________________
અષ્ટક પ્રકરણ
૨૩૦
૨૦-મૈથુનદૂષણ અષ્ટક આપવાદિક પણ મૈથુનમાં રાગભાવનું સૂચન કરીને પૂર્વે વાદીએ મૈથુન રાગથી થાય છે એ હેતુ પક્ષના એકદેશમાં અસિદ્ધ છે એમ જે કહ્યું હતું તેનો પરિહાર =નિરાકરણ) કર્યો.
હવે પ્રસ્તુત વેદવાક્યના અર્થનો ઉપસંહાર કરવા માટે કહે છે– (૩૯) જે કારણથી આ પ્રમાણે અવધારણવિધિ છે. (તાતા =) તે કારણથી ગૃહસ્થાશ્રમ સંન્યાસાશ્રમની અપેક્ષાએ હીન–ઉતરતી કોટિનો છે. ગૃહસ્થાશ્રમમાં ધર્માર્થ આદિ વિશેષણવાળું મૈથુન સંભવે છે. કારણ કે ગૃહસ્થાશ્રમમાં જ સ્ત્રીસંગ થાય છે. સંન્યાસાશ્રમની અપેક્ષાએ હીન એવા ગૃહસ્થાશ્રમમાં મૈથુનનો સંભવ હોવાથી મૈથુન હીન છે. આથી મૈથુનની પ્રશંસા વ્યાજબી નથી.
પૂર્વે “પુત્ર માટે સ્ત્રીસંગ કરે” એવા કથનમાં “પુત્ર રહિતની ગતિ નથી” એમ જે કહ્યું છે તે અયુક્ત છે. કારણકે પરમતથી જ (=વાદીના મતથી જ) પુત્રરહિતની ગતિ નથી એ કથન બાધિત થાય છે. કહ્યું છે કે
બાલ્યાવસ્થાથી બ્રહ્મચારી એવા અનેક હજાર બ્રાહ્મણો કુલસંતતિને (કુળની પરંપરા ચલાવે, કુળને વિચ્છેદ ન થવા દે તેવી) કર્યા વિના મોક્ષમાં ગયા છે.” (મનુસ્મૃતિ ૫-૧૫૯) (૪)
अथ यदुक्तं प्रशंसास्य न युज्यते इत्यत्र परमतमाशङ्कमान आहअदोषकीर्तनादेव, प्रशंसा चेत् कथं भवेत् । अर्थापत्त्या सदोषस्य, दोषाभावप्रकीर्तनात् ॥५॥
वत्तिः- 'अदोषो' दूषणाभावस्तस्य कीर्तनं "नच मैथने" इत्यनेन मनुवचनेन संशब्दनम् 'अदोषकीर्तनम्' 'तस्मादेव' निमित्तान्तरव्यवच्छेदार्थमवधारणम्, 'प्रशंसा' श्लाघा, मैथुनस्य युज्यत इति शेषः, “રે' યો મચ, તલા યો તોતમદ- “થ' તેના પ્રવાસે, 1 વર્જિવિત્યર્થ:, “બ” નાત, प्रशंसेति वर्तते, 'अर्थापत्त्या' वेदं ह्यधीत्य स्नायादिति पूर्वोक्तप्रमाणेन, 'सदोषस्य' पापस्वरूपस्य मैथुनस्य, 'दोषाभावप्रकीर्तनात्' न च मैथुने इत्येवं लक्षणाद्दोषाभावोक्तिमात्रादेवाप्रमाणकादिति, न हि यदर्थापत्त्या दोषवदिति निश्चितं तदप्रमाणकेन वचनमात्रेण निर्दोषमिति प्रतिपत्तुं शक्यमिति भावः । अथवा प्रशंसाऽस्य न युज्यत इति यदुक्तं, तदयुक्तम्, यतो न मया तत्प्रशंसितम्, किन्तु निर्दोषमित्युक्तम्, इत्याशङ्कय परिहरन्नाह- अदोषेत्यादि, अदोषकीर्तनमात्रादेव कथं प्रशंसास्य भवतीति चेदिति परमतं, सूरिराह- 'अर्थापत्त्या' भवति, अथ तामेवाह- 'सदोषस्य दोषाभावप्रकीर्तनात्' प्रशंसा कृता भवतीति ॥५॥
હવે “મૈથુનની પ્રશંસા ઘટતી નથી.” એમ જે કહ્યું, એ વિષે પરમતની આશંકા કરતા ગ્રંથકર કહે છે–
શ્લોકાર્ધ-મૈથુનમાં દોષનો અભાવ કહ્યો હોવાથી જ ( 5) મૈથુનની પ્રશંસા યુક્ત છે. (G) એમ તમે માનતા હો તો (અમે કહીએ છીએ કે) અર્થપત્તિથી દોષવાળા મૈથુનમાં દોષનો અભાવ કહ્યો હોવાથી મૈથુનની પ્રશંસા કેવી રીતે થાય? (૫)
ટીકાર્થ– “ક ઐશુને એવા મનુવચનથી મૈથુનમાં દોષનો અભાવ કહ્યો હોવાથી જ મૈથુનની પ્રશંસા યુક્ત છે. એમ તમે માનતા હો તો જે દોષ થાય તેને ગ્રંથકાર કહે છે-અર્થપત્તિથી વેદ ભણીને સ્નાન કરે એવા