________________
અષ્ટક પ્રકરણ
૯-શાન અષ્ટક
॥ इति अष्टमाष्टकविवरणं समाप्तम् ॥८॥ શું દ્રવ્ય પ્રત્યાખ્યાન તદ્દન નિરર્થક જ છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં દ્રવ્યપ્રત્યાખ્યાન તદન નિરર્થક નથી એમ કહે છે
શ્લોકાર્થ– દ્રવ્યથી પણ ગ્રહણ કરેલું પ્રત્યાખ્યાન “જિનેશ્વર ભગવાને કહ્યું છે” એવી સદ્ભક્તિથી બાધિત થતું ભાવપ્રત્યાખ્યાનનું કારણ બને છે.
ટીકાર્થ– દ્રવ્યથી– અપેક્ષા આદિના યોગથી લીધેલું પ્રત્યાખ્યાન દ્રવ્યથી છે.
દ્રવ્યથી પણ” એ સ્થળ “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ ભાવથી જ લીધેલું એમ નહિ, કિંતુ દ્રવ્યથી પણ લીધેલું પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાનનું કારણ બને છે.
સદ્ભક્તિથી– પ્રશસ્ત બહુમાન વિશેષથી.
“જિને કહ્યું છે.” એવી સદ્ભક્તિ દ્રવ્યપ્રત્યાખ્યાનના કારણે એવા અપેક્ષાદિ ભાવોથી વિરુદ્ધ છે. આથી જે પ્રત્યાખ્યાનમાં “જિને કહ્યું છે” એવી સદ્ભક્તિ છે તે જ પ્રત્યાખ્યાન અપેક્ષાદિભાવોની નિવૃત્તિ થવાથી ભાવપ્રત્યાખ્યાન બને છે. પણ બધા જ પ્રત્યાખ્યાનો ભાવપ્રત્યાખ્યાન બનતા નથી.
[આ શ્લોકનું તાત્પર્ય નીચે મુજબ જણાય છે– કોઇ ભદ્રિકજીવ વ્યાખ્યાન આદિથી અમુક અમુક પ્રકારના પ્રત્યાખ્યાનથી આ લોકના-પરલોકનાં સુખો મળે છે એમ સાંભળીને આ લોક પરલોકમાં સુખોની ઇચ્છાથી પ્રત્યાખ્યાન લે. પણ પાછળથી તેને “આ પ્રત્યાખ્યાન મોક્ષ માટે જ છે એમ જિનેશ્વરોએ કહ્યું છે” એ પ્રમાણે ખબર પડતાં આ લોક-પરલોકનાં સુખોની ઇચ્છાનો ત્યાગ કરીને મોક્ષની જ ઇચ્છા રાખે. આથી દ્રવ્યપ્રત્યાખ્યાન જ ભાવપ્રત્યાખ્યાન બની જાય.
અથવા કોઇ ભદ્રિકજીવ મોક્ષ આદિની વિશેષ સમજણ ન હોવા છતાં “જિનેશ્વરોએ આ કરવાનું કહ્યું છે.” આવા જિનેશ્વર ઉપર બહુમાન ભાવથી પ્રત્યાખ્યાન કરે, તો તે પ્રત્યાખ્યાન (વર્તમાનમાં દ્રવ્ય છે. પણ ભવિષ્યમાં કર્મલઘુતા આદિ થવાથી મોક્ષ આદિની સમજણ પૂર્વક સમ્યકત્વ આદિની પ્રાપ્તિમાં હેતુ હોવાથી) ભાવપ્રત્યાખ્યાનનું કારણ બને છે.] (૮)
આઠમા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥९॥ अथ नवमं ज्ञानाष्टकम् ॥ इदं भावप्रत्याख्यानं ज्ञानविशेषे सति सम्भवतीति तदेव निरूपयन्नाहविषयप्रतिभासं चा-त्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव, ज्ञानमाहुमहर्षयः ॥१॥
वृत्तिः-'विषयः' श्रोत्रादीन्द्रियज्ञानगोचरः शब्दादिः, तस्यैव न पुनस्तत्प्रवृत्तौ तज्जन्यस्यात्मनोऽर्थानर्थसद्धावस्य, 'प्रतिभासः' प्रतिभासनं परिच्छेदो यत्र तत् 'विषयप्रतिभासम्,' ऐहिकामुष्मिकेषु छाद्यस्थि