________________
૨૭૫
૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક
हकरणमसङ्गत्तम्, उच्यते च सोपक्रमता कर्मणाम् । यदाह- 'उदयक्खयक्खओवसमोवसमा जं च कम्पुणो भणिया । दव्वं खित्तं कालं भावं च भवं च संपप्प २ ॥१॥ तदिहोक्तविशेषणाभिग्रहलक्षणं भावमाश्रित्य तत्क्षयोपशम इति न व्यर्थमभिग्रहकरणमिति ॥ ४॥
અષ્ટક પ્રકરણ
જેવા પ્રકારનો અભિગ્રહ સંભળાય છે તેવા પ્રકારના જ અભિગ્રહને કહે છે—
મહાનવીર એવા શ્રી વર્ધમાન સ્વામી ભગવાન દેવભવથી આવીને પૂર્વભવમાં ઉપાર્જન કરેલું નીચગોત્રનામનું કર્મ બાકી રહી જવાના કારણે બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરના નિવાસી ૠષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની પત્નીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. હવે બ્યાસીમા દિવસે (સૌધર્મ) ઇન્દ્રનું સિંહાસન ચલિત થયું. સિંહાસન કેમ ચલિત થયું એ જાણવા ઇંદ્રે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ગર્ભસંક્રમણ કરાવવો એ પોતાનો આચાર છે એમ જાણીને ઇંદ્ર હરિણૈગમેષી નામના દેવને ગર્ભસંક્રમણની આજ્ઞા કરી. આથી હરીગમેષી દેવે શ્રી મહાવીર પ્રભુનું ક્ષત્રિયકુંડ નામના નગરના નાયક સિદ્ધાર્થ નામના રાજાની ત્રિશલા નામની મુખ્ય પત્નીના ગર્ભમાં સંક્રમણ કર્યું, તેથી દેવાનંદાના ચૌદ મહાસ્વપ્નોનું અપહરણ થયું. આથી દેવાનંદાએ પોતાના ગર્ભના નાશની સંભાવના કરી. આથી તે જાણે પોતાનું સઘળું ય હરાઇ ગયું હોય તેમ શોકસાગરમાં ડૂબી. શ્રી મહાવીર પ્રભુએ અવધિજ્ઞાનથી આ વિગત જાણીને વિચાર્યું : અહો ! મારા નિમિત્તે આ ન કહી શકાય તેવા દુ :ખને પામી. હવે એ પ્રમાણે આ ત્રિશલામાતા પણ મારા અંગચલનની ચેષ્ટાથી દુઃખ ન પામો એમ વિચારીને નિશ્ચલ રહ્યા. પછી ત્રિશલા માતા ગર્ભને નિશ્ચલ જાણીને મારો ગર્ભ ગળી ગયો છે એવા વિચારથી અતિશય ગાઢ દુ:ખ સમૂહને પામ્યા. તેથી દુઃખને દૂ૨ ક૨વા ભગવાન ચાલ્યા. ભગવાન શ્રી મહાવીરે વિચાર્યું કે અહો ! નહિ જોવાયેલા પણ મારા ઉપર માતા-પિતાનો ગાઢ સ્નેહ છે. મને જોયે છતે અને પરિચયથી મારા ગુણસમૂહને જાણ્યે છતે અતિશય ગાઢ સ્નેહ થશે. તેથી દીક્ષાના કારણે મારો વિયોગ થતાં અતિશય શોકનાં કારણે અંતરમાં અતિશય સંતાપ થશે. તેથી તેમના સંતાપનો ત્યાગ કરવા માટે તે બેનાં જીવતાં મારે દીક્ષા ન લેવી એ પ્રમાણે સાતમા મહિને અભિગ્રહ લીધો. આ પ્રમાણે શ્લોકનો સમૂહાર્થ છે. અક્ષરાર્થ તો આ પ્રમાણે છે—
શ્લોકાર્થ— જ્યાં સુધી આ મારા માતા-પિતા આ ઘરવાસમાં જીવતા રહેશે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ઘરમાં રહીશ. (૪)
ટીકાર્થ— આ માતા પિતા=પ્રત્યક્ષથી નજીકમાં રહેલા ત્રિશલા-સિદ્ધાર્થરૂપ માતા-પિતા, નહિ કે ૠષભદત્ત-દેવાનંદા સ્વરૂપ માતા-પિતા.
આ ઘરવાસમાં— હમણાંના ઘરવાસમાં, નહિ કે દેવ આદિના ભવમાં થનારા પણ ઘરવાસમાં.
ત્યાં સુધી જ— માતા-પિતા જીવતા રહે ત્યાં સુધી જ, નહિ કે તેનાથી અધિક. વિરતિ પ્રત્યે રાગ હોવાથી આ પ્રમાણે અવધારણ કર્યું છે.
સ્વેચ્છાથી— પોતાની ઇચ્છાથી, નહિ કે પરાધીનપણાથી.
મૂળ શ્લોકમાં પેહ્વાન્ એટલે પેઢું. પુલ્લિંગ ગૃહશબ્દ બહુવચનાંત પણ છે. અથવા રાજા હોવાથી વૃન્હાન્ એવા પ્રયોગથી ઘણા ઘરોનું સ્વામીપણું બતાવ્યું.
२२. उदयक्षयक्षयोपशमोपशमा यच्च कर्मणो भणिताः । द्रव्यं क्षेत्रं कालं भावं च भवं च संप्राप्य ॥१॥