________________
૨૭.
અષ્ટક પ્રકરણ
૨૦-મેથુનદૂષણ અષ્ટક च्छादनदर्भमणिमूलबन्धनादिना स्मृतिमार्गाभिहितेन विधिना, 'यत्' मैथुनम्, 'स्यात्' भवेत्, 'दोषो' दूषणम्, 'न' नैव, 'तत्र' मैथुने गतरागप्रवृत्तत्वाद् वेदनादिकारणाश्रितभोजन इवेति, 'चेत्' यदि मन्यसे त्वं परः, अनेन च पक्षकदेशासिद्धता हेतोर्दर्शिता, न च मैथुने दोष इत्यस्य च पक्षस्य विषयविशेषोपदर्शनेनाव्याहतिरभिहितेति ॥२॥
હેતુ રાગપક્ષના (ત્રમૈથુનના) એકદેશમાં અસિદ્ધ છે. એમ પરમતની આશંકા કરતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– પોતાની સ્ત્રીમાં અધિકારી (=હકદાર) અને ધર્મ માટે પુત્રની ઇચ્છાવાળા ગૃહસ્થનું ઋતુકાળે વિધિથી જે મૈથુન થાય તે મૈથુનમાં દોષ નથી એમ તમે જો કહેતા હો તો નીચે પ્રમાણે ઉત્તર છે. (૨)
ટીકાર્થ– પોતાની સ્ત્રીમાં અધિકારી– ગૃહસ્થ પોતાની સ્ત્રીમાં અધિકારી છે. સાધુ નહિ. કેમકે તેને સ્ત્રી વગેરે ન હોય. “પોતાની સ્ત્રીમા” એમ કહીને પરસ્ત્રીમાં અને વેશ્યામાં ગૃહસ્થ પણ અધિકારી નથી એમ જણાવ્યું છે. કારણકે પરસ્ત્રીગમન કે વેશ્યાગમન અનર્થનું કારણ છે. કહ્યું છે કે-“જે પરસ્ત્રી ગમન કરે છે તે આઠકુળોનો નાશ કરે છે. સુસંસ્કારોથી ભ્રષ્ટ થયેલો તે વય મરીને નપુંસકપણાને પામે છે. તથા “વૃષલીના આંસુઓ જેણે પીધા છે અને વૃષલીના નિઃસાસાથી જેનો આત્મા હણાયેલો છે તેવા પુરુષની, વૃષલીની અને વૃષલીના સંતાનની શુદ્ધિ થતી નથી.”
ધર્મ માટે પુત્રની ઇચ્છાવાળા- પુત્રરહિતને ધર્મ ન થાય. કહ્યું છે કે-“પુત્રરહિતની (મોક્ષ) ગતિ નથી અને સ્વર્ગ નથી જ. તેથી પુત્રનું મુખ જોયા પછી ધર્મને આચરે.”
ઋતુકાળે આર્તવ થવાના અવસરે. ઋતુકાળ સિવાય (રજોદર્શનના ત્રણ દિવસો છોડીને પછીની બાર રાત્રિ સિવાય) સ્વસ્ત્રી સાથે પણ મૈથુન સેવનમાં દોષ થાય. કહ્યું છે કે-“અતુકાળ વીતી ગયા પછી જે મૈથુન સેવે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે અને દરરોજ સૂતક લાગે.”
વિધિથી–(આનો અર્થ સમજાયો નથી માટે લખ્યો નથી.)
તે મૈથુનમાં દોષ નથી– કારણ કે તેવા મૈથુનમાં રાગ વિના પ્રવૃત્તિ થાય છે. જેમ સુધાવેદના વગેરે કારણોથી થતા ભોજનમાં દોષ નથી તેમ આવા મૈથુનમાં દોષ નથી.
આ શ્લોકથી હેતુની પક્ષના એકદેશમાં અસિદ્ધિ (=ગેર હાજરી) બતાવી. મૈથુનમાં દોષ નથી એવા પક્ષનો વિશેષ વિષય બતાવીને વ્યાઘાતનો અભાવ કહ્યો છે. (૨)
૧. ધર્મ વગેરે માટે સેવાતા મૈથુનમાં રાગ નથી. માટે હેતુ પક્ષના એકદેશમાં અસિદ્ધ છે. ૨. વૃષલી એટલે પરપુરુષ સાથે મૈથુન કરનારી સ્ત્રીએ કહ્યું છે કે
स्ववृषं या परित्यज्य परवृषे वृषायते । वृषली सा हि विज्ञेया, न शूद्री वृषली भवेत् । કોઇએ અમુક પદાર્થને જે રીતે સિદ્ધ કર્યો હોય તે પદાર્થને બીજા કોઇથી તે જ પ્રમાણે બીજી રીતે જે સિદ્ધ કરાય તે વ્યાઘાત છે. પ્રસ્તુતમાં વાદીએ મૈથુનમાં દોષ નથી એવો જે પક્ષ મૂક્યો છે તે આવા વ્યાઘાત દોષથી રહિત છે એમ વાદીનું માનવું છે. ટૂંકમાં-મૈથુનમાં દોષ છે એવો પક્ષ દોષયુક્ત છે અને મૈથુનમાં દોષ નથી એવો પક્ષ નિર્દોષ છે. એમ વાદીનું કહેવું છે.