________________
અષ્ટક પ્રકરણ
૨૩૨
૨૦-મેથુનદૂષણ અષ્ટક
શ્લોકાર્થ– દોષિત મૈથુનમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી, મૈથુન દોષિત હોવાથી ત્યાજ્ય છે એવું જ્ઞાન ન થવાથી, બલ્ક અન્ય કર્તવ્ય અનુષ્ઠાનોની જેમ) મૈથુન વિધેય છે એમ કહેવાથી, ઇષ્ટની સિદ્ધિ થવાથી, “મૈથુનમાં દોષ નથી.” એ વચન શુભ નથી. (૭)
ટીકાર્થ– દોષિત મૈથુનમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી– “મૈથુનમાં દોષ નથી.” એ વચન પૂર્વે જેમાં દોષો બતાવ્યા છે તેવા મૈથુનમાં જીવોની પ્રવૃત્તિનું કારણ હોવાથી શુભ નથી. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે-જે વચન સદોષ પદાર્થમાં જીવોની પ્રવૃત્તિનું હેતુભૂત હોય તે શુભ નથી. જેમ કે હિંસા નિર્દોષ છે એવું વચન. માં મળે તો : (અ. ૧૮ શ્લોક ૨ )ઇત્યાદિ વચન દોષિત મૈથુનમાં પ્રવૃત્તિનું કારણ છે.
ર માં મળે તો ઇત્યાદિ વચન મૈથુનમાં જીવોની પ્રવૃત્તિનું કારણ શાથી છે તે કહે છે- ઉક્તવચનથી મૈથુન તજવા યોગ્ય છે એવી બુદ્ધિ થતી નથી. મૈથુનમાં દોષ નથી એવા વચન ઉપર શ્રદ્ધા કરનાર કોને મૈથુન ત્યાજ્ય છે એવી બુદ્ધિ પ્રગટે ? ત્યાજ્યની બુદ્ધિના અભાવમાં કોણ તેમાં ન પ્રવર્તે ?
ત્યાજ્યબુદ્ધિનો અસંભવ જ શાથી છે તે કહે છે-મૈથુન વિધેય છે એવું વચન છે. મૈથુનમાં દોષ નથી એવા વચનથી વિધેય મૈથુનને કોણ ન સ્વીકારે ?
પૂર્વપક્ષ– મૈથુનમાં દોષ નથી એ વચનથી મૈથુનમાં માત્ર દોષાભાવ જ કહ્યો છે. તેથી મૈથુન વિધેય છે એવું કેવી રીતે કહેવાય ?
ઉત્તર– અનાદિ મહામોહની વાસનાથી વાસિત મનવાળા જીવોને મૈથુનમાં નિર્દોષતા કહેનાર વચનથી (ભાવતું હતું અને વૈધે કહ્યું તેમ) ઇષ્ટની સિદ્ધિ થાય છે. મૈથુનમાં નિર્દોષતાને જાણીને ઇષ્ટ મૈથુનને કોણ ન સેવે ? મૈથુન સર્વ પ્રાણીઓને ઇષ્ટ છે. કહ્યું છે કે-“ત્રણે જગતમાં સ્ત્રી સમાન બીજો કોઇ દેવ નથી કે જેને સઘળો પુરુષવર્ગ મનમંદિરમાં ધારણ કરે છે.”
અથવા “મૈથુનમાં દોષ નથી એ વચન શુભ નથી.” એવી પ્રતિજ્ઞામાં જીવોની પ્રવૃત્તિનું કારણ છે, વગેરે (ચાર) ભિન્ન હેતુઓ છે. (૬)
मैथुनं प्रकारान्तरेण दूषयन्नाहप्राणिनां बाधकं चैत-च्छास्त्रे गीतं महर्षिभिः । नलिकातप्तकणक-प्रवेशज्ञाततस्तथा ॥७॥
વૃત્તિઃ– “પ્રાણના” નીવાનામ્ પાથર્વ ૩યાતીમ્, ચરો ટૂષUIZર સમુચ્ચયાર્થ, બાત' मैथुनम्, शास्त्रे व्याख्याप्रज्ञप्त्याख्यपञ्चमाङ्गे, 'गीतं' गदितम्, 'महर्षिभिः' महामुनिभिः, श्रीवर्धमानस्वामिप्रमुखैः, कथं बाधकं गीतमित्याह-न लिकायां वेणुपर्वादिरूपायां तप्तस्याग्निना दीप्तस्य कणकस्य लोहशलाकाविशेषस्य प्रवेशः प्रक्षेपः स एव ज्ञातमुदाहरणं ततो 'नलिकातप्तकणकप्रवेशज्ञातत;', 'तथा' इति तताकारात्, रुतभृतनलिकेति विशेषणयुक्ता, तथाहि- "मेहुणं भन्ते ! सेवमाणस्स केरिसए अस्संजमे कज्जइ ? गोयमा ! से जहा नामए केइ पुरिसे बूरनलियं वा रूयनलियं वा तत्तेणं अओकणएणं