________________
અષ્ટક પ્રકરણ
૧૮૮ ૧૫-એકાત્તઅનિત્યપાખંડન અષ્ટક “પ” નાત, હિંસા”િ વયો, ન લેવ7 પરિક્ષા, ‘દેતુ' સ્વરૂપજ્ઞાતિવિનિમિત્તશ્રી વેલ્યર્થ: રા.
વસિદ્ધાંતના વિરોધને જ બતાવતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– નાશનાં કારણો ન ઘટવાથી ક્ષણિકતની (=દરેક પદાર્થ પ્રત્યેક ક્ષણે સ્વયમેવ નાશ પામે છે એવા સિદ્ધાંતની) સ્થાપના કરી છે. આથી કોઇપણ વસ્તુનો (પોતાના સ્વભાવ સિવાય) અન્ય કોઇપણ કારણથી નાશ ન થવાથી, હિંસા (=જીવવિનાશ) પણ નિર્દેતુક બને. (૨).
ટીકાર્થ– એકાંત અનિત્ય પક્ષમાં નાશનાં કારણો ઘટતા નથી. તે આ પ્રમાણે– મુગપ્રહાર વગેરેથી ઘટનો નાશ થાય છે એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અહીં ક્ષણવાદીઓ બે પ્રશ્નો ઉપસ્થિત કરે છે. નાશક તરીકે ઇષ્ટ મુદ્ગર પ્રહાર વગેરે દ્વારા ઘટનો જે નાશ કરવામાં આવે છે તે નાશ ઘટથી ભિન્ન છે કે અભિન્ન ? જો ઘટનાશ ઘટથી ભિન્ન હોય તો ઘટ તો એમ ને એમ જ રહેશે. (જેમ વણકર ઘડાથી ભિન્ન જે પટ ઉત્પન્ન કરે છે તે પટ ઘટથી ભિન્ન હોવાના કારણે પટની ઉત્પત્તિ થવાથી ઘટના સ્વરૂપમાં કશો જ ફેરફાર તેના નિમિત્તે થતો નથી. બરાબર તે જ રીતે મુદ્ગરનો પ્રહાર કરવાથી ઉત્પન્ન થતો ઘટનાશ જો ઘટથી ભિન્ન હોય તો એમ ને એમ જ રહે. ઘટના સ્વરૂપમાં કાંઇ ફેરફાર નહિ થાય. પરંતુ આવું થતું નથી. માટે પ્રથમ વિકલ્પ માન્ય કરી શકાતો નથી.) જો બીજો વિકલ્પ માન્ય કરવામાં આવે તો મુગરના પ્રહાર દ્વારા ઘટ જ ઉત્પન્ન કરાયો એમ માનવું પડે. કારણ કે મુગરના પ્રહારથી થતો ઘટવિનાશ એટલે જ ઘટ. (કેમકે ઘટવિનાશ ઘટથી અભિન્ન છે.) ઘટ તો પોતાના કારણ સમૂહથી જ કરાયેલો છે. તેથી ઘટ અંગે કંઇ પણ કરવાનું રહેતું નથી.
આ પ્રમાણે નાશના હેતુઓ ઘટતા ન હોવાથી બધા પદાર્થો સ્વભાવથી જ નાશ પામે છે. સ્વભાવથી જ નાશ પામનારા પદાર્થો ઉત્પત્તિ પછી તુરત આપ મેળે જ અંતવાળા બને છે=નાશ પામે છે. (જે આપ મેળે મરનાર હોય તેને શું મારવાના હોય ? તેથી કોઇપણ વ્યક્તિ હિંસક નહિ કહેવાય.).
“હિંસા પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. કેવળ ઘટાદિનો જ ક્ષય નિર્દેતુક બને એમ નહિ, કિંતુ જીવવધ પણ નિર્દેતુક (=સ્વરૂપની પ્રાપ્તિ સિવાય અન્યનિમિત્તથી રહિત જ) બને. (૨)
निर्हेतुकत्वे चास्या दोषमाहततश्चास्याः सदा सत्ता, कदाचिन्नैव वा भवेत् । कादाचित्कं हि भवनं, कारणोपनिबन्धनम् ॥३॥
વૃત્તિ – આચિહેડુવા, તનJ' તમાકુનર્દિલાયા નિર્દેતુસવાનું, “કચા' હિંસા: ‘હા’ સર્વતા, “સત્તા' સિદ્ધાવ: પવેલિતિ યોગ, દિ' રિ િવાસ્તે, “વ' ર હજુ ‘વારો વિન્યાર્થ:, “પત, નાત, સતિ વર્નતિ, યુક્ત પતન્યાહ- લારિત ‘લિમિ ', “હિશબ્દો
यस्मादर्थः, 'भवनं' प्रादुर्भावः 'कारणोपनिबन्धनं' हेतुनिबन्धनम्, यतोऽभिधीयते । “नित्यं सत्त्वमसत्त्वं ૧. કોઇ કારણ વિના નાશ પામવો એ વસ્તુનું સ્વરૂપ (=સ્વભાવ) છે. માટે અહીં ‘સ્વરૂપની પ્રાપ્તિ' એમ કહ્યું.