________________
૨૩૬
અષ્ટક પ્રકરણ
૨૧-સૂમબુદ્ધિ અષ્ટક वृत्तिः- 'गृहीतः' आत्तः, 'अभिग्रहः' उक्तरूपा प्रतिज्ञा, 'श्रेष्ठः' अतिप्रशस्यः, 'ग्लानो' रोगवान्, 'जातो' भूतः, 'न च' न पुनः, 'क्वचित् देशे काले वा, एवं चाभिग्रहस्य विफलतागमनात्, 'अहो' इति विस्मये आमन्त्रणे वा, 'मे' मम, धनं लब्धा धनं वा अर्हतीति धन्यस्तद्धावस्तत्ता तन्निषेधो 'अधन्यता,' 'कष्टं' इति खेदवचनम्, 'न सिद्धं' न निष्पन्नम्, 'अभिवाञ्छितं' अभिमतमिति ॥३॥
શોકને જ જણાવે છે
શ્લોકાર્થ– ટીકાર્ય– શ્રેષ્ઠ અભિગ્રહ તો કર્યો. પણ કોઇ સાધુ ક્યારે પણ ગ્લાન થયા નહિ. અહો ! આ પ્રમાણે અભિગ્રહ નિષ્ફળ થવાના કારણે હું અધન્ય છું ! અફસોસ છે કે મારું ઇષ્ટ સિદ્ધ થયું નહિ. (આવા શોકમાં ગર્ભિત રીતે “સાધુ માંદા થયા હોત તો સારું' એવો અભિપ્રાય રહેલો છે. કેમકે સાધુ બિમાર પડે તો જ તેનો નિયમ પૂર્ણ થાય. સાધુ બિમાર પડે તેવી ભાવના ધર્મરૂપ નથી, કિંતુ અધર્મરૂપ છે.)
અધન્યતા શબ્દનો અર્થ આ પ્રમાણે છે-(ધર્મરૂપ) ધનને મેળવનાર અથવા ધર્મને યોગ્ય છે તે ધન્ય. ધન્યનો ભાવ તે ધન્યતા. ધન્યતા નહિ તે અધન્યતા.
प्रकृतयोजनायाह- . एवं ह्येतत्समादानं, ग्लानभावाभिसन्धिमत् । साधूनां तत्त्वतो यत्तद्, दुष्टं ज्ञेयं महात्मभिः ॥४॥
वृत्तिः- ‘एवम्' अनेन प्रकारेणाभिग्रहविषयाप्राप्तौ शोकगमनलक्षणेन, हिशब्दोऽधिकृताभिग्रहस्य धर्मव्याघातरूपताभावनार्थः, एतस्य ग्लानभैषज्यप्रदानाभिग्रहस्य समादानं ग्रहणं 'एतत्समादानम्' यच्छब्दोऽत्र द्रष्टव्यः, 'यत्' यस्मात्, ग्लानभावे रोगवत्त्वेऽभिसन्धिरभिप्रायो “यदि कश्चित्साधुरानो भवति तदा शोभनं स्यादस्मदभिग्रहस्य सफलत्वप्राप्ते' इत्येवं लक्षणो विद्यते यत्र तत् ‘ग्लानभावाभिसन्धिमत्' 'साधूनां' मुनीनाम्, एतत्समादानमिति योगः, अथवा साधूनां ग्लानभावाभिसन्धिमदिति योगः, 'तत्त्वतः' परमार्थवृत्त्या, 'तत्' इति तस्मात्कारणात्, 'दुष्टं' दोषवत्, ग्लानभावाभिसन्धिमत्त्वेन कर्मबन्धहेतुत्वात्, 'ज्ञेयं' ज्ञातव्यम्, 'महात्मभिः' प्रशस्यस्वभावैरिति ॥४॥
પ્રસ્તુત વિષયને જોડવા માટે કહે છે–
શ્લોકાર્થ– આ પ્રમાણે આનો સ્વીકાર મહાત્માઓએ દુષ્ટ જાણવો. કારણ કે તે સ્વીકાર સાધુઓની लिमारीना भाशयवाणो छ. (४)
ટીકાર્થ અભિગ્રહના વિષયની અપ્રાપ્તિમાં શોક પામવાથી ગ્લાન સાધુઓને મારે ઔષધ આપવું એવા અભિગ્રહનો સ્વીકાર મહાત્માઓએ ( શ્રેષ્ઠ સ્વભાવવાળાઓએ) પરમાર્થથી દોષવાળો જાણવો. કારણ કે તેમાં “જો કોઇ સાધુ ગ્લાન થાય તો સારું, જેથી મારો અભિગ્રહ સફળ થાય.” એમ સાધુઓની માંદગીનો આશય १. तत्र कृत-लब्ध-क्रीत-सम्भूते (5-3-८४) में सूत्रथा ९०५ अर्थमा भने तमर्हति (६/४/१७७) में सूत्रथी योय अर्थमा मडा
ધન શબ્દથી તદ્ધિતનો ય પ્રત્યય લાગ્યો છે.