________________
અષ્ટક પ્રકરણ
૩૧૯
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
હવે કેવલજ્ઞાન કેવા સ્વરૂપવાળું છે તે કહે છે –
શ્લોકાર્થ કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ=વભાવ જ છે. પણ શ્રેષ્ઠ રત્નનાં કિરણોની જેમ અનાદિમલથી આવરાયેલું છે. ઉપાય વડે અનાદિમલના ક્ષયથી કેવલજ્ઞાન થાય. (૩)
ટીકાર્થ- કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ–સ્વભાવ છે એ કથનથી આ કહેલું થાય છે-કેવલજ્ઞાન માત્ર પ્રકૃતિના વિયોગરૂપ નથી. કારણ કે પ્રકૃતિનો વિયોગ અભાવરૂપ છે. કેવલજ્ઞાન આત્માથી ભિન્ન પણ નથી. કેવલજ્ઞાન આત્માથી ભિન્ન હોય તો અન્યપુરુષના જ્ઞાનની જેમ બોધાભાવનો પ્રસંગ આવે.
પૂર્વપક્ષ- સમવાયથી કરાયેલ વિશિષ્ટતા છે. એથી સમવાય સંબંધથી જ્ઞાન આત્મામાં રહે છે.
ઉત્તરપક્ષ– સમવાય એક હોવાથી બધામાં સમવાયને રહેવાનો પ્રસંગ આવે, અર્થાત્ એક આત્માને જે જ્ઞાન થાય તે જ્ઞાન બધાને થવાનો પ્રસંગ આવે. કારણ કે સમવાય એક હોવાથી બધા આત્મામાં એક સરખો રહેલો છે.
અનાદિમલથી આવરાયેલું છે જો કેવલજ્ઞાન આત્માનું સ્વરૂપ છે તો તે સદા કેમ પ્રાપ્ત થતું નથી ? એ પ્રશ્નના જવાબમાં અહીં કહે છે-અનાદિ એવો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મળ, તેનાથી આવરાયેલું છે. આથી સદા પ્રાપ્ત થતું નથી. કર્મમલનું અનાદિપણું પ્રવાહની અપેક્ષા છે. જો કર્મમલ સાદિ (=આદિવાળું) હોય તો મુક્તની જેમ કોઇપણ જીવનો બંધ ન થાય.
શ્રેષ્ઠ રનનાં કિરણોની જેમ- મરકત વગેરે શ્રેષ્ઠ રનનાં કિરણો અનાદિથી આવરાયેલાં છે. (પછી ઝવેરી મૃત્યુટપાક, ક્ષાર વગેરે ઉપાયોથી રત્નનાં કિરણોને પ્રગટ કરે છે.)
ઉપાય વડે- સામાયિકના અભ્યાસરૂપ ઉપાયથી. (ઉપાયથી હેતુથી)
પૂર્વપક્ષ– આત્માની સાથે કર્મમલનો સંબંધ અનાદિથી હોવાથી આત્માને કર્મમલનો વિયોગ યુક્ત નથી. જેમકે આત્મા અને આકાશનો સંબંધ અનાદિ હોવાથી ક્યારેય એ સંબંધનો અભાવ થતો નથી.
ઉત્તરપક્ષ– તમે કહો છો તેમ નથી. રત્નકિરણો અને મલનો સંયોગ અનાદિ હોવા છતાં ઉપાયથી ક્ષય જોવામાં આવે છે. કહ્યું છે કે “જેવી રીતે સુવર્ણ-પથ્થરનો સંયોગ પ્રવાહથી અનાદિથી થયેલી હોવા છતાં અગ્નિતાપ આદિ ઉપાયથી તે સંયોગનો વિચ્છેદ થાય છે, તેમ જીવકર્મનો સંયોગ પ્રવાહથી અનાદિથી થયેલો હોવા છતાં તપ-સંયમ વગેરે ઉપાયથી તે સંયોગનો વિચ્છેદ થાય છે.” (વિશેષાવશ્યક- ૧૮૧૯) (૩)
नन्वात्मरूपत्वेऽपीदं, केवलज्ञानं कथं लोकालोकप्रकाशकमित्यत आहआत्मनस्तत्स्वभावत्वा-ल्लोकालोकप्रकाशकम् । अत एव तदुत्पत्ति-समयेऽपि यथोदितम् ॥४॥
वृत्तिः- 'आत्मनः' जीवस्य, तत् लोकालोकप्रकाशनं स्वभावोऽस्य स तद्धावस्तत्त्वं तस्मात् 'तत्स्वभावत्वात्', 'लोकालोकप्रकाशकं' सकलपदार्थसार्थाविर्भासकमित्यर्थः, केवलमिति प्रकृतम्, ननूत्पत्तिसमये तद्यथोक्तप्रकाशं न सङ्गतमुत्पद्यमानत्वात् दीपादिरिव, दीपो हि क्रमेण स्वप्रकाश्यं प्रकाशयती