________________
અષ્ટક પ્રકરણ
૪-અગ્નિકારિકા અષ્ટક
मस्य, 'दूरात्' विप्रकर्षात्, 'अस्पर्शनं' असंश्लेषणमेव, 'वरं' प्रधानमिति । इदमुक्तं भवति- यदि पके करचरणादिरवयवः क्षिप्त्वापि प्रक्षालनीयस्तदा वरमक्षिप्त एव, एवं यद्यग्निकारिकां विधाय सम्पद उपार्जनीयास्तज्जन्यपातकं च पुननिन शोधनीयं तदा सैवाग्निकारिका वरमकृतेति । प्रयोगह, न विधेया मुमुक्षूणां द्रव्याग्निकारिका, तत्सम्पाद्यस्य कर्मपङ्कस्य पुनः शोधनीयत्वात्, पादादेः पङ्कक्षेपवदिति । एवं तर्हि गृहस्थेनापि पूजादि न कार्यं स्यात्, नैवम्, यतो जैनगृहस्था न राज्यादिनिमित्तं पूजां कुर्वन्ति, न च राज्याद्यावर्जितमवद्यं दानेन शोधयिष्याम इति मन्यन्ते, मोक्षार्थमेव तेषां पूजादौ प्रवृत्तेः, मोक्षार्थितया च विहितस्यागमानुसारिणो वीतरागपूजादेर्मोक्ष एव मुख्यं फलं, राज्यादि तु प्रासङ्गिकम्, ततो गृहिणः पूजादिकं नाविधेयम् । दीक्षितेतरयोश्च अनुष्ठानस्यानन्तर्यपारम्पर्यकृत एव फले विशेष इति ॥६॥
વ્યાસનું કથન વ્યાસે જે કહ્યું છે તેને જ ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– જે ધર્મ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરે છે એના કરતાં તે ધન ન મેળવે તે જ અધિક શ્રેષ્ઠ છે. કાદવને ધોવા કરતાં કાદવનો દૂરથી સ્પર્શ ન કરવો એ જ શ્રેષ્ઠ છે. (૬)
ટીકાર્થ– જે પુરુષ ધર્મ માટે ધન મેળવવાનો ખેતી વેપાર વગેરે પ્રયત્ન કરે છે, એના કરતાં તે ધન ન મેળવે એ જ શ્રેષ્ઠ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- ધન મેળવવા માટે પ્રયત્ન કરવામાં અવશ્ય પાપ થાય, અને તે પાપની મેળવેલા ધનના દાનથી અવશ્યશુદ્ધિ કરવી જોઇએ. આ રીતે ધન મેળવવા માટે પ્રયત્ન ન કરવો એ જ અધિક શ્રેષ્ઠ છે. કારણ કે ધન મેળવવા માટે પ્રયત્ન ન કરવાથી ધનના દાનથી શુદ્ધિ કરવા યોગ્ય પાપ જ થતું નથી. ધન મેળવવાનો પ્રયત્ન ન કરવો એ જ પરિગ્રહત્યાગ અને આરંભત્યાગ સ્વરૂપ હોવાથી ધર્મ છે.
આ વિષે દષ્ટાંતને કહે છે કાદવને ધોવા કરતાં કાદવનો દૂરથી સ્પર્શ ન કરવો એ જ શ્રેષ્ઠ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જો શરીરના હાથ પગ વગેરે અંગો કાદવમાં નાખીને ધોવા જરૂરી છે તો તે અંગો કાદવમાં ન નાખવા એ જ શ્રેષ્ઠ છે.
એ પ્રમાણે જો અગ્નિકારિકા કરીને ધન મેળવવાનું હોય, અને પછી ધનને મેળવવાથી થયેલા પાપને ધનના દાનથી શુદ્ધ કરવાનું હોય તો, તે અગ્નિકારિકા જ ન કરવી એ શ્રેષ્ઠ છે.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે– જેવી રીતે પગ વગેરેને કાદવમાં નાંખીને ફરી ધોવાની જરૂર પડે છે, તેથી પગ વગેરેને કાદવમાં ન નાખવા જોઇએ. તેમ પહેલાં અગ્નિકારિકા કરીને સંપત્તિ મેળવવી, પછી સંપત્તિને મેળવવાથી થયેલ કર્મરૂપ કાદવની દાનથી શુદ્ધિ કરવી, એના કરતાં તો મુમુક્ષુએ અગ્નિકારિકા જ ન કરવી એ શ્રેષ્ઠ છે.
પૂર્વપક્ષ- જો એમ છે તો ગૃહસ્થ પણ પૂજા વગેરે ન કરવું જોઇએ. ઉત્તરપક્ષ- એમ ન કહેવું. કારણ કે જેનગૃહસ્થો રાજ્ય વગેરે મેળવવા માટે પૂજા કરતા નથી. તથા