________________
અષ્ટક પ્રકરણ
૮૨
૧૪-એકાન્તનિત્યપક્ષખંડન અષ્ટક
શરીરસંબંધ માન્ય હોય તો નિત્ય આત્મા શરીરની સાથે સંબંધથી રહિત જ થાય. કારણ કે શરીરની સાથે અસંબંધરૂપ પૂર્વસ્વરૂપ તે પ્રમાણે જ રહેલ છે. હવે જો પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને શરીરની સાથે સંબંધ થાય છે તો આત્મા અનિત્ય બને. કારણકે પોતાના સ્વરૂપનો ત્યાગ કરવો એ જ અનિત્યતાનું લક્ષણ છે.
| સર્વગત આત્માનો અકલ્પિત સંસાર પણ ન ઘટે- સર્વગત એટલે સકલ વિશ્વને વ્યાપીને રહેલ. કેટલાકો આત્માને વિભુ=સંપૂર્ણ લોકવ્યાપી માને છે. કહ્યું છે કે “દૂર દેશમાં રહેલા પણ પૃથ્વી પર્વત વગેરે મૂર્ત હોવાથી મારા આત્માથી સંયુક્ત છે. મારા શરીરની જેમ.” (નૈયાયિકોનો આશય એ છે કે આત્મા સર્વવ્યાપી છે. તેથી દૂર રહેલા પર્વતાદિનો સંયોગ આત્મા સાથે હોય છે. પરંતુ નિત્ય વિભુદ્રવ્યનો સંયોગ તૈયાયિક સંમત નથી. માટે અહીં અનુમાનમાં મૂર્તત્વ હેતુ મૂકેલ છે. ગગન અમૂર્ત હોવાથી ગગન સંયુક્ત આત્મા ન બને. પણ પર્વતાદિ સંયુક્ત બને.) નિત્ય આત્માનો કેવળ શરીરની સાથે સંબંધ ન ઘટે એમ નહિ. કિંતુ નિત્ય આત્માનો અકલ્પિત સંસાર પણ ન ઘટે. સંસાર એટલે તિર્યંચગતિ, મનુષ્યગતિ, નરકગતિ અને દેવગતિમાં જવું. જે આત્મા સર્વવ્યાપી ન હોય, સક્રિય હોય અને કથંચિત્ અનિત્ય હોય તે જ આત્માનું તિર્યંચ વગેરે ગતિમાં ગમન થાય. તે આ પ્રમાણે-જો આત્મા સર્વગત નિષ્ક્રિય અને નિત્ય હોય તો તે સર્વસ્થળે અને સદા માટે રહેલો હોવાથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનુ ન ઘટે. અકલ્પિત સંસાર ન ઘટે. કલ્પિત સંસાર ઘટે. કલ્પિત સંસાર ઘટતો હોવા છતાં આકાશકુસુમની જેમ હેય કે ઉપાદેય ગણાતો નથી. (૫)
एवं च विभुत्वेन संसाराभावे सति यदापन्नं तदाहततश्चोर्ध्वगतिधर्मा-दधोगतिरधर्मतः । ज्ञानान्मोक्षश्च वचनं, सर्वमेवौपचारिकम् ॥६॥
વૃત્તિ – “તષ્ઠ' પર્વ સંસારમાવે સતિ, અતિઃ ' સ્વરવાતિ નક્ષI, “થ' અહિંસાઈनुष्ठानलक्षणात्, तथा 'अधोगतिः' नारकाद्यवाप्तिरूपा, 'अधर्मतो'ऽधर्माद्धिंसाधनुष्ठानरूपात्, तथा 'ज्ञानात्' पञ्चविंशतितत्त्वावबोधरूपात्, 'मोक्षो' निखिलकर्मनिर्मुक्तिलक्षणः, 'चशब्द' उक्तसमुच्चये, इतिशब्दोऽत्र लुप्तो द्रष्टव्यस्तेन 'इतिवचनम्' एतदर्थप्रतिपादनम्, किमित्याह- 'सर्वमेव' निरवशेषमेव, 'औपचारिकं' काल्पनिकमपारमार्थिकमित्यापन्नम्, अभ्युपगम्यते चोर्ध्वगतिधर्मादित्यादि साङ्ख्यैः । आह च ईश्वरकृष्णः "धर्मेण गमनमूर्ध्वं, गमनमधस्ताद्भवत्यधर्मेण । ज्ञानेन चापवर्गो, विपर्ययादिष्यते बन्धः ॥१॥" तथा "पञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वापि, मुच्यते नात्र संशयः ॥२॥" રૂતિ દા
આ પ્રમાણે આત્મા વિભુ હોવાથી સંસારનો અભાવ થયે છતે જે પ્રાપ્ત થયું તેને કહે છે –
લોકાર્થ– સંસારનો અભાવ થતાં ધર્મથી ઊર્ધ્વગતિ થાય, અધર્મથી અધોગતિ થાય, શાનથી મોક્ષ થાય, એવાં સઘળાં ય વચનો ઔપચારિક બને.
ટીકાર્થ- ધર્મથી અહિંસાદિના આસેવનથી. અધર્મથી–હિંસાદિના સેવનથી.