________________
વિાષ્ટક પ્રકરણ
૪૭
૨-સ્નાન અષ્ટક
પુષ્પોથી હું જિનપૂજા કરું એવા સંકલ્પ માત્રથી (=ભાવના માત્રથી) દરિદ્ર વૃદ્ધા મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થઇ. (પૂજા પંચાશક ગાથા-૪૯) આવું જે વચન સંભળાય છે તેનો વિરોધ થાય. કારણ કે વૃદ્ધાએ જેવાં મળ્યાં તેવાં પુષ્પો લીધાં ન હતાં તથા ન્યાયથી મેળવેલા ધનથી લીધાં ન હતાં.
વળી– ચેત્યના નિર્વાહ માટે ગામ વગેરે રાખવાનું પ્રતિપાદન કર્યું હોવાથી બગીચા વગેરેનો અભાવ (=બગીચો વગેરે ન કરવું તેમ) કહ્યો નથી. કહ્યું છે કે “અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે જિનમંદિરના ખેતર, સુવર્ણ વગેરે, ગામ અને પહાડ વગેરેની સાર સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ કેમ હોય ?” (1) “શિષ્ય કહેલા પ્રશ્નનો ઉત્તર કહેવાય છે-જિનમંદિરના ખેતર વગેરેની સાર સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ હોય પણ ખરી, અને ન પણ હોય. જો સાધુ સ્વયં જિનમંદિર માટે નવા ખેતર વગેરેની શોધ કરે કે માગણી કરે તો સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ ન હોય. પણ જો જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે=પોતાનું કરી લે તો (૨) સર્વ શક્તિથી સંઘે તેની શોધ રક્ષા કરવી જોઇએ. જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે ત્યારે તેની રક્ષા કરવી એ સચારિત્રી અને અચારિત્રી એ બધાનું કર્તવ્ય છે.” (શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ ગાથા ૨૭ની ટીકા)
આ પ્રમાણે મલિનારંભીને ધર્મ માટે સ્નાન વગેરે વિરુદ્ધ નથી એ નિશ્ચિત થયું.
પ્રશ્ન- સાધુ દ્રવ્યપૂજાનો અધિકારી કેમ નથી ? કારણ કે ગૃહસ્થ-સાધુ એ બંનેને કર્મરૂપ વ્યાધિ એક છે. તેથી કર્મરૂપ વ્યાધિનો પ્રતિકાર પણ પૂજાધિરૂપ સમાન જ થાય. તેથી જો એકને અધિકાર છે તો બીજાને અધિકાર કેમ નથી ?
કદાચ અહીં તમે કહો કે-“બ્રહ્મચારીઓ સ્નાન, ઉદ્વર્તન (=સુગંધી પદાર્થોનું વિલેપન), અભંગ (=શરીરે તેલ વગેરેનું મર્દન), નખ-કેશ આદિને સંસ્કારિત કરવા, ગંધમાલ્ય (=સુગંધી પુષ્પમાળા), અને ધૂપનો ત્યાગ કરે છે.” એ વચનથી સાધુને સ્નાનમાં અધિકાર નથી, તથા દેવપૂજા સ્નાનપૂર્વક હોવાથી દેવપૂજામાં પણ અધિકાર નથી. તમારું આ કથન પણ બરોબર નથી. કારણ કે સાધુને શરીરવિભૂષા કરવા માટે જ સ્નાનનો નિષેધ છે. (પણ પૂજા માટે સ્નાનનો નિષેધ નથી.)
કદાચ તમે કહો કે પાપથી નિવૃત્ત થયો હોવાથી સાધુ પૂજાનો અધિકારી નથી. તો અમારો પ્રશ્ન છે કે સાધુ પાપથી નિવૃત્ત થયો તેથી કયો દોષ છે કે જેથી સ્નાન કરીને દેવપૂજા ન કરે ?
હવે જો તમે એમ કહો કે જો સ્નાનપૂર્વક દેવપૂજા કરવામાં આવે તો પાપનો યોગ થાય, તો પાપનો યોગ ગૃહસ્થોને પણ સમાન છે. એથી તેણે પણ પૂજા ન કરવી જોઇએ.
હવે જો તમે એમ કહો કે ગૃહસ્થ કુટુંબ વગેરે માટે પાપમાં પ્રવૃત્ત થાય છે તેથી સ્નાનાદિમાં પ્રવૃત્ત થાઓ, સાધુ તો કુટુંબ આદિ માટે પાપમાં પ્રવૃત્ત ન થયો હોવાથી સ્નાનાદિમાં કેવી રીતે પ્રવર્તે ? આ અંગે અમે કહીએ છીએ કે જો કે ગૃહસ્થ કુટુંબ વગેરે માટે પાપમાં પ્રવર્તે છે, તો પણ તેણે ધર્મ માટે (સ્નાનાદિ રૂ૫) પાપમાં ન પ્રવર્તવું જોઇએ. કારણ કે એક પાપ આચર્યું તેથી બીજું પણ પાપ આચરવું જોઇએ એવું નથી.
હવે જો તમે એમ કહો કે કૂવાના દષ્ટાંતથી પૂજાદિના નિમિત્તે થયેલા આરંભ દોષની શુદ્ધિ કરીને અન્ય ગુણોને મેળવે છે, તેથી ગૃહસ્થને સ્નાન-પૂજાદિ યુક્ત છે. આ વિષે અમે કહીએ છીએ કે જેવી રીતે કૂવાના