________________
અષ્ટક પ્રકરણ
૨૮૧
૨પ-પુણ્યાનુબંધિપુય અષ્ટક
સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિનો યોગ થવાના કારણે ધર્મકથા વગેરે થવા દ્વારા માતા-પિતાના સમ્યક્ત્વાદિરૂ૫ ઔષધ માટે અને કરવા યોગ્ય કાર્ય કરવાના હેતુથી (સંયમરૂ૫) વવૃત્તિ માટે સંયમનો સ્વીકાર કરીને માતાપિતાનો ત્યાગ કરનાર સિદ્ધિપ્રાપ્તિની અપેક્ષાએ ( પરિણામે) સારો છે.
શુક્લપાક્ષિક– જેનો સંસારકાળ અલ્પ હોય તે જીવ શુક્લપાક્ષિક છે. કહ્યું છે કે “જે જીવોનો સંસારકાળ કાંઇક જૂન અધપુદ્ગલ પરાવર્ત જેટલો બાકી છે તે જીવો શક્લપાક્ષિક છે. જે જીવોનો સંસારકાળ તેનાથી અધિક છે તે જીવો કૃષ્ણપાક્ષિક છે."
થોડો સમય જીવી શકે તેવા છે.” એમ જે કહ્યું તે વ્યવહારથી સમજવું. નિશ્ચયથી તો થોડો પણ સમય જીવવાનો ભરોસો નથી. કહ્યું છે કે-“આયુષ્ય ઘણા ઉપસર્ગોવાળું છે અને પવનથી હણાયેલા પાણીના પરપોટાથી પણ અધિક અનિત્ય છે, આવા આયુષ્યમાં જીવ ઉચ્છવાસ લઇને નિશ્વાસ લે છે અને સૂતેલો જાગે છે તે આશ્ચર્ય છે.”
જેમ રસ્તામાં બિમાર થયેલા માતા-પિતાના ઔષધ આદિ માટે જનારનો માતા-પિતાનો ત્યાગ પરમાર્થથી અત્યાગ જ છે. એ પ્રમાણે માતા-પિતાના, પોતાના અને બીજાઓના ઉપકાર માટે દીક્ષા લેનારનો માતા-પિતા આદિનો ત્યાગ પરમાર્થથી અત્યાગ જ છે. એ પ્રમાણે દષ્ટાંતની ભાવના છે. આથી જ–
“દીક્ષા માટે તૈયાર થયેલો પાલક (=માતા-પિતા આદિનું પાલન કરનાર) જીવ સ્વજનોને છોડીને દીક્ષા લે તો દુઃખી થયેલા સ્વજનો શોક, આદદન, વિલાપ, તાડન વગેરે જે કરે અને શીલખંડન આદિ જે અકાર્ય કરે, તે બધા દોષો સ્વજનોને છોડીને દીક્ષા લેનારા પાલકને લાગે.” (પંચવસ્તુક-૮૦)
ઇત્યાદિ આક્ષેપ કરીને આ પ્રમાણે ( હવે કહેવાશે તે પ્રમાણે) આપનો પરિહાર કર્યો છે
“વજનત્યાગ અલ્પ પાપહેતુ છે એનો અમે (ગાથા-૮૩માં) સ્વીકાર કર્યો છે. પણ એટલું ખ્યાલ રાખવું કે અવિધિથી કરેલો વજનત્યાગ પાપહેતુ છે, વિધિથી કરેલો વજનત્યાગ પાપતુ નથી. જો એમ ન માનવામાં આવે તો રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે તેનું પણ પાપ મરનારને લાગે. રાગાદિરહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે તેનું પાપ મરનારને ન લાગે એમ તો તમે પણ માનો જ છો. એટલે જેમ રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં વજનાદિના શોક વગેરેનું પાપ મરનારને ન લાગે, તેમ વિધિથી દીક્ષા લેનારને રવજનાદિના શોક વગેરેનું પાપ ન લાગે.” (પંચવસ્તુક-૯૦)
ક્યાંક સર્વપાનિવૃત્તિએ પાઠના સ્થાને સર્વાનિવૃત્તિ એવો પાઠ વાંચવામાં આવે છે. એ પાઠમાં વ્યાખ્યા આ પ્રમાણે છે- “બીજી જે સર્વ પ્રકારે સર્વપાપથી નિવૃત્તિ છે એ વિદ્વાન પુરુષોને ઇષ્ટ છે. તેથી માતાપિતાને ઉગ કરનારની આ (=સર્વપાપનિવૃત્તિ) બિલકુલ યોગ્ય થતી નથી.” (૬).
कस्मादेवमित्याहप्रारम्भमङ्गलं ह्यस्या, गुरुशुश्रूषणं परम् ।
एतौ धर्मप्रवृत्तानां, नृणां पूजास्पदं महत् ॥७॥ ૧. સ્થાનાંગ સૂત્ર પહેલા સ્થાનની ટીકા તથા યોગબિંદુ ગાથા ૭૨ વગેરેના આધારે.