________________
અષ્ટક પ્રકરણ
૧૩૦
૯-જ્ઞાન અષ્ટક
પાતાદિથી જનિત દોષાદિને વિષે સંશય રહિત- પાતાદિથી પરતંત્ર પુરુષને પાત આદિથી થતા શરીરભંગ અને મરણ વગેરે દોષોમાં સંશય હોતો નથી. અહીં આદિ શબ્દથી કાપુરાના ઢગલા ઉપર પડે તો કોમળ સ્પર્શ આદિ ગુણોનું ગ્રહણ કરવું.
અનર્ધાદિની પ્રાપ્તિથી યુક્ત પાતાદિથી પરતંત્ર પુરુષને શરીર ભંગ વગેરે અનર્થોની પ્રાપ્તિ થાય છે. અહીં આદિ શબ્દથી સુખસ્પર્શ (=સુખ થાય તેવો સ્પર્શ) વગેરે અર્થનું (કહિતનું) ગ્રહણ કરવું. આ જ ઘટના સમ્યગ્દષ્ટિ જીવને લાગુ પડે છે. તે આ પ્રમાણે
પાતાદિથી પરતંત્ર– વિષય-કષાયાદિથી વશ કરાયેલ સમ્યગ્દષ્ટિજીવ પાતાદિથી પરતંત્ર હોય છે. એટલે કે તે જીવ દુર્ગતિમાં પણ જાય, અથવા સ્વર્ગાદિમાં પણ જાય.
પાતાદિ જનિત દોષાદિને વિષે સંશય રહિત– પાત (=નીચે પતન) થાય તો કર્મબંધ અને દુર્ગતિ આદિ દોષોમાં તે સંશય રહિત હોય છે. અહીં આદિશબ્દથી અભ્યદય (=સ્વર્ગ) વગેરે જાણવું. - અહીં સંશયનો અભાવ એ ઉપલક્ષણ હોવાથી વિપર્યય (=વિપરીત જ્ઞાન) પણ ન હોય એમ સમજી લેવું. મોહગ્રંથિ ભેદાઇ ગઇ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને યથાર્થ નિશ્ચયવાળું જ્ઞાન હોય છે. અર્થાત્ પાત થાય તો કર્મબંધ અને દુર્ગતિ આદિ દોષો અવશ્ય થાય અને ઊર્ધ્વગમન થાય તો સ્વર્ગ વગેરે ગુણો અવશ્ય થાય એમ નિશ્ચિતજ્ઞાન હોય છે.
અનર્થાદિની પ્રાપ્તિથી યુક્ત– આ જ્ઞાન કર્મબંધ-દુર્ગતિગમન આદિ અનર્થની પ્રાપ્તિથી યુક્ત હોય છે. આદિ શબ્દથી પરંપરાએ મોક્ષગતિથી યુક્ત હોય છે એમ જાણવું..
જો કે પુરુષને જ અનર્થાદિની પ્રાપ્તિ થાય છે (જ્ઞાનને અનર્યાદિની પ્રાપ્તિ થતી નથી), તો પણ પુરુષ જ્ઞાનથી ભિન્ન ન હોવાથી અહીં જ્ઞાનને જ અનર્થાદિની પ્રાપ્તિથી યુક્ત કહ્યું છે.
માન્યું છે– આધ્યાત્મિક તત્ત્વમાં વિદ્વાન પુરુષોએ માન્યું છે. અહીં પ્રસ્તુત અર્થની સમાનતાવાળી બે ગાથાઓ છે. તેનો ગાથાર્થ અને ટીકાર્થ આ પ્રમાણે છે
ગાથાર્થ– જેવી રીતે બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષ અને રત્નમાં અક્ષ-રત્નના વિભાગ (=ભેદ) સંબંધી બોધ થાય છે. તે રીતે ગ્રંથિભેદ થતાં તુરત જ જ્ઞાન પ્રગટે છે. પ્રતિબંધ હોવા છતાં શ્રદ્ધા આદિ ભાવથી જ્ઞાન સમ્યરૂપ જ છે.
ટીકાર્થ- બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં જ અક્ષનું વિશેષ મૂલ્ય નથી, રત્ન જ મૂલ્યવાન છે, એ પ્રમાણે અક્ષ-રત્નના વિભાગનું જ્ઞાન થાય છે. તે જ પ્રમાણે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ નિર્મલ વિચારણાથી વિશુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થવાના કારણે (સંસાર હેય છે મોક્ષ જ ઉપાદેય છે ઇત્યાદિ) જ્ઞાન પ્રગટે છે.
પ્રતિષેધ હોવા છતાં– સનુષ્ઠાન ન કરી શકવા છતાં. શ્રદ્ધા આદિ ભાવથી એ સ્થળે આદિ શબ્દથી ગીતાર્થપ્રજ્ઞાપનીયત્વ ગુણ સમજવો.
(ગીતાર્થપ્રજ્ઞાપનીયત્વ એટલે ગીતાર્થ સમજાવી શકે તેવી યોગ્યતા. આ ગુણ જેનામાં હોય તે અનાભોગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ગીતાર્થ તેની ભૂલ સમજાવે તો સમજી જાય, તુરત પોતાની ભૂલને સ્વીકારે, અને વિપરીત પ્રવૃત્તિનો ત્યાગ કરે.) (ઉપદેશપદ ગાથા-૩૭૪)