________________
અષ્ટક પ્રકરણ
૯૩
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક હોય, જે પિંડ સ્વયં અન્યજીવનો ઘાત કરીને કર્યો ન હોય, જે પિંડ સ્વયં પકાવ્યો ન હોય તે પિંડ અકત છે.
અકારિત– નોકર આદિ દ્વારા ક્રયણ આદિ કોઇ પણ પ્રકારથી જે પિંડ ખાદ્ય તરીકે કરાવ્યો ન હોય તે અકારિત છે. અર્થાત્ જે પિંડ નોકર આદિ દ્વારા ખરીદાવ્યો ન હોય, જીવોનો ઘાત થાય તે રીતે બનાવરાવ્યો ન હોય અને પકાવડાવ્યો ન હોય તે પિંડ અકારિત છે.
અસંકલ્પિત જ– યણ આદિ પ્રકારોથી સાધુને આ આપીશ એમ બીજાઓથી સંકલ્પિત કરાયો ન હોય તે પિંડ અસંકલ્પિત છે, અર્થાત્ સાધુને આપીશ એવા સંકલ્પથી જે પિંડ બીજાએ ખરીદ્યો ન હોય, જીવઘાત થાય તે રીતે બીજાએ તૈયાર કર્યો ન હોય, બીજાએ પકાવ્યો ન હોય, તે પિંડ અસંકલ્પિત છે.
અહીં પર્વ કારના (=જકારના) પ્રયોગથી ઉક્ત પ્રકારથી જુદા પ્રકારનો પિંડ સાધુથી ગ્રહણ ન કરી શકાય એમ જણાવ્યું છે. કહ્યું છે કે-“જે દલિત આ પિંડ શુદ્ધ છે કે અશુદ્ધ છે એમ પિંડની તપાસ કરતો નથી તે ચારિત્રથી રહિત છે. એમાં સંશય નથી. ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષા નકામી છે.” (યતિદિનચર્યા-ર૧૦)
“અકૃત” આદિ (ત્રણ) પદોથી સ્વયં ખરીદવું નહિ, બીજા પાસે ખરીદાવવું નહિ, ખરીદનારને અનુમતિ ન આપવી, સ્વયં જીવને હણવો નહિ, બીજા પાસે હણાવવો નહિ, હણનારને અનુમતિ ન આપવી. સ્વયં પકાવવું નહિ, બીજા પાસે પકાવડાવવું નહિ, પકાવનારને અનુમતિ ન આપવી આ રીતે નવકોટિથી પિંડની શુદ્ધિ કહી છે
પિંડ– ભાત આદિ પિંડ છે. પિંડના ઉપલક્ષણથી શયા અને ઉપકરણો આવાં જ શુદ્ધ કહ્યાં છે. સાધુ માટે= પૃથ્વીકાય આદિનું સમ્યક્ રક્ષણ કરવામાં પ્રયત્નવાળા સાધુ માટે. વિશુદ્ધઃ સર્વદોષોથી રહિત.
કહ્યો છે– રાગાદિ દોષો જવાના કારણે ઉત્પન્ન થયેલા સર્વપદાર્થ સમૂહને જાણવામાં સમર્થ એવા જ્ઞાનવડે આવા પિંડને મોક્ષનગરમાં જવા માટે અસાધારણ માર્ગ રૂપ ચરણ-કરણની વિશુદ્ધિના હેતુ તરીકે જાણીને તીર્થંકરોએ સારી રીતે કહ્યો છે.
અહીં ભાવાર્થ આ છે – તીર્થકરોએ કેવલજ્ઞાનથી જાણ્યું કે આવો (અકૃત-અકારિત-અસંકલ્પિત) પિંડ ચરણકરણની વિશુદ્ધિનો હેતુ છે. તેથી તીર્થકરોએ આવા પિંડને સારી રીતે કહ્યો છે. તેથી તીર્થકરોને અંતરાયના દોષો લાગતા નથી, અર્થાત્ શુદ્ધ પિંડ ન મળે તેથી સાધુઓ ભૂખ્યા રહે તો સાધુઓને આહારનો જે અંતરાય થયો તેનું કારણ તીર્થંકરો નથી. તેથી તીર્થકરોને અંતરાયનો ( સાધુઓને આહારનો અંતરાય કરવાનો) દોષ લાગતો નથી.
શુદ્ધિ કરે છે– આવો પિંડ વિશુદ્ધ હોવાથી જ શુદ્ધિ કરે છે=આત્માને કર્મરૂપ મલના કલંકથી રહિત કરે છે.
અથવા વિશુદ્ધઃ શુદ્ધિાર: એ પદોનો અન્વય આ પ્રમાણે છે-સાધુઓ માટે અમૃત આદિ ગુણવાળો પિંડ શા માટે કહ્યો છે ? એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે વિશુદ્ધ જ (=કૃત આદિ દોષોથી રહિત જ) પિંડ શુદ્ધિ કરે છે, અન્યપિંડ નહિ. સાધુ ભવવિસ્તારમાં (=અનેક ભવોમાં) એકઠા કરેલ પાપરૂપ મલસમૂહની વિશુદ્ધિ
૧. પાયમાન પ્રયોગ આ પ્રમાણે બન્યો છે. માર્ગ વાવતિ એ અર્થમાં સિદ્ધહેમ વ્યાકરણના ૩-૪-૨૬ સૂત્રથી માર્ગ શબ્દથી
વચમ્ પ્રત્યય લાગતાં માય એવું વર્તમાનકાળનું રૂપ બને છે. તેનું વર્તમાન કૃદંત માથા બને.