છતે પુનઃ વૃદ્ધિ ન થવારૂપે નિરાકૃત કર્યા છે જ્ઞાનાવરણીય આદિ પાપકર્મોને જેણે એવા, અર્થાત્ જેણે કર્મોને અલ્પસ્થિતિવાળા કર્યા છે અને ફરી દીર્ઘ સ્થિતિવાળા ન થાય તેવા કર્યા છે, તેવા સાધુને.