Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ અષ્ટક પ્રકરણ ૩૨૫ ૩૧-તીર્થંકરદેશના અષ્ટક गम्यते, 'अस्तु' भवतु, 'तस्मात्' कारणात्, 'यथोदितं' यथाभिहितमात्मस्थं केवलमित्यर्थ इति ॥८॥ ॥ त्रिंशत्तमाष्टकविवरणं समाप्तम् ॥३०॥ હવે પૂર્વોક્ત સ્વરૂપવાળા કેવલજ્ઞાનનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે – શ્લોકાર્થ– (નાવ્યોતિ ગુણ:=) ગુણ દ્રવ્ય વિના ન રહે. (મોર નો ) અલોકમાં ધર્માસ્તિકાય નથી. તથા અલોકનો અંત નથી. (વિજુર્ન ર ગા=) આત્મા સર્વગત નથી. (તઃ મનાદ્રિ ગણ્ય નક) તેથી કેવલજ્ઞાનની ગતિ વગેરે નથી. (તુ તાસ્માન્ યથોલિતતેથી કેવળજ્ઞાન યથોક્ત હો. (૮) ટીકાર્થ– (૧) (નાવ્યોતિ ગુણક) ગુણ દ્રવ્ય વિના ન રહે. કારણ કે “જે દ્રવ્યમાં રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ” એવું વચન છે. (તસ્વાર્થાધિગમ ૫-૪૦) કેવલજ્ઞાન આત્મગુણ છે. આથી તે દ્રવ્ય વિના ન રહેવાથી આત્મસ્થ જ છે. (૨) (અત્નો ન થતૌક) કેવળ આકાશમાં જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય નથી. તથા અલોકનો અંત નથી. અહીં તાત્પર્ય આ છે- (ઘડીભર માની લઇએ કે) લોકમાં જવાનો સંભવ હોવાથી કેવલજ્ઞાન આત્મામાં રહ્યા વિના પણ લોકપ્રકાશક બને. પણ અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી ગતિ ન થઇ શકે. (ધર્માસ્તિકાય વિના પણ અલોકમાં ગતિ થઇ શકે એમ ઘડીભર માનવામાં આવે તો પણ) અલોકનો અંત ન હોવાથી સંપૂર્ણ અલોકમાં જવાનું અશક્ય છે. (આથી જો કેવળજ્ઞાન શેય પદાર્થ પાસે જઇને પ્રકાશિત કરે છે એમ માનવામાં આવે તો કેવળજ્ઞાન અલોકપ્રકાશક ન બને.) તેથી કેવળજ્ઞાન આત્મામાં રહીને જ અલોક પ્રકાશક છે. (૩) હવે આત્મા સર્વગત હોવાથી કેવલજ્ઞાન આત્મામાં રહીને પણ લોકાલોકનો પ્રકાશક થશે એવી આશંકા કરીને કહે છે-(વિમુરાભ=) આત્મા સર્વગત નથી. કારણ કે માત્ર શરીરમાં જ ચૈતન્યનો અનુભવ થાય છે. આથી શરીરની અવગાહના પ્રમાણ જેટલું જ થયું છતું કેવલજ્ઞાન સર્વવસ્તુઓનું પ્રકાશક છે. (૪) ( ગમન સી રક) તેથી કેવળજ્ઞાનની ગતિ વગેરે નથી, અર્થાત્ કેવળજ્ઞાન વસ્તુ પાસે જતું નથી અને શેય વસ્તુ પાસે જઇને ફરી પોતાના સ્થાને આવતું નથી. (૫) (તુ તમાહિત) તેથી કેવળજ્ઞાન યથોક્ત હો, અર્થાત્ આત્મસ્થ જ લોકાલોક પ્રકાશક હો. (૮) ત્રીસમા કેવળજ્ઞાન અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું ॥३१॥ अथ एकत्रिंशत्तमं तीर्थकद्देशनाष्टकम् ॥ ननु केवलज्ञानावाप्तौ कृतकृत्यो भगवान् किमिति धर्मदेशनायां प्रवर्तत इत्याशङ्कायाમાહ वीतरागोऽपि सद्वेद्य-तीर्थकृन्नामकर्मणः । उदयेन तथा धर्म-देशनायां प्रवर्तते ॥१॥

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354