________________
અષ્ટક પ્રકરણ
૫૯
૩-પૂજા અષ્ટક
સ્થાપનાચાર્ય સમક્ષ પ્રતિક્રમણ કરવાથી સાધ્વીઓને રાતે ભગવાનની પાસે રહેવાનો દોષ લાગે. પણ આવો દોષ લાગતો નથી. કારણ કે ભાવજિન અને સ્થાપનાજિનમાં ભેદ છે. આચાર્ય જ પુરુષ છે, ભગવાન પુરુષ નથી એવું નથી. વીતરાગ હોવા છતાં આર્ય ચંદના વગેરે સાધ્વીઓ ભગવાન પાસે રાતે રહી નથી.
પૂર્વપક્ષ- પ્રતિક્રમાદિના કાળે અરિહંતની સ્થાપના કરીને ચૈત્યવંદન કરવામાં આશાતના રૂપ દોષનો પ્રસંગ આવે.
ઉત્તરપક્ષ- આ બરોબર નથી. કારણ કે જિનમંદિરમાં પણ ચૈત્યવંદન કરવાની અનુજ્ઞા આપેલી છે. કહ્યું છે કે-“કોઇ એક ગચ્છનું મંદિર હોય કે સર્વ ગચ્છ માટે સાધારણ મંદિર હોય, એ બધાં મંદિરોમાં ત્રણ સ્તુતિથી ચૈત્યવંદન કરવું. સમય અને ચેત્યોને જાણીને, અર્થાત્ ચેત્યો ઘણા હોય અને બધે ત્રણ સ્તુતિ કરવાથી સમય પહોંચે તેમ ન હોય તો, બધે એક એક સ્તુતિથી ચૈત્યવંદન કરે.” (બૃહત્કલ્પ-૧૮૦૪)
પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. (૨-૩) अशुद्धाष्टपुष्पी स्वरूपत उक्ता, सैव स्वर्गप्रसाधनीति यदुक्तं तदधुना प्रदर्शयन्नाहसङ्कीर्णैषा स्वरूपेण, द्रव्याद्भावप्रसक्तितः । पुण्यबन्धनिमित्तत्वाद्, विज्ञेया स्वर्गसाधनी ॥४॥
વૃત્તિ –“ી વધેન વ્યમિશ્રા, પ્રણા' અનન્તરોતા પુછી, “સ્વરૂપેઇ' સ્વમાન, વનत्याह- 'द्रव्यात्' पुष्पादेः सकाशात्, 'भावप्रसक्तितो' भगवति चित्तप्रसादोत्पत्तेः । इदमुक्तं भवतिपुष्पादिद्रव्योपयोगादवद्यं शुभभावश्च स्यातामिति सङ्कीर्णत्वम् । इदं च न कर्मक्षपणनिमित्तम्, अपि तु पुण्यबन्धनिमित्तमेवेत्यत आह- 'पुण्यस्य' शुभकर्मणो 'बन्यो' बन्धनं तस्य निमित्तं कारणं पुण्यबन्धनिमितम्, तद्भावस्तत्त्वं तस्मात् 'पुण्यबन्धनिमित्तत्वात्' हेतोः, "विज्ञेया' अवसेया, 'स्वर्गसाधनी' देवलोकप्राप्तिहेतुः । उपलक्षणत्वात् समानुषत्वसाधनी पारम्पर्येण भावपूजानिबन्धनतां प्रतिपद्य मोक्षसाधनी चेति द्रष्टव्यमिति ॥४॥
અશુદ્ધપૂજા વર્ગને આપનારી છે તેનું કારણ અશુદ્ધ અષ્ટપુષ્પી પૂજા સ્વરૂપથી કહી. તે જ પૂજા સ્વર્ગને સાધનારી છે એમ જે કહ્યું છે તેને હમણાં બતાવતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– આ પૂજા સ્વરૂપથી પુષ્પાદિ દ્રવ્યના કારણે પાપથી અને શુભભાવની પ્રાપ્તિથી મિશ્રિત છે. તથા આ પૂજા પુણ્યબંધનું નિમિત્ત હોવાથી સ્વર્ગને સાધનારી જાણવી. (૪)
ટીકર્થ– આ પૂજા– હમણાં કહેલી અષ્ટપુષ્પી પૂજા.
શુભભાવની પ્રાપ્તિથી– પ્રભુ પૂજા કરવાના કારણે ચિત્તપ્રસન્નતાની ઉત્પત્તિ થવાથી શુભભાવની પ્રાપ્તિ થાય છે.
મિશ્રિત છે – પુષ્પાદિ દ્રવ્યોના ઉપયોગથી પાપ અને પૂજાના કારણે) શુભભાવ એ બંને થાય છે. માટે