________________
અષ્ટક પ્રકરણ
૧૨૧
૮-પ્રત્યાખ્યાન અષ્ટક
त्याख्यानं वीर्याभावप्रत्याख्यानमपि, 'द्रव्यप्रत्याख्यानं' उक्तलक्षणम्, 'प्रकीर्तितं' भणितं तत्त्ववेदिभिः । अन्यैस्तु व्याख्यातं कालान्तरे भावप्रत्याख्यानकारणत्वात् द्रव्यत्वमस्य, सकृत्सञ्जातो हि भावो भावान्तरं जनयति, यदाह-"सइ संजाओ भावो, पायं भावंतरं जओ कुणइ "" इति । इह च द्रव्यशब्दो યોગ્યતાવાળી દ્રવ્ય તિ દા
હવે વીર્યાભાવ દ્રવ્ય પ્રત્યાખ્યાનનું કારણ છે એ વિષે કહે છે–
શ્લોકાર્ધ- પૂર્વે સ્વીકારેલું પણ જે પ્રત્યાખ્યાન ઉત્કટવીર્યના અભાવથી થતા ક્લિષ્ટકર્મોદયથી ખંડિત કરાય છે તે પ્રત્યાખ્યાન પણ દ્રવ્ય પ્રત્યાખ્યાન છે એમ તત્ત્વવેદીઓએ કહ્યું છે. (૬)
ટીકાર્થ– ઉત્કટ વીર્યના અભાવથી– વિર્ય વર્યાન્તરાયના ક્ષયોપશમથી થયેલ આત્મપરિણામરૂપ છે. આવા ઉત્કટ વીર્યના અભાવથી.
ક્લિષ્ટકર્મોદયથી તીવ્ર તીવ્રતર વીર્યાન્તરાય વગેરે કર્મોના વિપાકથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- વર્ષોલ્લાસથી જીવ ક્લિષ્ટ કર્મોને શમાવે છે, અને વર્ષોલ્લાસના અભાવમાં ક્લિષ્ટ કર્મોનો ઉદય થાય છે. તેના વડે પ્રત્યાખ્યાન ખંડિત કરાય છે. આથી વીર્યભાવ પ્રત્યાખ્યાનના ખંડનનો હેતુ છે.
તે પ્રત્યાખ્યાન પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ અવિધિ પ્રત્યાખ્યાન દ્રવ્યપ્રત્યાખ્યાન છે એમ નથી, કિંતુ વીર્યાભાવ પ્રત્યાખ્યાન પણ દ્રવ્યપ્રત્યાખ્યાન છે.
અહીં બીજાઓએ વ્યાખ્યાન આ પ્રમાણે કર્યું છે– વર્ષાભાવ પ્રત્યાખ્યાન (વયંભાવના કારણે ખંડિત થયેલું પ્રત્યાખ્યાન) અન્યકાળે ભાવ પ્રત્યાખ્યાનનું કારણ હોવાથી પ્રધાન) દ્રવ્યપ્રત્યાખ્યાન છે. એકવાર થયેલો ભાવ અન્યભાવને ઉત્પન્ન કરે છે. કહ્યું છે કે-“એકવાર થયેલો શુભભાવ પ્રાયઃ નવા શુભભાવને ઉત્પન્ન કરે છે.” અહીં દ્રવ્યશબ્દ યોગ્યતા વાચી જાણવો, અર્થાત્ આ દ્રવ્યપ્રત્યાખ્યાનમાં ભાવ પ્રત્યાખ્યાન ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે એમ જાણવું. (૬)
उक्तं द्रव्यप्रत्याख्यानम्, अथ भावप्रत्याख्यानमाहएतद्विपर्ययाद् भाव-प्रत्याख्यानं जिनोदितम् । सम्यक्चारित्ररूपत्वा-नियमान्मुक्तिसाधनम् ॥७॥
वृत्तिः-'एतद्विपर्ययात्' अपेक्षादिकृतप्रत्याख्यानविपर्ययात्, अनपेक्षादिकृतमित्यर्थः, 'भावप्रत्याख्यानं' उक्तशब्दार्थम्, भवतीति गम्यम्, किम्भूतं ? 'जिनोदितम्' आप्ताभिहितम् । इह च प्रयोगःयद्यस्य विपर्ययभूतं तत्तस्याभावेऽवश्यं भवति, यथा छायाया अभावे सत्यातपः, द्रव्यप्रत्याख्यानविपर्ययभूतं ७१. सकृत्सञ्जातो भावः प्रायो भावान्तरं यतः करोति । ૧. મરુદેવી માતા આદિને પહેલાં તેવા શુભ ભાવો ન થયા હોવા છતાં શુભભાવોની વૃદ્ધિ થયેલી દેખાય છે. આથી ક્યારેક જ
બનતાં મરદેવીમાતા આદિનાં દૃષ્ટાંતો સિવાય આ નિયમ છે એ જણાવવા માટે અહીં “પ્રાયઃ” કહ્યું છે.