________________
અષ્ટક પ્રકરણ
૨૮૮
૨૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક સૂત્રમાં વરવરિકાનું વિધાન આ પ્રમાણે છે-“ચારે પ્રકારના દેવોથી અને ઇંદ્રોથી તથા મનુષ્યોથી અને ચક્રવર્તીઓથી પૂજાયેલા તીર્થકરોના દીક્ષા ગ્રહણમાં દીક્ષા પહેલાં એક વર્ષ સુધી શૃંગાટક ત્રિક ચતુષ્ક + ચત્ર 2 ચતુર્મુખી અને રાજમાર્ગ = આ બધા માર્ગોમાં, મોટા શહેરોના પ્રવેશ દ્વારોમાં, (રામુહિક) શેરીના મધ્યમ પ્રમાણના પ્રવેશદ્વારોમાં, વરવરિકાની ઘોષણા કરાય છે. જે જેને ઇચ્છે તેને તેનું દાન કરાય છે. આ દાન કોઇ એક જ વસ્તુનું નથી હોતું, કિંતુ મોતી વગેરે અનેક પ્રકારની વસ્તુઓનું હોય છે.” (આવ. નિર્યુક્તિ ર૧૮-૨૧૯) (૫)
अथ वरवरिकया दीयमानमर्थ्यभावात्, तत्संख्यावदिति कुतः सिद्धमित्यत्राहतया सह कथं संख्या, युज्यते व्यभिचारतः । तस्माद् यथोदितार्थं तु, संख्याग्रहणमिष्यताम् ॥६॥
વૃત્તિ – ‘તથા' તરવરિયા, “સા' સાર્થનું, “થે ન કશાળ, ર રઝિતિ:, “સંધ્યા' परिमाणम्, 'युज्यते' सङ्गच्छते, कुत इत्याह- 'व्यभिचारतो' विसंवादात्, अर्थिसद्भावे सतीति गम्यम्, तथाहि- अर्थिनः प्रभूता महेच्छाच दानं वरवरिकया दीयत इति कथं तन्नियतसंख्यं भवितुमर्हति, यस्मादेवं 'तस्मात्' यथोदितार्थ 'तु' अनन्तरास्मदुक्तप्रयोजनमेव तथाविधार्थ्यभावप्रतिपादनार्थपरमेव, 'संख्याग्रहणं' "तिन्नेव य कोडिसया" इत्यादिदानसंख्याविधानम्, 'इष्यतां' अभ्युपगम्यतां, न पुनरौदार्याभावद्रव्याभावाभ्यामिति । ननु यदि तीर्थंकरानुभावादशेषदेहिनां संतोषभावादर्यभावः स्यात्तदा संख्याकरणमप्ययुक्तम्, अल्पस्यापि दानस्यासम्भवादिति, अत्रोच्यते, देवताशेषाया इव संवत्सरमात्रेणाप्रभूतप्राणिग्राह्यत्वाद् युक्तमेव संख्यावत्त्वमिति, अनेन 'महादानं संख्यावच्चेत्यसङ्गतम्' इत्येतत्परवचो निरस्तमिति ॥६॥
હવે વરવરિકાથી અપાતું દાન અર્થી ન હોવાથી સંખ્યાવાળું છે એ શાથી નિશ્ચિત કરાયું એ વિષે કહે છે–
શ્લોકાર્થ- વરવરિકાની સાથે પરિમાણ કેવી રીતે સંગત થાય ? અર્થાત્ કોઇ રીતે સંગત ન થાય. કારણકે વિસંવાદ થાય છે. તેથી સંખ્યાવિધાનને યથોદિત કારણવાળું સ્વીકારવું જોઇએ. (૬)
ટીકાર્થ– વરવરિકાની સાથે પરિમાણનો વિસંવાદ આ રીતે છે-જો અર્થીઓ ઘણા છે અને મોટી ઇચ્છાવાળા છે, તથા દાન વરવરિકાથી અપાય છે, તો દાન નિયત સંખ્યાવાળું કેવી રીતે થાય ? અર્થાતુ ન થાય. તેથી તિવ ય વાડિયા ઇત્યાદિ જે સંખ્યાનું વિધાન છે તે (યથોદિત કારણવાળું=) હમણાં જ અમે “તેવા પ્રકારના અર્થીઓનો અભાવ છે” એમ જે કારણ કહ્યું છે તે કારણવાળું છે, એમ સ્વીકારવું જોઇએ, અર્થાત્ તેવા પ્રકારના અર્થીઓ ન હોવાથી સંખ્યાવાળા (=પરિમાણાવાળા) દાનનું વિધાન છે, નહિ કે ઉદારતાના અભાવથી કે દ્રવ્યના અભાવથી, એમ સ્વીકારવું જોઇએ.
પૂર્વપક્ષ- જો તીર્થકરોના પ્રભાવથી સર્વજીવોને સંતોષ થવાથી અર્થીઓનો અભાવ હોય તો સંખ્યા કરવી યુક્ત નથી. કારણ કે અલ્પ પણ દાન ન થાય.