________________
અષ્ટક પ્રકરણ
૧૩૧
૯-શાન અષ્ટક
ગાથાર્થ- કારણ કે સમ્યજ્ઞાન દ્રવ્યથી અસત્ પ્રવૃત્તિથી યુક્ત હોય તો પણ અવશ્ય (મોક્ષરૂપ) ફળનું કારણ બને છે, કારણ કે અશુભ અનુબંધનો વિચ્છેદ થાય છે.
ટીકાર્થ– ભિન્નગ્રંથિ જીવનું જ્ઞાન સમ્યજ્ઞાન એટલા માટે છે કે જ્ઞાન હોય ત્યારે કોઇ જીવ પ્રબળ અવશ્ય ભોગવવું પડે તેવા ચારિત્રમોહના ઉદયથી માનસિકરુચિ વિના=(ભાવ વિના જ) દ્રવ્યથી ઇંદ્રિયોને અનુકૂળ હોય તેવું આચરણ (=વિષયોનો ભોગવટો) કરે તેથી એ જ્ઞાન અસત્ પ્રવૃત્તિ યુક્ત બને. આ રીતે દ્રવ્યથી અસત્યવૃત્તિથી યુક્ત પણ સમ્યજ્ઞાન નિયમા મોક્ષરૂપ ફળનું કારણ બને છે. કારણ કે સમ્યજ્ઞાનથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે. અનુબંધ એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ થવી. (ઉપદેશપદ ગાથા ૩૭૫) (૪)
एतदेव लिङ्गादिभिर्निरूपयन्नाहतथाविधप्रवृत्त्यादि-व्यङ्ग्यं सदनुबन्धि च । ज्ञानावरणह्रासोत्यं, प्रायो वैराग्यकारणम् ॥५॥
वृत्ति:- तथा तत्प्रकारा विधा स्वरूपं यस्याः सा तथाविधा, "हिअए जिणाण आणा, चरियं मह एरिसं अपुन्नस्स । एयं आलप्पालं अव्वो दूरं विसंवयइ ७॥१॥" इत्यादिभावनया असंक्लिष्ट्रा चासो प्रवृत्तिश्च हिंसादिषु वर्त्तनं तथाविधप्रवृत्तिः सा आदिर्यस्य निवृत्तिप्राप्त्यादेः तत्तथाविधप्रवृत्त्यादि, तेन व्यज्यते व्यक्तीक्रियते यत् तत् 'तथाविधप्रवृत्त्यादिव्यङ्ग्यम्', तथा सन् शोभनोऽनुबन्धः परम्परया मोक्षफलप्रदायकत्वं सदनुबन्धः सोऽस्यास्तीति ‘सदनुबन्धि', 'च' शब्दो विशेषणसमुच्चये, किंहेतुकमिदमित्याह- ज्ञानावरणं मत्याद्यावारकं कर्म तस्य ह्रासः क्षयोशमस्तस्मादुत्तिष्ठत उत्पद्यते यत्तत् 'ज्ञानावरणह्रासोत्यम्', कथमिदं सदनुबन्धि इत्यत आह- 'प्रायो' बाहुल्येन, 'वैराग्यकारणं' सद्भावनानिमित्तम्, यतो भवतीति गम्यते । यदाह-"बालधूलीगृहक्रीडा, तुल्यास्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ॥१॥" प्रायोग्रहणं च कषायोदयविशेषे सति तद्वैराग्यकारणं न स्यादपि, राज्यादिप्रसाधनप्रवृत्तभरतादेरिवेति प्रतिपादनार्थमिति ॥५॥
આ જ જ્ઞાનનું લક્ષણ આદિથી નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– આત્મપરિણાતિમતું જ્ઞાન તેવા પ્રકારની પ્રવૃત્તિ આદિથી પ્રગટ કરાય છે=જાણી શકાય છે. સદ્ અનુબંધવાળું છે. જ્ઞાનાવરણના હ્રાસથી ઉત્પન્ન થાય છે. અને પ્રાય: વૈરાગ્યનું કારણ છે. (૫)
ટીકાર્ય- તેવા પ્રકારની પ્રવૃત્તિ આદિથી પ્રગટ કરાય છે– તેવા પ્રકારની એટલે અસંક્લિષ્ટ. પ્રવૃત્તિ એટલે હિંસા આદિમાં પ્રવર્તવું. આત્મપરિણતિમતું જ્ઞાનવાળા જીવની “મારા હૃદયમાં જિનાજ્ઞા છે અને પુયરહિત એવા મારું ચારિત્ર આવું (=પાપવાળું) છે. આ ખોટું છે. હૃદયમાં જિનાજ્ઞા અને પાપવાળું જીવન એ બે વચ્ચે ઘણો વિસંવાદ છે.” આવી ભાવનાથી હિંસાદિમાં થતી પ્રવૃત્તિ સંક્લેશ રહિત હોય છે, અર્થાત્ ભાવરહિત હોય છે.
७७. हृदये जिनानामाज्ञा चरितं ममेदृशमपुण्यस्य । एतदालप्यालम् अहो ! दूरं विसंवदति ॥१॥