________________
અષ્ટક પ્રકરણ
૨૮૩
ર૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક માતા-પિતા પૂજાનું સ્થાન છે એ વિષયનું સમર્થન કરતા થકાર કહે છે –
શ્લોકાર્થ– જે મનુષ્ય સેવા કરવાની અપેક્ષાએ માતા-પિતાને સ્વીકારે છે, અર્થાત્ માતા-પિતાની સેવા કરે છે, તે જ લોકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મગુરુનો પૂજક બનશે, તે જ નિર્દોષ કુશળ ધર્મનું ભાન બને છે.
ટીકાર્થ– કૃતજ્ઞમાતા-પિતાએ કરેલા ઉપકારને જાણનાર. ધર્મગુરુનો પૂજક બનશે-ધર્મગુરુનો એટલે દીક્ષાચાર્યનો-દીક્ષાદાતા આચાર્યનો.
અહીં બનશે એવા પ્રયોગનો ભાવ એ છે કે હમણાં સંસારમાં રહેલ જે જીવ માતા-પિતાની સેવા કરે છે તે જ દીક્ષા લીધા પછી દીક્ષાચાર્યનો પૂજક બનશે, અન્ય નહિ. કહ્યું છે કે-“ઉપકારી છે એ અપેક્ષાએ પૂજ્ય થાય માતા-પિતા આદિ (=સર્વ પ્રથમ) ઉપકારી છે. આવા માતા-પિતાની પણ જે પૂજા-સેવા કરતો નથી તે ધર્મગુરુની પૂજા કેવી રીતે કરે ?”
માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો કઠીન છે. કહ્યું છે કે-“માતા-પિતા, રાજા વગેરે સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો વાળવો કઠીન છે. તેમાં પણ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આ લોકમાં અને પરલોકમાં પણ અત્યંત કઠીન છે.” (પ્રશમરતિ-૭૧) (૮)
પુણ્યાનુબંધી પુણ્ય પ્રધાનફલ નામના પચીસમા
અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥२६॥ अथ षड्विशतितमं तीर्थकद्दानमहत्त्वसिद्ध्यष्टकम् ॥ प्रकर्षवतः पुण्यानुबन्धिपुण्यस्य तीर्थकरत्वफलमुक्तम्, तीर्थकरस्य च पुण्यप्रकर्षरूपत्वेन जगद्गुरुत्वाद् दानेन महता भाव्यम्, सङ्ख्यावच्च तत्तस्य श्रूयत इति कथं तद्दानस्य महत्त्वमित्यधुनोपदर्शयन्नाह
जगद्गुरोर्महादानं, सङ्ख्यावच्चेत्यसङ्गतम् । शतानि त्रीणि कोटीनां, सूत्रमित्यादि चोदितम् ॥१॥
वृत्तिः- 'जगद्गुरोः' भुवनभर्तुर्जिनस्य, 'महादानं' अतिशायिवितरणं वरवरिकारूपम्, 'सङख यावच्च' परिगणितम्, 'चशब्दः' समुच्चये, 'इति' एतत्, 'असङ्गतम्' विरुद्धम्, तथाहि- महादानं चेत्सङख्यावत् कथम्, सङख्यावच्चेन्महादानं कथमिति, सङ्ख्यावत्त्वं तस्य कथं सिद्धमित्यारेकायामाहयतः 'शतेत्यादि', इह च 'शतानि त्रीणि कोटीनां' इत्यतः परं 'इत्यादि' इति पदं द्रष्टव्यम्, ततश्च 'शतानि त्रीणि कोटीनामित्यादि' एवंप्रभृति, आदिशब्दात् 'अट्ठासीइं च होंति कोडीओ' (अष्टाशीतिश्च भवन्ति कोटयः) इत्यादेः परिग्रहः । ‘सूत्रं' अर्थसूचनपरं वचनम्, 'चोदितं' उदितम्, तच्चेदम्-"तिन्नेव य