________________
અષ્ટક પ્રકરણ
૬૦
૩-પૂજા અષ્ટક
આ પૂજા પાપ અને શુભભાવ એ બંનેથી મિશ્રિત છે.
પુણ્યબંધનું નિમિત્ત– આ મિશ્રપણું કર્મક્ષયનું કારણ નથી, કિંતુ પુણ્યબંધનું કારણ છે.
વર્ગને સાધનારી- આ પૂજા દેવલોકની પ્રાપ્તિનું કારણ છે. સ્વર્ગને સાધનારી છે એ ઉપલક્ષણ હોવાથી આ પૂજા સુમનુષ્યભવને સાધનારી અને ભાવપૂજાનું કારણ હોવાથી પરંપરાએ મોક્ષને સાધનારી પણ જાણવી. (૪)
अथ शुद्धामष्टपुष्पीमभिधातुमाहया पुनर्भावजैः पुष्पैः, शास्त्रोक्तिगुणसङ्गतैः । परिपूर्णत्वतोऽम्ला-रत एव सुगन्धिभिः ॥५॥
ત્તિ –“યા' ગણપુથી ‘પુનઃ શબ્દ વાવસ્થમાનાર્થવિશેષતનાર્થ, ભાવ આત્મतिसम्भवैः, पुष्पैरिव 'पुष्पै' वक्ष्यमाणलक्षणैरात्मधर्मविशेषैः, किम्भूतैः 'शास्त्रोक्तिगुणसङ्गतैः' शास्त्रमागमस्तस्योक्तिर्भणितिराज्ञा इत्यर्थः, सैव गुणो धर्मविशेषः, तेन सङ्गतानि युक्तानि यानि तानि तथा तैः, कषादिशुद्धागमपारतन्त्र्यानुगतैरित्यर्थः । अथवा, शास्त्रोक्तिरेव गुणो दवरकस्तत्सङ्गत्तैः, एतेनैषां मालारूपतोक्ता, तथा च द्रव्यपुष्पाण्यपि यदा मालां कृत्वाऽऽरोप्यन्ते तदाष्टावपायापगमान् स्मृत्वाऽऽरोपणीयानीति दर्शितम् । पाठान्तरे तु 'शास्त्रोक्तगुणसङ्गतैः' इति तत्र शास्त्रोक्तसमित्यादिगुणोपेतैरित्यर्थः । पुनः किम्भूतैस्तैरित्याह- "परिपूर्णत्वतोऽम्लानैः' परिपूर्णतया सकलजीवमृषावादादिविषयत्वेन निरतिचारतया वा अम्लानैः म्लानिमनुपगतैः, 'अत एव' परिपूर्णत्वादेव, 'सुगन्धिभिः' सद्गन्धोपेतैः, परिपूर्णताधर्म एवैघामम्लानिसुगन्धितालक्षणौ पुष्पधर्मों द्रष्टव्यावित्यर्थः 'विधीयते सा शुद्धे'त्येवंरूपः श्लोकावसाने वाक्यशेषो द्रष्टव्य इति ॥५॥
શુદ્ધપૂજાનું સ્વરૂપ હવે શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાને કહેવા માટે ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ ભાવથી ઉત્પન્ન થનારાં, શાસ્ત્રોક્તિ ગુણથી સંગત, પરિપૂર્ણપણે અભ્યાન અને પરિપૂર્ણ હોવાના કારણે જ સુગંધી (આઠ) પુષ્પોથી જે પૂજા કરાય તે શુદ્ધપૂજા છે. (૫)
ટીકાર્ય– ભાવથી ઉત્પન્ન થનારાં– આત્મપરિણામથી (આત્મપરિણામ રૂપ શુભ ભાવથી) ઉત્પન્ન થનારાં.
શાસ્ત્રોક્ત ગુણથી સંગત– ઉક્તિ એટલે આજ્ઞા, શાસ્ત્રાન્ના રૂપ ગુણોથી યુક્ત, અર્થાત્ કષાદિથી શુદ્ધ આગમની પરતંત્રતાને અનુસરનારા. અથવા અહીં ગુખ એટલે દોરો. શાસ્ત્રાજ્ઞારૂપ દોરાથી યુક્ત. આનાથી પુષ્પો માલા સ્વરૂપે રહેલાં છે એમ કહ્યું. દ્રવ્યપુષ્પો પણ જ્યારે માલા કરીને પ્રભુજીને ચડાવવામાં આવે ત્યારે આઠ અપાયોના વિનાશને યાદ કરીને ચડાવવા જોઇએ એમ જણાવ્યું. અહીં “શાસ્ત્રોક્ત ગુણ સંગત” એવો પાઠાંતર છે. તેનો અર્થ આ પ્રમાણે છે-શાસ્ત્રમાં કહેલા સમિતિ વગેરે ગુણોથી યુક્ત.