________________
અષ્ટક પ્રકરણ
૨૮૪
ર૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક कोडिसया, अट्ठासीई च होंति कोडीओ । असीइं च सयसहस्सा, एयं संवच्छरे दिनम् ॥१॥" पाठान्तरेण 'शास्त्र इत्यादि चोदितम्' इति, तत्र 'शास्त्रे' आगमे, शेषं तथैवेति परवच इति ॥१॥
છવીસમું તીર્થકત દાનમહત્ત્વ સિદ્ધિ અષ્ટક (જેનો જૈન તીર્થના પ્રવર્તકને તીર્થકતુ કે તીર્થકર કહે છે. બૌદ્ધો બૌદ્ધ દર્શનના પ્રવર્તકને બોધિસત્વ કહે છે. જેમ તીર્થંકરો દીક્ષા લેતાં પહેલાં અનુકંપાદાન આપે છે, તેમ બોધિસત્ત્વો પણ આપે છે. તીર્થંકર અને બોધિસત્વ એ બેમાંથી કોનું દાન મહાન છે તેની વિચારણા આ અષ્ટકમાં કરવામાં આવી છે. તેમાં તીર્થંકરનું દાન જ મહાદાન છે એમ સિદ્ધ કર્યું છે.)
પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યનું ફલ તીર્થંકરપદ છે એમ કહ્યું. તીર્થંકર પ્રકૃષ્ટપુણ્યવરૂપ હોવાથી જગતના ગુરુ છે. તીર્થંકર જગગુરુ હોવાના કારણે તેનું દાન મહાન હોવું જોઇએ. તેનું દાન સંખ્યાવાળું (=ગણેલું) સંભળાય છે. આથી હવે તેનું દાન મહાન કેમ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– જગનૂરુ જિનનું દાન મહાદાન છે અને સંખ્યાવાળું ( ગણતરી કરેલું) છે એ અસંગત છે. શતાનિ ર િવોટિન (ત્રણસો ક્રોડ) ઇત્યાદિ સૂત્ર કહ્યું છે. (૧)
ટીકાર્થ– મહાદાન– જેને જે જોઇએ તે માંગો એવી ઉદ્ઘોષણાવાળું ઘણું દાન.
અસંગત છે– વિરુદ્ધ છે. તે આ પ્રમાણે-જો મહાદાન છે તો સંખ્યાવાળું કેવી રીતે ? અને જો સંખ્યાવાળું છે તો મહાદાન કેવી રીતે ? | ઇત્યાદિ સૂત્ર કહ્યું છે– સૂત્ર એટલે અર્થનું સૂચન કરવામાં તત્પર વચન. સંપૂર્ણ સૂત્ર આ પ્રમાણે છે“પ્રભુએ દીક્ષા લેતા પહેલાં એક વર્ષમાં ૩૮૮ ક્રોડ ૮૦ લાખ જેટલું સુવર્ણનું દાન આપ્યું.”(આવશ્યક સૂત્રરર૦)
અહીં સૂત્રમત્યાદિ એ પાઠના સ્થાને શાસ્ત્ર ફાત્રિ એવો પાઠાંતર છે. એ પાઠમાં શાસ્ત્રમાં એટલે આગમમાં. બાકીનો અર્થ પૂર્વ પ્રમાણે જ છે. આ શ્લોકમાં જગ_રુ જિનનું દાન મહાદાન છે અને સંખ્યાવાળું છે એ અસંગત છે એમ જે કહ્યું છે તે પરવચન છે, અર્થાત્ બીજાઓ આમ કહે છે. (૧)
एवं जिनस्य महादानविरुद्धतामभिधाय बुद्धस्य महादानसाङ्गत्यमभिधातुं पर एवाहअन्यैस्त्वसङख्यमन्येषां, स्वतन्त्रेषूपवर्ण्यते । तत्तदेवेह तद्युक्तं, महच्छब्दोपपत्तितः ॥२॥
વૃત્તિ – જૈતુ મારે: પુનર્જનાપેક્ષા વી, ‘મકડ્ય' વિમાનરિમાળનું, “ગોષi' जिनादपरेषां बोधिसत्त्वानाम्, 'स्वतन्त्रेषु' स्वकीयशास्त्रेषु, 'उपवर्ण्यते' प्रतिपाद्यते । तद्यथा- "एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्धिनो, रत्नानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाम् ॥ हाराः पीवरमौक्तिकौघरचितास्तारावलीभासुरा, यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति ॥१॥" 'तत्' २८. त्रीण्येव च कोटिशतानि अष्टाशीतिश्च भवन्ति कोटयः । अशीतिश्च शतसहस्राणि एतत् संवत्सरे दत्तम् ॥१॥