________________
અષ્ટક પ્રકરણ
૩૩૬
૩૨-મોક્ષ અષ્ટક
લીધું છે તેવા સિદ્ધોને અન્નાદિનો ભોગ નિરર્થક છે. (૫)
ટીકાર્થ– (જેને આપવાનું હોય તેને વ્યાકરણના નિયમથી ચોથી વિભક્તિ આવે. પણ) અહીં સંપ્રદાનની વિવક્ષા કરી નથી, સંબંધની વિવફા કરી છે. તેથી અને તેવા પ્રકારના પ્રયોગો જોવામાં આવતા હોવાથી अस्वस्थस्य इत्यादि स्थणे. ७४ी विमतिनो न यो छ.
સિદ્ધોને સાધ્ય સિદ્ધ થઇ ગયું હોવાથી અન્નાદિનો ભોગ નિરર્થક છે. (૫) यत एवमत एवअकिञ्चित्करकं ज्ञेयं, मोहाभावाद् रताद्यपि । तेषां कण्ड्वाद्यभावेन, हन्त कण्डूयनादिवत् ॥६॥
वृत्तिः- अकिञ्चित्करं-अफलं तदेव 'अकिञ्चित्करकम्,' पाठान्तरे 'तथाऽकिञ्चित्करं' इति व्यक्तं च, 'ज्ञेयं' ज्ञातव्यम्, कुतो 'मोहाभावात्' पुंवेदादिमोहनीयाभावात्, 'किं तदित्याह- 'रताद्यपि' न केवलमन्नादिभोगो मैथुनाद्यपि, आदिशब्दाद्विलेपनादिग्रहः, केषामित्याह- 'तेषां' सिद्धानां मुक्तानाम्, अत्र दृष्टान्तमाह'कण्ड्वाद्यभावेन' खाद्यभावेन हेतुना, आदिशब्दात् शीतादिपरिग्रहः, 'हन्त' इति प्रत्यवधारणार्थः कोमलामन्त्रणार्थो वा, 'कण्डूयनादिवत्' खजूकरणादिकमिव, आदिशब्दादनलसेवनादिवदिति ॥६॥
જેથી આ પ્રમાણે છે તેથી જ
શ્લોકાર્થ– જેમ ખુજલી આદિના અભાવમાં ખણજ આદિ નિરર્થક છે (=અણજની જરૂર ન હોય), તેમ સિદ્ધોને મોહનો અભાવ હોવાથી મૈથુન આદિ પણ નિરર્થક જાણવું. (૬)
ટીકાર્થ– ખુજલી આદિ– એ સ્થળે આદિ શબ્દથી ઠંડી વગેરેનું ગ્રહણ કરવું. ખણાજ આદિ– એ સ્થળે આદિ શબ્દથી અગ્નિનું સેવન વગેરેનું ગ્રહણ કરવું. मोडना- पुरुषवे६ मा भोउनो.
મૈથુન આદિ પણ- એ સ્થળે આદિ શબ્દથી વિલેપન વગેરેનું ગ્રહણ કરવું. પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ અન્નાદિનો ભોગ નિરર્થક છે એમ નહિ, કિંતુ મૈથુન આદિ પણ નિરર્થક છે. (૬)
सिद्धसुखं स्वरूपत आहअपरायत्तमौत्सुक्य-रहितं निष्प्रतिक्रियम् । सुखं स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ॥७॥
वृत्तिः- 'अपरायत्तं' स्वाधीनं, स्वतन्त्रत्वात् सिद्धानाम्, सुखमिति योगः, 'औत्सुक्यरहितं' विषयाकाङ्क्षावर्जितं, रागाभावात्, निर्गतं प्रतिक्रियाया दुःखप्रतीकाररूपाया इति 'निष्प्रतिक्रियम्', इदं हि सांसारिकसुखवद्वेदनाप्रतिकाररूपं न भवति, 'सुखं' सौख्यम्, स्वभावे विषयानपेक्षे आत्मस्वरूपे भवं