________________
અષ્ટક પ્રકરણ
૧૭૬
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક वैशेषिकविकल्पिताः ॥५॥ साङ्ख्यानां चायं विशेषः, "प्रतिबिम्बोदयन्याया-देव तस्योपभोक्तृता । न जहाति स्वरूपं तु, पुरुषोऽयं कदाचन ॥१॥" इत्याशङ्क्याह- 'मुख्यवृत्तितः' अनुपचरितत्वेन न युज्यन्ते, उपचारतस्तु युज्यन्तेऽपि, केवलं नासौ तत्त्वचिन्तायां सम्मतः, औपचारिकत्वं चैषां हिंसादीनामेकान्तनित्यस्यात्मनः पूर्वोपात्तबुद्धिवेदनावियोगादीनामसम्भवात्तदसम्भवश्च नित्यस्यैकरूपत्वादिति ॥१॥
ચોદયું એકાન્તનિત્યપક્ષખંડન અષ્ટક (આત્માને એકાંતે નિત્ય માનવાથી અહિંસા આદિ ઘટી શકે નહિ, તથા બીજા પણ અનેક દોષો આવે, તેની આ અષ્ટકમાં સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારણા કરવામાં આવી છે.)
અનંતર અષ્ટકમાં અહિંસા વગેરે પાંચ કયા દર્શનમાં ઘટે છે અને કયા દર્શનમાં નથી ઘટતા એ જ તેના જ શાસ્ત્રની નીતિથી વિચારવું જોઇએ એમ કહ્યું છે. હવે તેને જ તે રીતે જ વિચારતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– તેમાં જેમનું ‘આત્મા નિત્ય જ છે.” એ પ્રમાણે એકાંત દર્શન છે, તેમની દૃષ્ટિએ હિંસા આદિ પરમાર્થથી કેવી રીતે ઘટે ? ન જ ઘટે. (૧)
ટીકાર્થ– તેમાં– ધર્મસાધન સંબંધી પ્રસ્તુત વિચારણામાં. જેમનું- નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને વેદાંતિકો વગેરેનું. આત્મા- જે સતત અન્ય અન્ય પર્યાયોને પામે તે આત્મા.
નિત્ય જ છે– નાશ અને ઉત્પત્તિથી રહિત તથા હંમેશા સ્થિર એક સ્વરૂપ (=સ્વભાવ)વાળો જ છે, નહિ કે કથંચિત્ અનિત્ય પણ.
એકાત્તદર્શન– દરેક વસ્તુ નિત્યાનિત્ય ઉભય સ્વરૂપ છે. તેમાંથી નિત્યસ્વરૂપ એક વિભાગનું આલંબન લઇને પ્રવર્તેલું દર્શન એકાંતદર્શન છે.
હિંસા આદિ– અહીં આદિ શબ્દથી અસત્ય વગેરેનું તથા વધની વિરતિ કરવી, વસ્તુનો ભોગ અને જન્મ વગેરેનું ગ્રહણ કરવું.
પરમાર્થથી– નિત્ય પણ આત્મામાં અહિંસા વગેરે ઘટે જ છે. આત્માને નિત્ય કહેનારાઓએ (=માનનારાઓએ) કહ્યું છે કે-આત્માની સાથે જ્ઞાન-યન આદિનો સંબંધ આત્માનું કર્તુત્વ કહેવાય છે. સુખ-દુઃખ આદિના અનુભવનો સંબંધ ભોક્નત્વ કહેવાય છે. નિકાયની (=મનુષ્ય વગેરે ગતિની) સાથે તથા વિશિષ્ટ અને અપૂર્વ બુદ્ધિઓ અને વેદના (=જ્ઞાન)ની સાથે સંબંધ જીવનો જન્મ કહેવાય છે. પૂર્વે ગ્રહણ કરેલ બુદ્ધિ અને જ્ઞાનનો વિયોગ એ મરણ છે. શરીરધારી જીવનો ધર્મ-અધર્મના સંસ્કારવાળો મનોયોગ એ જીવન છે. (તત્ત્વસંગ્રહ ૧૭૩-૧૭૪-૧૭૫)
આ પ્રમાણે મરણ આદિના સંબંધથી હિંસા સંગત જણાય છે. તેથી હિંસાથી વિપરીત અહિંસા શું “ન ઘટે ? અર્થાત્ ઘટે જ.” (૧) સત્ય વગેરે પણ નીતિથી સંગત થતા હોવાથી તેનાથી જ ઘટે છે. એ પ્રમાણે