________________
અષ્ટક પ્રકરણ
૧૧૧
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
શાસ્ત્રાર્થ કરવો જોઇએ–'દષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ આગમનું અભિધેય તે શાસ્ત્રાર્થ, અર્થાત્ શાસ્ત્રમાં દષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ જે કહ્યું હોય તે શાસ્ત્રાર્થ છે. શાસ્ત્રાર્થ કરવો જોઇએ એટલે શાસ્ત્રમાં જે કહ્યું હોય તે કરવું જોઇએ.
ગાથામાં રહેલા “” શબ્દનો “અને અર્થ છે. અથવા “જ” કાર અર્થ છે. તેનો અન્વયે આ પ્રમાણે છેઅને મુમુક્ષુએ શાસ્ત્રાર્થ કરવો જોઇએ. અથવા મુમુક્ષુએ શાસ્ત્રાર્થ જ કરવો જોઇએ.
ગાથામાં “દિ' શબ્દ વાક્યાલંકાર માટે છે. અથવા “જે કારણથી” એવા અર્થવાળો છે. તેનો અન્વય આ પ્રમાણે છે-મુમુક્ષુએ જ કારણથી શાસ્ત્રાર્થ જ કરવો જોઇએ તે કારણથી પ્રછત્ર (ગુપ્ત) જ ભોજન કરવું જોઇએ. (૭)
प्रकरणार्थमुपसंहरन्नाहएवं ह्युभयथाप्येतद् दुष्टं प्रकटभोजनम् । यस्मान्निदर्शितं शास्त्रे, ततस्त्यागोऽस्य युक्तिमान् ॥८॥
वृत्तिः- ‘एवं हि' अनेनैवानन्तरोक्तेन प्रकारेण, 'उभयथा' दीनादेर्दानादानलक्षणाभ्यां वर्णितस्वरूपाभ्यां प्रकाराभ्याम्, न केवलमेकेनैव प्रकारेण, 'अपि तु' उभयथाऽपीत्यपिशब्दार्थः, अथवा इहलोकपरलोकापेक्षया, तत्र परलोकापेक्षया प्रकटभोजनस्य दुष्टत्वमुपदर्शितमनन्तरमेव, इहलोकापेक्षया त्वमुतो नीतिश्लोकादवगन्तव्यम् । "प्रच्छन्नं किल भोक्तव्यं, दरिद्रेण विशेषतः । पश्य भोजनदौर्बल्याद् घटः सिंहेन नाशितः ॥१॥ 'एतद्' अनन्तरोक्तं 'प्रकटभोजनम्', 'दुष्टं' दोषवत्, 'यस्मात्' यतो हेतोः 'निदશિત પ્રતિપાલિત, “શારો' સામે, “તતઃ' તત, ત્યાગ:' રિહાર:, “' પ્રબોનનાથ, 'युक्तिमान्' उपपत्तियुक्तः, अतो हे कुतीर्थिका ! यदि यूयं मुमुक्षवः तदा भवतामपि प्रच्छन्नभोजनं कर्तुं युज्यत इति गर्भार्थ इति ॥८॥
પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– આ પ્રમાણે શાસ્ત્રમાં જે કારણથી આ પ્રગટ ભોજનને બંને રીતે દુષ્ટ જણાવ્યું છે તે કારણથી તેનો ત્યાગ યુક્તિયુક્ત છે.
ટીકાર્થ– આ પ્રમાણે હમણાં જ કહેલા પ્રકારથી.
બંને રીતે– દીનને ભોજન આપવાથી અને ન આપવાથી એમ બંને રીતે, કેવળ એકજ પ્રકારથી નહિ, કિંતુ બંને પ્રકારથી પ્રગટ ભોજન દુષ્ટ છે.
અથવા બંને રીતે એટલે આ લોક અને પરલોક એ બંનેની અપેક્ષાએ. તેમાં પરલોકની અપેક્ષાએ પ્રગટ ભોજનમાં દોષ હમણાં જ (પ્રસ્તુત અષ્ટકની છઠ્ઠી-સાતમી ગાથામાં) બતાવ્યો છે. આ લોકની અપેક્ષાએ દોષ આ
૧. દુષ્ટ=પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જે જણાય તે દષ્ટ, શાસ્ત્રમાં જે કહ્યું હોય તે ઇષ્ટ, (૧૫.૫. ૮૮૨).