________________
અષ્ટક પ્રકરણ
૩૦૦
૨૮-રાજ્યાદિદાનદૂષણ નિવારણ અષ્ટક
वोपार्जितम्, ‘एवं' अनन्तरोदितेन महादानलक्षणप्रकारेण, 'कर्म' अदृष्टम्, 'प्रहीयते' क्षयं यातुं प्रवर्तते, प्रशब्दस्यादिकर्मार्थत्वात्, अथवा 'तत्पूर्व' दानपूर्वकं 'प्रहीयते' इत्येतस्याः क्रियाया विशेषणमिदमिति ॥८॥
I સર્વિતિતમાષ્ટવિવર સમાપ્તમ્ ૨૭ પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત અર્થનો ઉપસંહાર કરવા માટે કહે છે–
શ્લોકાર્થ– આ પ્રમાણે મહાદાનથી પરમાર્થથી તીર્થંકરનો નવો કોઇ અર્થ સિદ્ધ થતો નથી. કિંતુ તીર્થંકરપણામાં નિમિત્ત બનેલું પૂર્વનું કર્મ આ રીતે ક્ષીણ થાય છે=ક્ષય પામવા માટે પ્રવર્તે છે. (૮)
ટીકાર્થ– આ પ્રમાણ– તીર્થંકર નામકર્મના ઉદયથી સર્વજીવોના હિત માટે પ્રવૃત્તિ કરવાનો તીર્થકરનો કલ્પ છે ઇત્યાદિ હમણાં (બીજા શ્લોકમાં) કહેલા પ્રકારથી.
નવો=અન્ય હેતુઓથી ન સાધી શકાય તેવો. અર્થ પુરુષાર્થ કે ફળ. પૂર્વનું પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું. આ રીતે– હમણાં કહેલા મહાદાનરૂપ પ્રકારથી.
ક્ષય પામવા માટે પ્રવર્તે છે=w શબ્દ આદિ કાર્યના અર્થવાળો હોવાથી અહી? પદનો ક્ષય પામવા માટે પ્રવર્તે છે એવો અર્થ થાય.
ભાવાર્થ- આદિકાર્યના અર્થવાળો એટલે કાર્યની આદિન=પ્રારંભને જણાવનાર અર્થવાળો. જેમકે સંસારની આદિ ક્યારથી થઇ ? એ વાક્યનો અર્થ સંસારનો પ્રારંભ ક્યારથી થયો ? એવો થાય. પ્રસ્તુતમાં કર્મ ક્ષય પામવા માટે પ્રવર્તે છે એટલે કર્મક્ષયનો પ્રારંભ થાય છે. દાનથી તીર્થંકર નામકર્મના ક્ષયનો પ્રારંભ થાય છે. અથવા તપૂર્વ એટલે દાનપૂર્વક. દાનપૂર્વક એ પદ હોય એ ક્રિયાનું વિશેષણ છે. આથી રાનપૂર્વઠ્ઠી તે તીર્થંકર નામકર્મ દાનપૂર્વક ક્ષય પામવા માટે પ્રવર્તે છે. આથી દાનથી તીર્થંકરનામકર્મના ક્ષયનો પ્રારંભ થાય છે એ દાનનું ફળ છે. (૮).
તીર્થંક, દાનનિષ્ફળતા પરિહાર નામના સતાવીસમાં
અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥२८॥ अथ अष्टाविंशतितमं राज्यादिदानेऽपि तीर्थकृतो दोषाभावप्रतिपादनाष्टकम् ॥
एवं जगद्गुरुविषयां महादानविप्रतिपत्तिं निरस्य तस्यैव राज्यदानविषयां तां निरस्यन् परमतं तावदाह
अन्यस्त्वाहास्य राज्यादि-प्रदाने दोष एव तु । महाधिकरणत्वेन, तत्त्वमार्गेऽविचक्षणः ॥१॥