________________
અષ્ટક પ્રકરણ
૧૪૭
૧૦-વેરાગ્ય અષ્ટક
ભાવાર્થ– બૌદ્ધમતે ક્ષણિક આત્મા જ્ઞાનાત્મક છે. મલિન જ્ઞાનાત્મક સંસારી આત્માને ઉત્પન્ન કરનાર પણ અવિદ્યાદિ છે. માટે આત્મ કારણભૂત મલિન જ્ઞાનાત્મક સંસારી જીવના કારણભૂત પણ અવિદ્યાદિ જ છે. માટે અવિદ્યાદિને આત્માના કારણ રૂપે તથા કાર્યસ્વરૂપે જણાવેલ છે. તથા ક્ષણિક જ્ઞાનાત્મક આત્મા બૌદ્ધમતે નિરંશ છે. માટે અવિદ્યા મલિન જ્ઞાનનો અંશ બનવાના બદલે મલિન જ્ઞાનસ્વરૂપ બની જશે. માટે મલિન જ્ઞાનાત્મક સંસારી જીવથી અભિન્ન વિદ્યાદિ છે એવું બૌદ્ધમતે પૂરવાર થાય છે.
આવું માનવાથી અવિદ્યાદિનો નાશ થતાં આત્માનો જ નાશ થઇ જાય એમ ટીકાકારે દોષ જણાવ્યો છે.
ઇચ્છા એટલે રાગ. કહ્યું છે કે-“ઇચ્છા, મૂર્ણ, રાગ, સ્નેહ, ગાર્બ, મમત્વ, અભિનંદ, અભિલાષ આ પ્રમાણે રાગનાં અનેક પર્યાયવચનો (પર્યાયવાચી શબ્દો) છે.” (પ્રશમરતિ-૧૭) *
ઇચ્છા આદિ” એ સ્થળે આદિ શબ્દથી ઠેષ વગેરેનું ગ્રહણ કરવું. અહીં તાત્પર્ય એ છે કે – મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગરૂપ બંધહેતુઓથી બંધાતા કર્મથી આત્મા બંધાયેલો છે. ઇચ્છા વગેરે આત્માથી બાહ્ય=અન્ય છે. કારણ કે આત્માથી અન્ય એવા કર્મોથી કરાયેલા વિકારરૂપ છે.
બંધાયેલા છે– જીવો બંધાયેલા છે, અનાદિથી શુદ્ધ નથી. જો બંધ ન હોય તો સુખનાં સાધનોથી યુક્ત પણ પુરુષને દુઃખનો અનુભવ અને દુઃખનાં સાધનોથી યુક્ત પણ પુરુષને સુખનો અનુભવ લોકમાં જે જોવામાં આવે છે તે ન હોય, કારણ કે તેવો અનુભવ કાર્ય છે. કારણના અભાવમાં ઘટની જેમ કાર્ય ન થાય. કહ્યું છે કે-“હે ગૌતમ ! ઇષ્ટ એવા શબ્દાદિ વિષયસુખનાં સાધનોથી યુક્ત અને અનિષ્ટ પદાર્થરૂપ સાધનોથી યુક્ત બે જીવોના કે ઘણા જીવોના સુખ-દુઃખાનુભવરૂપ ફળમાં જે તરતમતારૂપ વિશેષ દેખાય છે તે અદષ્ટ કોઇક હેતુ વિના ન ઘટે. કેમકે સુખ-દુઃખાનુભવ કાર્ય છે. ઘટની જેમ. (જેમ ઘટ હેતુ વિના ઉત્પન્ન ન થાય. તેમ સુખદુઃખાનુભવ પણ હેતુ વિના ન થાય.) તે હેતુ કર્મ છે.” (વિશેષાવશ્યક-૧૪૧૩)
આથી=ઇચ્છા આદિથી થનારા બંધનના સામર્થ્યથી. (૬) ततः किमित्याहएवं विज्ञाय तत्त्याग-विधिस्त्यागच सर्वथा । वैराग्यमाहुः सन्जान-सङ्गतं तत्त्वदर्शिनः ॥७॥
वृत्तिः- एवम्' उक्तप्रकारम्, आत्मभूयस्त्वादिकं वस्तुस्वभावम्, "विज्ञाय' उपपत्तिगर्भाप्तोपदेशाद्विनिश्चित्य, ततः किमित्याह- 'तस्ये'च्छादेर्बन्धनस्य भवावस्थाननिबन्धनस्य, 'त्यागविधिः' त्यजनविधानं तदुद्यमः सर्वसावधविरतिप्रतिपत्तौ परिकर्मेत्यर्थः, तथा, 'त्यागच' त्यजनं चेच्छादेरेव, कथम् ? 'सर्वथा' सर्वप्रकारैः सकलसावद्ययोगविरतिरित्यर्थः, यो विधीयते इति वाक्यशेषो दृश्यः, तदिति च, તત વવિઘમ, વૈરાથ'મુવનિર્વચન”, “ગાદુ?' યુવતે, “જ્ઞાનસફર' સતસ્વરૂપ”, “તત્ત્વદ્રशिनः' वैराग्यपरमार्थवेदिन इति, सज्ज्ञानसत्तत्वमस्य यथावस्तुबोधपूर्वकत्वादिति ॥७॥
આવું જાણવાથી શું થાય તે કહે છે –