________________
અષ્ટક પ્રકરણ
૨૫૫
૨૩-શાસનમાલિન્યનિષેધ અષ્ટક
“હૂર્તમાં જે કર્મ બાંધે છે તેને અનેક કોડાકોડિ સાગરોપમમાં દુખપૂર્વક ભોગવે છે, આ પ્રમાણે કષાયથી બંધાયેલાં કર્મોના અશુભવિપાકને જાણીને, પ્રતિકૂળ આચરણ કરનારા અપરાધી ઉપર પણ, જ્યાં સુધી સમ્યકુત્વનો પરિણામ હોય ત્યાં સુધી ક્રોધ કરતો નથી, પરંતુ ઉપશમભાવને ધારણ કરે છે. (શ્રા.પ્ર. ૫૫)
સંવેગ- સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તી કે ઇંદ્રના સુખને પણ પરમાર્થથી દુ:ખ રૂપ જ માને છે, તથા અતિસંવેગથી મોક્ષને છોડીને બીજા કોઇપણ સુખને ઇચ્છતો નથી. (શ્રા.પ્ર.૫૬)
નિર્વેદ– સ્વભાવથી જ મમત્વરૂપ વિષના ફેલાવાથી રહિત સમ્યગ્દષ્ટિજીવ આ સંસારમાં પરલોકનાં કાર્યો સિવાય સર્વે કાર્યોને અસાર માને છે, પરલોકને યોગ્ય સદ્ અનુષ્ઠાન ન કરી શકવાના કારણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવમાં નિર્વેદના કારણે દુખપૂર્વક રહે છે.
અનુકંપા- ભયાનક ભવસાગરમાં જીવસમૂહને શારીરિક માનસિક દુઃખોથી પીડાયેલો જોઇને સ્વપરના ભેદ વિના દ્રવ્ય-ભાવ એ બંને પ્રકારની દયા યથાશક્તિ કરે. (શ્રા.પ્ર. પ૮).
આસ્તિક્ય- જિનો વડે જેનું પ્રતિપાદન કરાયું છે તે બધું જ નિશંકપણે સાચું છે એમ માનવું તે આસ્તિક્ય.
સમ્યગ્દષ્ટિને સંબોધના સામર્થ્યથી પ્રશમ વિગેરે ગુણો હોય છે. કારણ કે તેને વિશિષ્ટ ક્રોધ વગેરે ના હોય. કહ્યું છે કે-“તેથી (=ધર્મતત્ત્વની પ્રાપ્તિ થતાં પાપરૂપ વિકારો ઉત્પન્ન ન થતા હોવાથી) ધર્મ પામેલા જીવને ગાઢ વિષયતૃષ્ણા થતી નથી, દષ્ટિસંમોહ (આગમમાં કહ્યા પ્રમાણે ન માનવું) ન હોય, ધર્મરૂપ પધ્યમાં અરુચિ ન હોય, અને પાપિણી ક્રોધરૂપી ખણજ ન હોય.” (ષોડશક ૪-૯)
અહીં આદિ શબ્દથી બીજા પણ જિનશાસન કુશલતા વગેરે ગુણોને ગ્રહણ કરવા. કહ્યું છે કે (૧) જિનશાસનમાં કુશલતા (૨) પ્રભાવના (૩) આયતન સેવા (૪) સ્થિરતા (૫) ભક્તિ. આ પાંચે સમ્યકત્વને પ્રકાશિત (દેદીપ્યમાન) કરનારા ઉત્તમગુણો છે.
(૧) જિન શાસનમાં કુશલતા- જિનશાસન એટલે અહદ્ દર્શન. તેમાં કુશળતા એટલે નિપુણતા. જેણે જિનશાસનમાં કુશળતા પ્રાપ્ત કરી હોય તે જુદા જુદા ઉપાયો વડે સુખપૂર્વક બીજા જીવોને પ્રતિબોધ કરી શકે.
(૨) પ્રભાવના– જિનશાસનની પ્રભાવના. બીજા લોકોના હૃદયમાં જિનશાસન પ્રત્યે આદર-બહુમાન પ્રગટાવવો તે પ્રભાવના કહેવાય.
(૩) આયતનસેવા- આયતન એટલે સ્થાન. તે આયતન બે પ્રકારે છે. દ્રવ્ય આયતન અને ભાવ આયતન. તેમાં જિનમંદિર વગેરે દ્રવ્ય આયતન અને જ્ઞાન-દર્શન-ચારિત્રના આધારરૂપ સાધુ વગેરે ભાવ આયતન છે. તે આયતનની સેવા કરવી, એટલે કે પક્પાસના કરવી તે આયતનસેવા.
(૪) સ્થિરતા- જિનધર્મમાં અસ્થિર ચિત્તવાળા થયેલા બીજાને સ્થિર કરવા અથવા બીજા અન્ય ધર્મઓની સમૃદ્ધિ ચમત્કાર જોવા છતાં પણ પોતે જિનશાસનમાં સ્થિર રહે.
(૫) ભક્તિ- પ્રવચન (શાસન) પ્રત્યે વિનય-વેયાવચ્ચરૂપ સેવા કરવા વડે ભક્તિ કરે. આ પાંચે સમ્યકત્વના દીપક (=પ્રભાસિત કરનારા) હોવાથી ભૂષણ છે. એટલે કે આ ગુણો વડે સમ્યકત્વ અલંકૃત થાય