________________
અષ્ટક પ્રકરણ
૩૨૧
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
शब्दोऽवधारणे, तस्य च प्रयोगो दर्शित एव, ततो यदभिधीयते- "अज्जवि धावइ नाणं, तहवि अलोओ अणंतओ चेव । अज्जवि न कोइ एवं, पावइ सव्वण्णुयं जीवो ॥१॥ त्ति ॥" तन्निरस्तमिति, अथवा
મનોજેનાત્મ' તિિત યોગ, અન્યથા રૂતિ મનાસિદ્ધાવે પુનઃ, “તત્ત્વ' વત્તત્વ, “રા' ન 'स्यात्', केवलज्ञानं हि सकलज्ञानमुच्यते अलोकश्चानन्तत्वेन गमनतः सकलो ज्ञातुमशक्यः, 'तुशब्दः' पुनरर्थो योजितश्चेति ॥५॥
પ્રશ્ન- કેવલજ્ઞાન (સૂર્ય આદિના કિરણોની જેમ) વસ્તુને પ્રાપ્ત કરીને=સ્પર્શીને વસ્તુને પ્રકાશિત કરે છે કે આત્મામાં રહીને (ચશમા આદિની જેમ) દૂરથી જ વસ્તુને પ્રકાશિત કરે છે ?
ઉત્તર- આત્મામાં રહીને દૂરથી જ વસ્તુને પ્રકાશિત કરે છે એમ અમે કહીએ છીએ. પ્રશ્ન- કેવી રીતે ? ( કયા કારણથી ?) ઉત્તર– કારણ કે–
શ્લોકાર્થ– કેવલજ્ઞાન આત્મધર્મ હોવાથી આત્મસ્થ ( આત્મામાં જ રહેનારું) છે અને અનુભવથી () આત્મામાં રહે છે એમ મનાય છે. ગતિ આદિ ઘટતું ન હોવાથી ( 5) કેવલજ્ઞાનનું (તત્ત્વક) સ્વરૂપ (ચથ5) બીજી રીતે ( તુ=) નથી જ. (૫)
ટીકાર્થ– આત્મસ્થ– શરીરપરિમાણ આત્મામાં રહે તે આત્મસ્થ. આત્મા શરીરપરિમાણ છે. કારણ કે શરીરમાં જ આત્મગુણોનું જ્ઞાન થાય છે.
આત્મધર્મ હોવાથી– કેવલજ્ઞાન આત્મસ્થ કેમ છે ? તે કહે છે-કેવળજ્ઞાન આત્મધર્મ=જીવપર્યાય હોવાથી આત્મસ્થ છે. જે જેનો ધર્મ હોય તે ત્યાં જ રહે. જેમકે ઘટમાં રૂપ. કેવલજ્ઞાન આત્મધર્મ છે.
અનુભવથી– કેવળજ્ઞાન કેવળ આત્મધર્મ હોવાથી આત્મામાં રહે છે એવું નથી, કિંતુ સ્વાનુભવરૂપ હેતુથી કેવળજ્ઞાન આત્મામાં રહે છે. તે આ પ્રમાણે-જે જ્યાં અનુભવાય તે ત્યાં જ હોય. જેમ કે ઘટમાં રૂ૫. જ્ઞાન આત્મામાં અનુભવાય છે. આથી જ્ઞાન આત્મસ્થ છે એની સિદ્ધિ થઇ. તથા જે જે જ્ઞાન છે તે તે આત્મસ્થ છે. જેમકે રૂપજ્ઞાન. કેવલ એ જ્ઞાન છે. આ પ્રમાણે અનુભવથી અને પરંપરાથી કેવલ (જ્ઞાન) આત્મસ્થ છે એની સિદ્ધિ થઇ.
અથવા શ્લોકના પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે છે-કેવલ આત્મસ્થ છે. કેમકે તે આત્મધર્મ છે. હવે કેવલ આત્મધર્મ કેમ છે તે કહે છે-સ્વાનુભવથી કેવલજ્ઞાન (પર્વ ) આત્મધર્મ છે એમ મનાય છે. જ્ઞાન આત્મધર્મરૂપે અનુભવાય છે. કેવલ એ જ્ઞાન છે. આથી તે કેવલ આત્મધર્મ છે. આ પ્રમાણે આત્મધર્મરૂપ હેતુની સિદ્ધિ થઇ.
(હવે શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે-)
ગતિ આદિ ઘટતું ન હોવાથી કેવલજ્ઞાન શેયવસ્તુના પ્રદેશમાં જાય તે ઘટતું નથી. આદિ શબ્દથી શેયવસ્તુના પ્રદેશમાં જઇને ફરી સ્વસ્થાને આવે તેનું ગ્રહણ કરવું, અર્થાત્ શેયવસ્તુના પ્રદેશમાં જઇને ફરી સ્વસ્થાને આવે તે ઘટતું નથી એમ આદિ શબ્દથી સમજવું. કારણ કે જો કેવલજ્ઞાન શેયવસ્તુના પ્રદેશમાં જાય તો આત્મા જ્ઞાનના સ્વભાવથી રહિત થાય, અને આત્મા જ્ઞાનસ્વભાવવાળો છે. તથા કેવળજ્ઞાન આત્માનો ધર્મ ન થાય. ४८.अद्यापि धावति ज्ञान तथापि अलोकोऽनन्तक एव । अद्यापि न कोऽपि एवं प्राप्नोति सर्वज्ञत्वं जीव इति ।