________________
અષ્ટક પ્રકરણ
૨૪૪
રર-ભાવશુદ્ધિવિચાર અષ્ટક ॥२२॥ अथ द्वाविंशतितमं भावशुद्धिविचाराष्टकम् ॥ अथ विरुद्धदानादावपि भावशुद्धेर्धर्म एव न तु तद्व्याघात इत्यत आहभावशुद्धिरपि ज्ञेया, यैषा मार्गानुसारिणी। प्रज्ञापनाप्रियात्यर्थं, न पुनः स्वाग्रहात्मिका ॥१॥
वृत्तिः- "भावशद्धिः' मनसोऽसंक्लिश्यमानता या परैविरुद्धदानादौ धर्मव्याघातपरिहारनिबन्धનિતયા કલ્પિતા સાપ, ન વેવ થર્મવ્યાયાતિ વ ણેય તિ “પિ' શબ્દાર્થ, “યા' જ્ઞાતિવ્યા, “યા વા' वक्ष्यमाणस्वरूपा नान्या, तामेवाह- मार्ग जिनोक्तज्ञानादिकं मोक्षपथमनुसरत्यनुगच्छतीत्येवंशीला 'मार्गानुसारिणी', अथ परो ब्रूयात्, सैषा ममेत्यत्राह- प्रज्ञापना आगमार्थोपदेशनं सा प्रिया वल्लभा यस्यां भावशुद्धौ सा 'प्रज्ञापनाप्रिया,' 'अत्यर्थं' अतिशयेन, उक्तस्यैवार्थस्य व्यतिरेकमाह- 'न' नैव, पुनः शब्दः पूर्वोक्तार्थापेक्षया प्रकृतार्थविलक्षणताप्रतिपादनार्थः, स्वः स्वकीयो न तु शास्त्रीयः, स चासावाग्रहश्चार्थाभिનિવેશ: વાહ, સ વાત્મા સ્વમાવો યથા: સા “વારાહભિવા' કૃતિ આશા
બાવીસમું ભાવશુદ્ધિ વિચાર અષ્ટક (ધર્મમાં ભાવશુદ્ધિની પ્રધાનતા છે. ધર્મક્રિયાનું ફળ ભાવશુદ્ધિ પ્રમાણે મળે છે. આથી દાનાદિની પ્રવૃત્તિ શાસ્ત્રવિરુદ્ધ થઇ જવા છતાં ભાવશુદ્ધિ હોય તો ધર્મ છે, કિંતુ ધર્મવ્યાઘાત નથી. પણ અહીં ભાવશુદ્ધિ કોને કહેવી તે વિચારણીય છે. મનમાનેલી ભાવશુદ્ધિ ધર્મવ્યાઘાતને રોકવા સમર્થ નથી. આથી આ અષ્ટકમાં ભાવશુદ્ધિનું સ્વરૂપ શું છે ? સ્વાગ્રહ ભાવશુદ્ધિ કેમ નથી ? સ્વાગ્રહ એ શું છે ? સ્વાગ્રહ કયા કારણોથી થાય છે ? કેવા પ્રકારની ભાવશુદ્ધિથી ધર્મવ્યાઘાત થતો નથી વગેરે વિષયોની સૂક્ષ્મ વિચારણા આ અષ્ટકમાં કરવામાં આવી છે.)
હવે વિરુદ્ધદાનાદિમાં ભાવશુદ્ધિથી ધર્મ જ છે, નહિ કે ધર્મનો વ્યાઘાત, એમ કોઈ કહે એથી ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ ભાવશુદ્ધિ પણ જે માર્ગાનુસારિણી અને અત્યંત પ્રજ્ઞાપનાપ્રિયા હોય તે જ જાણવી, નહિ કે સ્વાગ્રહવાળી. (૧)
ટીકાર્થ– ભાવશુદ્ધિ- ભાવશુદ્ધિ એટલે માનસિક સંક્લેશનો અભાવ કે જેને બીજાઓએ ધર્મવ્યાઘાતના પરિહાર માટે કારણ રૂપે કલ્પેલો છે. વિરુદ્ધદાનથી પણ જો ભાવશુદ્ધિ હોય તો ધર્મવ્યાઘાત ન થાય એમ બીજાઓ કલ્પના કરે છે.
ગાથાના “મણિ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે. કેવળ ધર્મવ્યાઘાત જ સૂક્ષ્મબુદ્ધિથી જાણવો એમ નહિ, કિંતુ ભાવશુદ્ધિ પણ સૂક્ષ્મબુદ્ધિથી જાણવી.
=આ. આ એટલે આ જ ગાથામાં માર્ગાનુસારિણી વગેરે શબ્દોથી જે કહેવામાં આવશે તે.
માર્ગાનુસારિણી– જિનોક્ત સમ્યગ જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગને અનુસરવાના સ્વભાવવાળી. ૧. વાક્યક્લિષ્ટતાના કારણે ગાથામાં રહેલા પા પદનો અર્થ શ્લોકાર્થમાં લીધો નથી.