________________
અષ્ટક પ્રકરણ
૧૫ર
૧૧-તપ અષ્ટક
वृत्तिः- युक्तिचोपपत्तिरागमश्चाप्तवचनं ताभ्यां बहिर्भूतं तदननुपाति तद्वाधितं 'युक्त्यागमबहिर्भूतम्,' तत्र युक्तिबहिर्भूतता प्रागुपदर्शिता, आगमबहिर्भूतता चैवमवगन्तव्या-"भावियजिणवयणाणं, ममतरहियाण नत्यि उ विसेसो। अप्पाणम्मि परम्मि य, तो वज्जे पीडमुभओ वि ॥१॥" अनशनादौ तु स्वकायपीडा प्रतीतैवेति, 'अतः' इति यस्मादनेकानन्तरोदितदूषणोपेतं, 'अत' एतस्माद्धेतोः, 'त्याज्यं' त्यागार्हम्, 'इदं' अनशनादिदुःखात्मकं तपः, कैरित्याह- 'बुधैः' युक्त्यागमहृदयज्ञैः, न तैर्लोकरूढ्या प्रवर्तिततव्यं भवति, बुधत्वाभावप्रसङ्गादिति हृदयम्, तथा 'आत्मापकारक' स्वस्यानर्थनिबन्धनमिदम्, कुतः? 'अशस्तध्यानजननात्' अप्रशस्ताध्यवसायोत्पादकत्वात्, 'प्रायो' बाहुल्येन, उत्पद्यते हि भोजनाद्यभावे अप्रशस्तध्यानम्, यदाह-"आहारवर्जिते देहे, धातुक्षोभः प्रजायते । तत्र चाधिकसत्त्वोऽपि, चित्तभ्रंशं समश्रुते ॥१॥" इह च प्रायोग्रहणात् श्रीमन्महावीरादिभिर्व्यभिचारपरिहारो दर्शित इति, अतोऽपि त्याज्यमेवेदं बुधैरिति प्रक्रमः । इति पूर्वपक्षः ॥४॥
વપક્ષનો ઉપસંહાર કરતો વાદી જ કહે છે–
શ્લોકાર્ધ– તપ યુક્તિ- આગમથી બાધિત છે. પ્રાયઃ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનાર હોવાથી આત્માનો અપકારી છે. આથી બુધપુરુષોએ તપનો ત્યાગ કરવો જોઇએ. (૪)
ટીકાઈ– યુક્તિ-આગમથી બાધિત– તપ યુક્તિથી બાધિત છે એ પૂર્વે (આ અષ્ટકની ૧ થી ૩ ગાથાઓમાં) બતાવ્યું છે. આગમથી બાધિત છે એ આ રીતે જાણવું-“જિનવચનથી ભાવિત અને સમભાવવાળા જીવોને સવમાં અને પરમાં ભેદ હોતો નથી. અર્થાત્ સવ અને પર એ બંનેમાં સમાન ભાવ હોય છે. આથી તે સવ-પર બંનેની પીડાનો ત્યાગ કરે.” (પંચવસ્તુક પ૩૯).
અનશન વગેરે તપમાં પોતાની કાયપીડા જાણીતી જ છે.
અશુભધ્યાન ઉત્પન્ન કરનાર હોવાથી ભોજનાદિના અભાવમાં અશુભ ધ્યાન ઉત્પન્ન થાય જ છે. કહ્યું છે કે- “આહારથી રહિત શરીરમાં વાત વગેરે ધાતુઓનો ક્ષોભ (=વિકાર) થાય છે. ધાતુઓનો ક્ષોભ થયે છતે ઘણા સત્ત્વવાળો પણ જીવ ચિત્તવિનાશને પામે છે.”
આત્માનો અપકારી છે– પોતાના અનર્થનું કારણ છે. આથી હમણાં જ કહેલાં અનેક દૂષણોથી યુક્ત હોવાથી.
બુદ્ધપુરુષોએ યુક્તિ-આગમના હાર્દને જાણનારાઓએ. તેમણે (=બુધ પુરુષોએ) લોકરૂઢિથી પ્રવૃત્તિ ન કરવી જોઇએ. કારણ કે લોકરૂઢિથી પ્રવૃત્તિ કરવાથી બુધપણાના અભાવનો પ્રસંગ આવે.
અહીં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો હોવાથી શ્રી મહાવીર સ્વામી વગેરે જીવોને તપ અશુભ ધ્યાનનું કારણ ન બનવા છતાં “તપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનાર છે' એ હેતુમાં દોષ લાગતો નથી. તપ અશુભ ધ્યાનનું કારણ હોવાથી પણ બુધપુરુષોએ તપનો ત્યાગ કરવો જોઇએ. (૪)
८६. भावितजिनवचनानां ममत्वरहितानां नास्ति तु विशेषः । आत्मनि परस्मिन् ततो वर्जयेत्पीडामुभयोरपि ।