________________
અષ્ટક પ્રકરણ
૧૨૪
૯-જ્ઞાન અષ્ટક
कज्ञानविषयेष्वर्थेषु प्रवृत्तावात्मनस्तात्त्विकार्थानर्थप्रतिभासशून्यमित्यर्थः, ज्ञानमाहुरिति सम्बन्धः । 'चशब्द' उत्तरज्ञानविशेषापेक्षया समुच्चयार्थः, इदं च मिथ्याशां भवतीति । तथा आत्मनो जीवस्य, परिणतिरनुष्ठानविशेषसम्पाद्यः परिणामविशेषः, सैव ज्ञेयतया यस्मिन्नस्ति ज्ञाने न पुनस्तदनुरूपप्रवृत्तिनिवृत्ती अपि, तत् 'आत्मपरिणतिमत्,' 'तथा' इति समुच्चये, इदं चाविरतसम्यग्दृष्टीनां भवतीति । तत्त्वं परमार्थः, तत्सम्यग् वेद्यते ज्ञायते येन तत् 'तत्त्वसंवेदनम्' हेयोपादेयार्थनिवृत्तिप्रवृत्तिसम्पादकमित्यर्थः, 'चशब्दः' समुच्चये, 'एवकारो'ऽवधारणे, तस्य चैवं प्रयोगः- तत्त्वसंवेदनमेव च नोक्तव्यतिरिक्तम्, इदं च(तु)विशुद्धचारिદિપ યાત્ા “જ્ઞાન' વોહમ, “હું?' તુજે, “મહર્ષય:' મહાપુન: તે રાયોપિ જ્ઞાનમેલા અત્યાદિविशेषा एवेति ॥१॥
નવમું જ્ઞાન અષ્ટક (જ્ઞાનના વિષયપ્રતિભાસ આદિ ભેદોનું સ્વરૂપ શું છે ? તેમનું લિંગ=ઓળખવાનું ચિહ્ન શું છે ? હેતુ=કયું જ્ઞાન કયા કારણથી ઉત્પન્ન થાય છે, કયા જ્ઞાનનું શું ફળ છે, વગેરે તાત્ત્વિક વિષયોને જાણવા આ અષ્ટક ખૂબ ઉપયોગી છે.)
આ ભાવપ્રત્યાખ્યાન વિશેષ પ્રકારનું જ્ઞાન થયે છતે સંભવે છે. આથી તેનું જ નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– જ્ઞાન વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારનું છે, એમ મહર્ષિઓ કહે છે. (૧)
ટીકાર્થ (૧) વિષયપ્રતિભાસ- માત્ર વિષયોનું જ્ઞાન જેમાં થાય તે વિષય પ્રતિભાસ જ્ઞાન. કાન વિગેરે ઇંદ્રિયોથી થતા જ્ઞાનનો વિષય શબ્દ વિગેરે છે. માત્ર શબ્દાદિ વિષયનું જ જ્ઞાન થાય. પણ શબ્દાદિમાં પ્રવૃત્તિ કરવામાં પ્રવૃત્તિથી થતા આત્માના હિત-અહિતનું જ્ઞાન ન થાય, તે વિષયપ્રતિભાસ જ્ઞાન. અર્થાતુ છાબસ્થિક જ્ઞાનના વિષય એવા આ લોક-પરલોક સંબંધી પદાર્થોમાં પ્રવૃત્તિ કરવામાં આત્માના તાત્ત્વિક હિત-અહિતના જ્ઞાનથી રહિત જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. આ જ્ઞાન મિથ્યાષ્ટિઓને હોય છે.
૨) આત્મપરિણાતિમતુ- આત્મપરિણતિ એટલે અનુષ્ઠાન વિશેષથી પામી શકાય તેવો જીવનો વિશેષ પ્રકારનો પરિણામ. આવો પરિણામ જ શેયપણા તરીકે જે જ્ઞાનમાં હોય તે આત્મપરિણતિમતું જ્ઞાન, અર્થાત્ જે જ્ઞાનમાં અનુષ્ઠાન વિશેષથી પામી શકાય તેવો જીવનો પરિણામ દેખાય, પણ પરિણામને અનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોય તે આત્મપરિણતિમતુ જ્ઞાન છે. આ જ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને હોય.
૩) તત્ત્વસંવેદન– તત્ત્વ એટલે પરમાર્થ. સંવેદન એટલે સારી રીતે જાણવું. જે જ્ઞાનથી તત્ત્વ=પરમાર્થ સારી રીતે જણાય (=અનુભવાય) તે તત્ત્વસંવેદન જ્ઞાન. આ જ્ઞાન હેય-ઉપાદેય પદાર્થોમાં અનુક્રમે નિવૃત્તિ-પ્રવૃત્તિ કરાવે છે. આ જ્ઞાન વિશુદ્ધચારિત્રીઓને હોય છે.
(હેય-ઉપાદેયના તાત્ત્વિક વિવેક વિના બાળકની જેમ માત્ર વિષયનો (=વસ્તુનો) પ્રતિભાસ (=જ્ઞાન) થાય તે વિષય પ્રતિભાસ. હેય-ઉપાદેયના તાત્ત્વિક વિવેક પૂર્વકનું નિવૃત્તિ-પ્રવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિણતિમતું.