________________
૨૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક
જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ (દાનથી નભનારા ગરીબ આદિની) આજીવિકાનો વિચ્છેદ કરે છે.’’ (સૂત્રકૃતાંગ ૧-૧૧-૨૦) આવી આશંકા કરીને કહે છે—
અષ્ટક પ્રકરણ
૨૯૯
શ્લોકાર્થ— જેઓ (અસંયત) દાનની પ્રશંસા કરે છે ઇત્યાદિ જે સૂત્ર કહ્યું છે તે સત્પુરુષોએ અવસ્થાવિશેષને આશ્રયીને કહેલું જાણવું. (૭)
ટીકાર્થ— અસંયતને આપેલું દાન જીવહિંસા કરાવનારું હોવાથી જે ધર્મવિચારકો (અસંયતના) દાનની પ્રશંસા કરે છે એ આલાવો વગેરે કે જે હમણાં જ (આ ગાથાની અવતરણિકામાં) બતાવ્યું છે, અસંયતના દાનનો નિષેધ કરનારું તે સૂત્ર સત્પુરુષોએ અવસ્થાવિશેષને આશ્રયીને જાણવું.
સૂત્ર=અર્થને સૂચવનારું વાક્ય.
અવસ્થા વિશેષને આશ્રયીને=દાતા અને પાત્રની વિશેષ પ્રકારની અવસ્થાને આશ્રયીને જાણવું. અર્થાત્ અપુષ્ટ આલંબનને આશ્રયીને તે સૂત્ર જાણવું. પણ પુષ્ટ આલંબનને આશ્રયીને તે સૂત્ર નિષેધ કરતું નથી. કહ્યું છે કે-“પુષ્ટ આલંબન સહિત પડતો જીવ ખાડો વગેરે દુર્ગમ સ્થાનમાં પણ પડતા પોતાને બચાવે છે, તેમ પુષ્ટ આલંબનવાળી પ્રતિસેવના (=દોષસેવન) માયાથી રહિત સાધુને સંસારરૂપ ખાડામાં પડતાં બચાવે છે.’’ (આવ. નિ. ૧૧૭૨)
સૂરિએ આ પ્રકરણ પોતાના અસંયતદાનના સમર્થનવાળું કર્યું છે, અર્થાત્ સૂરિએ પોતાના અસંયતદાનનું સમર્થન ક૨વા માટે આ પ્રક૨ણ કર્યું છે, એમ કોઇક કલ્પના કરે છે. શ્રી હરિભદ્રસૂરિજી પોતાના ભોજનકાળે શંખ વગાડવા પૂર્વક યાચકોને ભોજન અપાવતા હતા એમ સંભળાય છે. આ સંભવતું નથી. કારણકે તે સંવિગ્નપાક્ષિક હતા. સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિકને આગમમાં જેનું પ્રતિપાદન ન કર્યું હોય તેવા અર્થનો ઉપદેશ ન સંભવે, અર્થાત્ સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિક આગમમાં ન હોય તેવો ઉપદેશ ન આપે. કેમકે તેમ કરવામાં સંવિગ્નપણાની કે સંવિગ્નપાક્ષિકપણાની હાનિનો પ્રસંગ આવે. કહ્યું છે કે-“સંવિગ્ન ગુરુ આગમવિરુદ્ધ ઉપદેશ આપવાથી મરીચિના ભવમાં ભગવાન મહાવીરની જેમ કટુફળ મળે છે એમ જાણે છે. આથી તે આગમ વિરુદ્ધ ઉપદેશ ન આપે. આથી સંવિગ્ન અને સંવિગ્નપાક્ષિક ગુરુના વચનમાં કોઇ જાતની શંકા રાખ્યા વિના તહત્તિ ન કહેવું એ મિથ્યાત્વ છે. કારણકે શુદ્ધ પ્રરૂપક તરીકે નિશ્ચિત થયેલા ગુરુના વચનનો અસ્વીકાર મિથ્યાત્વ વિના ન થાય.’’ (પંચાશક ૧૨-૧૭) (૭)
उक्तं प्रासङ्गिकम्, अधुना प्रकृतार्थनिगमनायाह
एवं न कश्चिदस्यार्थ - स्तत्त्वतोऽस्मात्प्रसिध्यति । अपूर्व: किन्तु तत्पूर्व- मेवं कर्म प्रहीयते ॥८॥
वृत्ति: - ' एवं ' अनन्तरोक्तेन प्रकारेण कल्प एवास्येत्यादिनाभिहितेन, 'न' नैव, 'कश्चित् ' कोऽपिचित्, ‘અક્ષ્ય' તીર્થòત:, ‘અર્થ:' પુરુષાર્થ: પતં વા, ‘તત્ત્વત:’ પરમાર્થત:, ‘અસ્માત્' મહાવાનાત્, ‘પ્રસિધ્ધતિ प्रकर्षेण निष्पद्यते, किम्भूतोऽसावित्याह- 'अपूर्व:' अभिनवो हेत्वन्तराणामसाध्य इत्यर्थः । एवं सर्वथा दानस्य निरर्थकत्वं माभूदित्यत आह- 'किन्तु' केवलम्, 'तत्' इति तीर्थंकरत्वनिमित्तभूतम्, 'पूर्वं' पूर्वभ