________________
અષ્ટક પ્રકરણ :
પ૭
૩-પૂજા અષ્ટક
વિનિર્મુક્ત.
અથવા વિ અને નિમ્ એ બે ઉપસર્ગોથી વિશેષ અર્થ નથી. ધાતુનો જે અર્થ છે તે જ અર્થ છે, અર્થાત્ મુક્તનો જે અર્થ છે તે જ વિનિર્મુક્તનો છે.
તથા ભગવાન આઠ કર્મોની મુક્તિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ આઠ ગુણો રૂપી વિભૂતિવાળા છે.
જો કે અષ્ટાપાવિનિબુવત એ શબ્દમાં વિનિર્મોચન (=મુક્ત થવું) ગૌણ છે. કારણ કે તરત પ્રત્યયના અર્થની જ (=મુક્ત થયેલા એવા અર્થની જ) પ્રધાનતા છે. તો પણ ત_થાતિ એ શબ્દમાં રહેલા તત્ શબ્દથી વિનિર્મોચન અર્થનો જ પરામર્શ (=સંબંધ) કરાય છે, અર્થાત્ તત્ શબ્દથી વિનિર્મોચન (મુક્ત થવું) એવો અર્થ કરવામાં આવ્યો છે. કારણ કે વક્તાએ તે જ પ્રમાણે વિવક્ષા કરી છે. અને આ વિષે આ ન્યાય જોવામાં આવ્યો છે, જેમકે “સમ્યજ્ઞાનપૂર્વક જ સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે આથી સમ્યજ્ઞાનની જ વ્યુત્પત્તિ કરાય છે.” (અહીં તત્ શબ્દથી સમ્યજ્ઞાનપૂર્વક લેવું જોઇએ, તેના બદલે સમ્યજ્ઞાન લેવામાં આવ્યું છે.) ઇત્યાદિ સ્થળે આ ન્યાય જોવામાં આવ્યો છે.
દેવાધિદેવ– સ્તુતિ કરવા યોગ્યને પણ સ્તુતિ કરવા લાયક.
પૂર્વપક્ષ મટવિનિષુવતોથJUામૃત (આઠ અપાયોના વિનિર્મોચનથી ઉત્પન્ન થયેલી છે ગુણવિભૂતિ જેની) એવા પ્રયોગથી જ અષ્ટપુષ્પીથી પૂજાનું કારણ જણાઇ જતું હોવાથીણાપાયનિબુવા-તથgorવિપૂતળે એમ તત્ શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ- એમ કહેવું યુક્ત નથી. “આઠ અપાયોથી વિનિમુંક્તને અપાય છે” એવા કથનથી આઠ પુષ્પોથી પૂજા કરવાનું કારણ જણાવ્યું છે. “આઠ કર્મોની મુક્તિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ આઠ ગુણોરૂપી વિભૂતિવાળા” એ કથનથી ચાર પુષ્પોથી પૂજા કરવાનું કારણ જણાવ્યું છે. કારણ કે આઠ કર્મોની મુક્તિથી ઉત્પન્ન થયેલા (મુખ્ય) ગુણો અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંતસુખ-અનંતવીર્ય એ ચાર છે.
પૂર્વપક્ષ– આઠ કર્મોરૂપ અપાયોથી વિનિર્યુક્તિ એટલું જ કહેવાથી આ (=આઠ પુષ્પોથી પૂજા કરવાનું કારણો જણાઇ જાય છે. (આથી “આઠ કર્મોની મુક્તિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ આઠ ગુણોરૂપી વિભૂતિવાળા” એમ કહેવાની જરૂર નથી.)
- ઉત્તરપક્ષ- કેટલાકો પ્રકૃતિનો વિયોગ થવાથી સિદ્ધોને જ્ઞાનનો અભાવ હોય, શરીર-મનના અભાવથી વીર્યનો અભાવ હોય, વિષયોના અભાવથી સુખનો અભાવ હોય એમ કહે છે. તેમના મતનું નિરાકરણ કરવા માટે આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. કેમકે જ્ઞાન આદિને રોકનાર કર્મનો ક્ષય થયે છતે જ્ઞાન આદિ ગુણો ન્યાયથી પ્રાપ્ત થાય છે.
પૂર્વપક્ષ- જો એમ (= જ્ઞાનાદિને રોકનારા કર્મનો ક્ષય થયે છતે જ્ઞાન આદિ ગુણો ન્યાયથી પ્રાપ્ત થાય) છે તો પાંચ જ્ઞાનાવરણનો ક્ષય થયે છતે કેવળીને પાંચ જ્ઞાનનો પ્રસંગ આવે અને તે ઇષ્ટ નથી. કેમકે “છાઘસ્થિક' જ્ઞાન નષ્ટ થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે” એવું વચન છે. ૧.૩Morનિ ગજે, નનિય છ૩સ્થિર નારા સંપત્તો, મહાવલિકા (આવશ્યક સૂત્ર નિયુક્તિ ગાથા ૫૩૯)