________________
૨૦૭
-
અષ્ટક પ્રકરણ
૧૭-માંસભક્ષણદૂષણ અષ્ટક दृष्टान्ते प्राण्यङ्गत्वलक्षणसाधनस्य भक्ष्यत्वलक्षणसाध्येन व्याप्तत्वासिद्धरसिद्धान्वयाभिधानोऽनैकान्तिको हेतुः । प्रसङ्गसाधनपक्षे त्विदमुच्यते, 'भक्ष्य' भक्षणीयमोदनादि, 'अभक्ष्य' मधुमांसपलाण्ड्वादि, तयो ‘र्व्यवस्था' मर्यादा, 'भक्ष्याभक्ष्यव्यवस्था', उपलक्षणत्वादस्य पेयापेयगम्यागम्यादिपरिग्रहः, 'इह' अस्मिल्लोके, 'शास्त्र' आप्तवचनम्, 'लोको' लोकव्यवहारः, तौ 'निबन्धनं' हेतुर्यस्याः सा तथा, न तु प्राण्यङ्गेतरमात्रनिबચના, “સર્વવ' નિરવપૈવ, ન તુ કવિ , “માવત' પરમાર્મેન, “યમા' RUI[, “તમાત્' 'एतत्' अनन्तरोक्तं भक्षणीयं सता मांसमित्यादिसाधनम् 'असाम्प्रतं' अयुक्तमिति ॥२॥
એના (=બોદ્ધના) શુષ્ક તાર્કિકપણાને પૂર્વ પક્ષમાં દૂષણ બતાવવા દ્વારા કહે છે–
શ્લોકાર્થ– લોકમાં શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે એવી સઘળીય વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને લોકના કારણે (=આધારે) છે. આથી માંસ પ્રાણીનું અંગ છે માટે ભક્ષ્ય છે એમ કહેવું અયુક્ત છે. (૨) .
ટીકાર્ય- માંસ ભક્ષ્ય છે (સાધ્ય). કેમકે પ્રાણીનું અંગ છે (હેતુ). જો આ અનુમાન 'સ્વતંત્રસાધન હોય તો દષ્ટાંતભૂત ભાત સાધનવિકલ છે, અર્થાત્ ભાતમાં પ્રાયં ત્વરૂપ હેતુ રહેતો નથી. કારણ કે વનસ્પતિ વગેરે એકેંદ્રિય જીવો બૌદ્ધોને પ્રાણી રૂપે માન્ય નથી. તેથી પ્રાäગવરૂપ સાધનની ભઠ્યત્વરૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ સિદ્ધ થતી ન હોવાથી અસિદ્ધાન્વય નામનો અર્નકાંતિક હેતુ થાય.
હવે જો અનુમાન પ્રસંગસાધન હોય તો અમે કહીએ છીએ કે લોકમાં ભાત વગેરે ભક્ષ્ય છે. અને મધમાંસ-ડુંગળી વગેરે અભક્ષ્ય છે એવી ભક્ષ્યાભઢ્યની સઘળીય વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર (=આપ્તવચન) અને લોકવ્યવહારના કારણે (=આધારે) છે. આથી માંસ પ્રાણીનું અંગ છે માટે ભક્ષ્ય છે એમ કહેવું અયુક્ત છે (૨)
असाम्प्रतत्वमेव हेतोरनैकान्तिकतोपदर्शनतो भावयन्नाहतत्र प्राण्यङ्गमप्येकं, भक्ष्यमन्यत्तु नो तथा । सिद्धं गवादिसत्क्षीर-रुधिरादौ तथेक्षणात् ॥३॥
वृत्तिः- 'तत्र' इति तयोः शास्त्रलोकयोः, वाक्योपक्षेपमात्रार्थो वा तत्रशब्दः, 'प्राण्यङ्गमपि' जीवावयवोऽपि, आस्तामप्राण्यङ्गमप्येकं किञ्चित्, 'भक्ष्यं' भोज्यम्, 'अन्यत्तु' परं पुनः, 'नो तथा' तेन
૧. સ્વમાન્ય સાધ્યને વાદી-પ્રતિવાદીમાન્ય હેતુથી સિદ્ધ કરવા જે અનુમાન કરવામાં આવે તે સ્વતંત્રસાધન અનુમાન છે. જેમકે
“ર્વતો વહિલા ધૂમા” એ અનુમાન સ્વતંત્ર સાધન છે. કારણકે વનિને સિદ્ધ કરનાર હેતુ ધૂમ વાદી પ્રતિવાદી ઉભયને
માન્ય છે. ૨. જેમ યત્ર યત્ર ધૂમcત્ર તત્ર વહઃ એમ ધૂમરૂપ હેતુની વહ્નિરૂપ સાધ્ય સાથે વ્યાપ્તિ છે, તેમ યત્ર યત્ર પ્રાથર્વ તત્ર તત્ર
મથર્વ એમ પ્રાયફગત્વની ભઠ્યત્વની સાથે વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. કારણ કે લોહીમાં પ્રાણયંગર્વ છે પણ ભક્ષ્યત્વ નથી. પોતાને માન્ય ન હોવા છતાં પ્રતિવાદીને માન્ય એવા દષ્ટાંતને કલ્પનાથી સ્વીકારી તેવા કલ્પનાસિદ્ધ દષ્ટાંત વગેરે લેવા દ્વારા પ્રતિવાદીના મતમાં દૂષણ આપવું એ જ એકમાત્ર જેનું પ્રયોજન હોય તે પ્રસંગસાધન અનુમાન કહેવાય. જેમકે પ્રસ્તુતમાં બોદ્ધ માંસ ભક્ષ્ય છે, પ્રાથંગ હોવાથી, ભાતની જેમ, આ પ્રસંગસાધન અનુમાન છે, કારણ કે બોદ્ધને ભાત પ્રાયંગ તરીકે માન્ય નથી. આમ છતાં જૈનમતમાં દૂષણ આપવા માટે આવા અનુમાનનો પ્રયોગ થયો છે.