________________
અષ્ટક પ્રકરણ
ર૯૦
૨૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક કે-“સજ્ઞાન પરમમિત્ર છે. અજ્ઞાન પરમ શત્રુ છે. સંતોષ પરમસુખ છે અને આકાંક્ષા ( ઇચ્છા) પરમ દુઃખ છે.”
અહીં “પ્રાયઃ' શબ્દનો પ્રયોગ કરીને તીર્થંકરોની વિદ્યમાનતામાં પણ નિરુપક્રમકર્મના કારણે ઉત્પન્ન થયેલી લેવાની ઇચ્છાવાળા પણ કોઇક અર્થીઓ સંભવે છે, એમ ગ્રંથકાર જણાવે છે. (મતિ રેવન્ક) અને આ હકીકત સંભવિત છે=અસંભવિત નથી. કારણ કે “ચંદ્રનું જગતને પ્રિય અને સુંદર રૂપવાળું કિરણમંડલ હોવા છતાં કમલિનીવન વિકાસને પામતું નથી.” આથી જ સંખ્યાતદાનનો સંભવ છે. અન્યથા તેનો અસંભવ જ હોય.
તીર્થકરોનો જ તેવો પ્રભાવ છે કે જેથી જીવો પ્રાયઃ સંતોષરૂપ સુખથી યુક્ત બને છે. દ્રવ્યોના વિશિષ્ટ પ્રભાવો જોવામાં આવે છે. કારણ કે “ગગનમંડલમાં આ કોઇક હેતુ ઉદય પામે છે કે જેથી પૃથ્વીતળ આનંદિત પ્રાણીવાળું થાય છે, અર્થાત્ પૃથ્વીતલ ઉપર પ્રાણીઓ આનંદિત બને છે.”
આ પ્રમાણે અસંખ્યયદાન મહાદાન નથી. આથી અસંખ્યય દાન આપનારામાં મહાનુભાવતની સિદ્ધિ ન થવાથી (પૂર્વે ત્રીજી ગાથામાં આપેલ) મહાનુભાવત્વ હેતુ અસિદ્ધ છે એમ કહ્યું. (૭)
તથાधर्मोद्यताच तद्योगात्, ते तदा तत्त्वदर्शिनः । महन्महत्त्वमस्यैव-मयमेव जगद्गुरुः ॥८॥
वृत्तिः- 'धर्मोद्यताच' कुशलानुष्ठाननिरताच भवन्ति न केवलमनर्थिन इति चशब्दार्थः, 'तद्योगात्' जगद्गुरुसम्बन्धात्, 'ते' देहिनः, 'तदा' तस्मिन् जगद्गुरुकाले, तथा 'तत्त्वदर्शिनो' भवन्ति, अथवा कुतस्ते धर्मोद्यता इत्याह- यतः 'तत्त्वदर्शिनः', तत्त्वं च 'क्लेशायासपराः प्रायः, प्राणिनां बाह्यसंपदः । एकान्तेनापरायत्तं, सुखं संतोष इष्यते ॥१॥" इत्यादिकम्, ततश्च किमित्याह- 'महद्' अतिशायि, 'महत्त्वं' माहात्म्यं महानुभावत्वम्, अथवा महद्भयो महतां वा महत्त्वं 'महन्महत्त्वम्', 'अस्य' जिनस्यैव, व्यवच्छेदफलत्वाद्वचनस्येति नान्येषां बोधिसत्त्वादीनाम्, 'एवम्' अन्नतरोदितया नीत्या संख्यावद्दानतो महादानदायित्वेन महानुभावता इत्येवंरूपया, 'अयमेव' जिनपतिरेव न तु बोधिसत्त्वः, 'जगद्गुरुः' भुवनभर्तेति, अनेन च बोधिसत्त्वलक्षणे धर्मिणि महानुभावत्वलक्षणस्य हेतोरसिद्धतोक्ता महानुभावत्वनिबन्धनमहादानस्यामहत्त्वख्यापनात्, जिनलक्षणे च धर्मिणि महादानताख्यापनतो महानुभावत्वहेतोः सिद्धताभिधानेन जिनस्य जगद्गुरुतोक्ता, अतो निरस्तं 'ततो महानुभावेत्यादि' दूषणमिति ॥८॥
| | પદ્વતિત માષ્ટિવિવર સમાપ્તમ્ ારદા તથા
શ્લોકાર્થ– તીર્થંકરના કાળમાં તીર્થકરોના સંબંધથી જીવો તત્ત્વદર્શી બને છે અને તેથી ધર્મમાં ઉદ્યત બને છે. આથી તીર્થંકરનું જ મહાનુભાવવ (=વિશિષ્ટ માહાત્મ) છે. એ પ્રમાણે તીર્થકર જ જગગુરુ છે. (૮)
૧. નિમિત્ત મળવા છતાં જે કર્મોનો ક્ષયોપશમ વગેરે ન થાય, તેથી જેવા સ્વરૂપે બાંધ્યું હોય તેવા સ્વરૂપે ભોગવવું પડે તે કર્મ
નિરુપક્રમ છે.