________________
અષ્ટક પ્રકરણ
૧૭૮
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક इत्यनेन सम्बन्धः, 'कञ्चित्' सूक्ष्मबादरादिभेदं प्राणिनम्, 'केनचित्' घातकपुंसा कर्तृभूतेन दण्डादिना वा करणभूतेन मनःप्रभृतिना वा, 'इतिशब्दो' हेत्वर्थः, ‘एवं' शब्दचोपदर्शनार्थः, ततश्चेत्येवमन्यूनाधिकादनन्तરોતિર્િ પાતાનનીયામાવનાતો, “ર” નૈવ, “હિંસા વ્યાપત્તિ, ‘ય’ સર્વથા નિત્યાત્મનઃ, ‘૩૧પદ' પદત રૂતિ રા.
હવે અહીં પરમાર્થથી હિંસા વગેરે કેમ ઘટતા નથી તે કહે છે–
લોકાર્થ– આત્મા એકાંતે નિત્ય હોવાથી નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાથી તે ક્યારે પણ અન્ય કોઇને હણાતો નથી, અને પોતે અન્ય કોઇથી ક્યારે પણ હણાતો નથી. આ પ્રમાણે સર્વથા નિત્ય આત્માની હિંસા ઘટતી નથી. (૨)
ટીકાઈ– નિષ્ક્રિય છે – કોઇપણ કાર્ય કરતો નથી. તે આ પ્રમાણે(૧) નિત્ય આત્મા ક્રમથી કાર્ય કરે છે કે એકી સાથે કાર્ય કરે છે ?
(૨) તે ક્રમથી કાર્ય કરતો નથી. કારણ કે જો ક્રમથી કાર્ય કરતો હોય તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે આ પ્રમાણે
(૩) એક કાર્ય કરવાના સમયે અન્ય કાર્ય કરવામાં સમર્થ છે કે અસમર્થ છે ?
(૪) એક કાર્ય કરવાના સમયે અન્ય કાર્ય કરવામાં અસમર્થ નથી. કેમકે જે નિત્ય હોય તે એક સ્વરૂપવાળો જ હોય. તેથી સદાય અસમર્થ રહેવાનો પ્રસંગ આવે. (જો પહેલાં એક કાર્ય કરતી વખતે અસમર્થ હતો અને પછીના કાળે સમર્થ થયો એમ માનવામાં તે એક સ્વરૂપવાળો ન બને. પહેલાં અસમર્થ સ્વરૂપવાળો હતો અને પછી સમર્થ સ્વરૂપવાળો થયો. એથી એક સ્વરૂપવાળો ન રહ્યો.)
(૫) એક કાર્ય કરતી વખતે અન્ય કાર્ય કરવામાં સમર્થ પણ નથી. કારણ કે જો સમર્થ હોય તો વિવક્ષિત કાર્ય કરવાની જેમ કાળાંતરે થનારાં સઘળાં કાર્યોને કરવાનો પ્રસંગ આવે. (આ રીતે સઘળાં કાર્યો એકી સાથે થઇ જવાથી નિત્ય આત્મામાં “ક્રમથી કાર્ય કરવાનું કેવી રીતે સિદ્ધ થાય ?)
સંપૂર્ણ સામર્થ્યવાળું કારણ વિદ્યમાન હોય તો પણ કાર્ય ન કરે એ પ્રમાણે કહેવું ઉચિત નથી. કેમકે એમ તો વિવલિતકાર્યને પણ તે ન કરે એવી આપત્તિ આવે.
પૂર્વપક્ષ– એક કાર્ય કરવાના સમયે અન્ય કાર્ય કરવામાં સમર્થ તો છે. પણ સહકારી કારણો ન હોવાથી અન્ય કાર્યો કરતો નથી.
ઉત્તરપક્ષ– આ સહકારીઓ નિત્ય ઉપર કોઇ પ્રકારનો ઉપકાર (=વિશેષતા) કરે છે કે નહિ ? પૂર્વપક્ષ– સહકારીઓ નિત્ય ઉપર કોઇ પ્રકારનો ઉપકાર કરતા નથી. ઉત્તરપક્ષ- જો કોઇ ઉપકાર ન કરતા હોય તો વંધ્યાપુત્ર વગેરેને પણ સહકારી માનવાનો પ્રસંગ આવે. પૂર્વપક્ષ– ઉપકાર કરે છે. ઉત્તરપક્ષ– નિત્યથી ભિન્ન ઉપકાર કરે છે કે અભિન્ન ?