________________
અષ્ટક પ્રકરણ
૧૭૯
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક
પૂર્વપક્ષ ભિન્ન ઉપકાર કરે છે.
ઉત્તરપક્ષ- જો ભિન્ન ઉપકાર કરે છે તો ઉપકાર્યમાં કોઈ વિશેષતા ન આવવાથી ઉપકાર્ય સદા ઉપકાર વગરનો જ રહે. (ચૈત્ર અને મૈત્ર જુદા છે. અહીં કોઇ ચૈત્ર ઉપર ઉપકાર કરે છે તો મૈત્ર ઉપકાર કરાયેલો થતો નથી. તેમ પ્રસ્તુતમાં ઉપકાર્યથી ભિન્ન ઉપકાર કરે છે તો ઉપકાર્ય આત્મા ઉપકાર વગરનો જ રહે.).
પૂર્વપક્ષ– અભિન્ન ઉપકાર કરે છે. ઉત્તરપક્ષ– અભિન્ન ઉપકાર કરવામાં ઉપકાર્ય જ કરાયેલો થયો. તેથી નિયત્વમાં હાનિ આવે.
આ પ્રમાણે નિત્ય આત્મા ક્રમથી કાર્ય ન કરે. એકી સાથે પણ કાર્ય ન કરે. કારણ કે તેનાથી થઇ શકે તેવાં સઘળાં કાર્યોને વર્તમાન સમયે જ કરવાનો પ્રસંગ આવે. પણ તેમ જોવામાં આવતું નથી.
આ પ્રમાણે નિત્ય આત્મા કોઇપણ કાર્ય કરી શકે નહિ. (તેથી તે અસતું છે, અર્થાતું નથી. કારણ કે ચહેવાકિયા િતવ પરમાર્થ =જે અર્થક્રિયા (=કાર્યો કરે તે જ પરમાર્થથી સત્ છે.)
અથવા કેટલાક નિત્યાત્મવાદીઓ આત્મા કાર્ય કરતો નથી એમ સ્વીકારે છે, આથી આત્મા (તેમની દૃષ્ટિએ) નિષ્ક્રિય છે.
નિષ્ક્રિય આત્મા ક્યારે પણ કોઇથી હણાતો નથી. કેમકે વધ કરનાર કોઇ કાર્ય કરતો નથી. (જે કોઇ કાર્ય ન કરે તે કેવી રીતે હણે ?) અથવા વધ કરવા યોગ્ય કોઇ નથી. તેથી કોઇથી ક્યારે પણ હણાતો નથી. આત્મા નિત્ય હોવાથી તેનો વધ થઇ શકે નહિ.
આત્મા નિષ્ક્રિય હોવાથી ક્યારે પણ સૂક્ષ્મ બાદર આદિ ભેદોવાળા જીવો કોઇથી હણાતા નથી. કોઇથી એટલે ઘાત કરનાર કોઇ પુરુષથી, અથવા કરણ એવા દંડાદિથી, અથવા મન વગેરેથી.
આત્માને સર્વથા નિત્ય માનવામાં હમણાં કહ્યું તેમ ઘાત કરનાર અને ઘાત કરવા યોગ્ય કોઇ ન હોવાથી હિંસા ઘટતી નથી. (૨)
तथा सति किं सत्यादीत्याहअभावे सर्वथैतस्या, अहिंसापि न तत्त्वतः । सत्यादीन्यपि सर्वाणि, नाहिंसासाधनत्वतः ॥३॥
વૃત્તિ – ‘મા’ વિદમીનવે, “સર્વથા સર્વપ્રકાર:, “પતા' હિંસાવાદ, ‘હિંસપિ હિંસાनिवृत्तिलक्षणा, 'न' नैव, 'तत्त्वतः' परमार्थेन, उपपद्यते इत्यनुवर्तते, न केवलमात्मनो निष्क्रियत्वादिसा नोपपद्यते तदभावेऽहिंसापि नोपपद्यत इत्यपिशब्दार्थः । अथ मोपपद्यतामहिंसा, सत्यादीनि धर्मसाधनानि भविष्यन्तीत्याशङ्कानिराकरणायाह- न केवलमहिंसा नोपपद्यते 'सत्यादीन्यपि' मृषावादनिवृत्त्यादीन्यपि, आदिशब्दाच्छेषधर्मसाधनसङ्ग्रहः, 'सर्वाणि' निरवशेषाणि, 'न' नैव, उपपद्यन्त इत्यनुवर्त्तते, कुत इत्याह'अहिंसासाधनत्वतः' अहिंसाप्रसाधकत्वात्तेषाम्, साध्याभावे हि साधनानुष्ठानमनर्थकमेव, न हि व्योमार