________________
અષ્ટક પ્રકરણ
૧૪૮ -
૧૦-વેરાગ્ય અષ્ટક
શ્લોકાર્થ આ પ્રમાણે જાણીને તેના ત્યાગ માટે ઉદ્યમ કરાય, તથા તેનો સર્વથા ત્યાગ કરાય તેને તત્ત્વદર્શીઓ સજ્ઞાનસંગત વૈરાગ્ય કહે છે. (૭).
ટીકાઈ– આ પ્રમાણે જાણીને-હમણાં કહ્યું તેમ આત્મા અનેક છે ઇત્યાદિ વસ્તુસ્વરૂપનો જેમાં યુક્તિઓ રહેલી છે તેવા આપ્તના ઉપદેશથી નિશ્ચય કરીને.
તેના ત્યાગ માટે સંસારમાં રહેવાનું કારણ એવા ઇચ્છાદિરૂપ બંધનના ત્યાગ માટે. ઉદ્યમ કરાય- સર્વસાવદ્યયોગોની વિરતિને સ્વીકારવાનો અભ્યાસ કરાય..
તેનો સર્વથા ત્યાગ કરાય- ઇચ્છા આદિનો સર્વપ્રકારોથી ત્યાગ કરાય, અર્થાત્ સર્વસાવઘયોગોની વિરતિનો સ્વીકાર કરાય.
તત્ત્વદર્શીઓ- વૈરાગ્યના પરમાર્થને જાણનારાઓ. વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે વસ્તુનો બોધ થવાપૂર્વક આ વૈરાગ્ય થતો હોવાથી સજ્ઞાનથી યુક્ત છે. (૭) एतदेव सिद्धिसाधनमिति प्रतिपादयन्नाहएतत्तत्त्वपरिज्ञाना-नियमेनोपजायते । यतोऽतः साधनं सिद्धे-रेतदेवोदितं जिनैः ॥८॥
वृत्ति:- ‘एतत्' अनन्तरोदितं सज्ञानसङ्गतं वैराग्यम्, न पुनराद्यद्वयम्, 'तत्त्वपरिज्ञानात्' आत्मादिवस्तुनः परिणामित्वादिस्वरूपावबोधात्सकाशात्, 'नियमेन' अवश्यम्भावेन, नान्यतः आद्यद्वयवत्, 'उपजायते' સાથ, “યતો' યાત્રા તિ, “અત: તમારપાત, “સાયન' સાતમનું, “સિક' મુક્ત , 'एतदेव' इदमेव, सज्ञानसङ्गतवैराग्यमेव, नेतरद्वयम्, 'उदितम्' अभिहितम्, 'जिनैः' रागादिजेतृभिरिति ॥८॥
| | શમષ્ટિવવિવાર સમાપ્તમ્ ૨ | સજ્ઞાનસંગત વૈરાગ્ય જ સિદ્ધિનું સાધન છે એવું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– તત્ત્વના પરિજ્ઞાનથી જ આ વૈરાગ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી જિનોએ આ વૈરાગ્યને જ મોક્ષનું સાધન કહ્યું છે. (૮).
તત્ત્વના પરિણાનથી જ- આત્માદિ વસ્તુ પરિણામી છે ઇત્યાદિ વસ્તુના સ્વરૂપના બોધથી જ સદ્જ્ઞાનસંગત વૈરાગ્ય થાય, પહેલા બે વૈરાગ્યની જેમ અન્ય કારણથી ન થાય.
આ સજ્ઞાનસંગત. મોક્ષનું સાધન=મોક્ષને અતિશય સિદ્ધ કરનાર. જિનોએ-રાગાદિને જિતનારાઓએ. (૮)
દશમા વેરાગ્ય અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.